ગુજરાતનું એક એવું મંદિર, જ્યાં માતાની રક્ષા કરવા હાલમાં પણ રોજ રાત્રે સિંહ આવે છે… જાણો પવિત્ર યાત્રાધામ ચોટીલાની દંતકથા

0

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું ચોટીલા ધામ, જ્યાં ચોટીલા ડુંગર પર વિરાજમાન છે મા ચંડી ચામુંડા. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની માતા ચામુંડા કરે છે મનોકામના પૂર્ણ. આ મંદિર ડુંગર પર આવેલું છે, જ્યા સુધી જવા માટે 1000 પગથિયાં ચડીને જવું પડે છે.

Image Source

શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર ચોટીલાના ડુંગર પર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 ફુટ જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે. ચોટીલા પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ પણ છે.

Image Source

એવું નથી કે અહીં માત્ર ગુજરાતમાંથી જ શ્ર્દ્ધાળુઓ દર્શન કરવા આવે છે. પરંતુ અહીં આખા ભારતમાંથી લોકો આવી રહ્યા છે. તેમજ આ ચામુંડામાતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્યા છે. હાજરા હજુર છે આ દેવી. તો ચાલો આજે જાણીએ આ દેવીના પ્રાગ્ટયનો ઇતિહાસ.

માતા ચામુંડા હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે. ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. મા ચામુંડા જ્યાં બેઠા છે.

Image Source

તેના વિષે એવી પણ લોકવાયકા છે કે, હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. તે અહીના અને આજુબાજુના લોકોને ખૂબ ત્રાસ આપતા હતા. એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા ને એ બે રાક્ષસોનો વધ કરવા માટે આધ્ય શક્તિ એક મહાશક્તિ રૂપે પૃથ્વી પર અવતરી મહાશક્તિશાળી એવા ચંડ મૂંડ નામના રાક્ષસોને એક ચપટીમાં ચોળી નાખે છે.
ત્યારથી મહાશક્તિ ચામુંડાનાં નામથી પ્રખ્યાત થયા. ને જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી. આજે પણ ચંડી ચામુંડા માતાજીનાં અનેક પરચાઓ હાજરા હજુર છે.

ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. કેટલાયને દીકરા આપ્યાનાં પણ પુરાવા છે. એવું કહેવાય છે કે આ દેવી તાંત્રિકની દેવી છે. જો કોઈએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીનાં માત્ર સ્મરણ માત્રથી તમારી રક્ષા કરવા આવી પહોંચે છે.

Image Source

એની પણ એક માન્યતા છે કે, જો કોઈપણ સ્ત્રીના વાળ વિના કારણે ખરી રહ્યા છે તો આ માતાજીને બજારમા મળતો ખોટો ચોટલો ચડાવવાની માત્ર સ્મરણ કરી માનતા માનશો તો વાળ લાંબાને ઘટાદાર બની જાય છે.

યાત્રાળુઓથી ધમધમે છે આ સ્થળ:

એવો એકેય દિવસ નહી હોય કે અહીં કોઈ યાત્રાળુ ન આવ્યું હોય, ગામોગામથી બસો ભરી ભરીને લોકો આ દેવી પાસે પોતાના મનની મનોકામના પૂરી કરવા માટે આવે છે. કોઈ હાથમાં દીવા લઈને એક એક પગથિયું ચડતા હશે, તો કોઈ ચાર પગે માતાના દરબાર સુધી પહોચે છે. તો કોઈ એક એક પગથિયે સવસ્તિક કરતાં નજરે ચડશે. આ માતાનું મહત્વ જેટલું કહીએ તેટલું ઓછું પડે. એટલા પરચા પૂરા કર્યા છે ચંડી ચામુંડાએ તેના ભક્તોના.

Image Source

ચામુંડા માતાજીનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. માતાની સેવામાં એટ્લે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી. ખુદ પૂજારી પણ રોજ ડુંગર ઉતરી નીચે આવી જાય છે. માતાની મુર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ ત્યાં રહી નથી શકતું. માતાની રક્ષા કરવા માટે સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ એક લોકવાયકા મુજબ સાંભળવા મળ્યું છે.

આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન તો લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. નવરાત્રીના દિવસોમાં ચામુડાં માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે.

ચામુંડા માતાજીને રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે. જે બે બહેનો છે. એક ચંડી ને બીજી મંડી. એટ્લે આ માતાનું નામ ચંડી ચામુંડા પડ્યું છે. એવી પણ એક લોકવાયકા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here