ધાર્મિક-દુનિયા

ચાણક્ય નીતિ – સ્ત્રી હોય કે પુરુષ રાખશો આ 3 કામ કરવામાં શરમ તો તમે જ પસ્તાશો.

પહેલાના જમાનામાં ચાણક્ય પંડિત જેવા મહાન આચાર્ય હતા. તેના સમયમાં તેના દ્વારા જણાવેલી વાત કલિયુગમાં  ઉપયોગી થાય છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા ચાણ્ક્યમાં પંડિત જેવા ગુણ હતા. આટલું જ નહીં રાજનીતિ અને શાસ્ત્રોમાં પણ તેને કોઈ હરાવી ના શકતું.

Image Source

જો ચાણક્ય પંડિત ન હોતા તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્રાજ્ય ક્યારે ઉભો નહી કરી શકતા, તમને વિશ્વાસ નહી હશે પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચકલી  કહેવાયું હતું. તેમની રણનીતિને વિદેશી રાજા પણ નહી સમજી શકતા હતા.

Image Source

આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે ૩ કામ એવા છે જે કરવામાં તમારે ક્યારેય શરમ ના રાખવી જોઈએ. જો તમે આ ત્રણ કામ કરવામાં શરમ રાખશો તો ભવિષ્યમાં નુકશાન તમને જ થવાનું છે. ચાણક્યજીએ આ વાત પોતાના નીતિ ગ્રંથ ચાણક્ય નીતિ દર્પણના સાતમાં અધ્યાયના બીજા નંબરના શ્લોકમાં કરેલ છે.

Image Source

ચાણક્યજી જણાવે છે કે શરમ આમ તો સ્ત્રીઓનું ઘરેણું છે પણ સ્ત્રી હોય કે પુરુષ પૈસાની બાબતમાં ક્યારેય શરમ રાખવી જોઈએ નહિ. આ સિવાય બીજા બે એવા કામ છે જેમાં ક્યારેય શરમ રાખવી જોઈએ નહિ. જો તમે આ બાબતમાં શરમનો ત્યાગ કરશો તો ભવિષ્યમાં તમને સારું સુખ મળશે.

Image Source

આચાર્ય જણાવે છે કે

धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणेषु च ।
आहारे व्यवहारे च त्यक्तलज्जः सुखी भवेत॥

ઉપર જણાવેલ શ્લોકનો સામાન્ય અર્થ નીચે મુજબ છે.

જે પણ વ્યક્તિ પૈસાની બાબતમાં શરમ રાખે છે તેઓને પૈસાની તકલીફ થઇ શકે છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા છે તો તે પૈસા પાછા માંગવામાં શરમ રાખવી જોઈએ નહિ, પૈસાનો વ્યવહાર ભલે કોઈ નજીકના સંબંધી સાથે હોય તો પણ શરમ રાખ્યા વગર પરત માંગી લેવા જોઈએ નહિ તો નુકશાન તમને જ થશે.

Image Source

સારો વિદ્યાર્થી એ જ છે જે વગર કોઈ શરમે શિક્ષકને પ્રશ્ન કરે અને તેનો ઉત્તર જાણે. જો તમે સારું શીખવા અને સારું ભણતર પ્રાપ્ત કરવા માંગો છો તો ક્યારેય કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તે તરત પૂછી લેવાનું રાખો. જો તમે શરમમાં રહીને પ્રશ્ન નથી પૂછતાં તો તમને જ્ઞાન મળતું નથી અને તમારું ભણતર અધૂરું રહી જશે. માટે કોઈપણ વિદ્યાર્થીએ શરમ વગર પ્રશ્ન પૂછવા અને શિક્ષક તમને તેનો જવાબ અચૂક આપશે. આવી બાબતમાં શરમ ના રાખવાવાળા લોકો ભવિષ્યમાં અજ્ઞાની રહેતા નથી.

Image Source

જો કોઈ વ્યક્તિ જમવા બેઠા હોઈએ ત્યારે શરમ રાખે છે તો એ વ્યક્તિ પોતે ભૂખ્યો રહે છે. જયારે જયારે કોઈ મિત્ર કે સગા સંબધીના ત્યાં ભોજન કરવા જાવ ત્યારે શરમ રાખવી નહિ, શરમ રાખશો તો તમે ભરપેટ જામી શકશો નહિ અને તેનું નુકશાન તમને પોતાને જ થવાનું છે. માટે જમવામાં કોઈ દિવસ શરમ રાખવી નહિ.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks