શું પ્રેમ કહાની છે ! શિક્ષક સાથે જ વિદ્યાર્થીનીએ કરી લીધા લગ્ન, વીડિયો વાયરલ કરી ખોલી ઘરવાળાની પોલ

માં-બાપની શરમ રાખ્યા વગર કાજલ વિદ્યાર્થીની શિક્ષકને ભગાડી ગઈ, માં-બાપ વિશે એવું એવું ગંદુ બોલી કે રુવાડા ઉભા થઇ જશે

દેશભરમાંથી ઘણીવાર પ્રેમ લગ્નના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણીવાર એવું બનતુ હોય છે કે, માતા પિતાના કે, બાદ છોકરી પોલિસ સ્ટેશનમાં હાજર થતી હોય છે અને પછી તેનું નિવેદન આપતી હોય છે, તો ઘણીવાર એવું બનતુ હોય છે કે, છોકરી વીડિયો જારી કરી તેની પ્રેમ કહાની વિશે કહેતી હોય છે અને તેના પતિનો પક્ષ લેતી પણ જોવા મળતી હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વિદ્યાર્થિની કોઇ યુવક સાથે નહિ પરંતુ તેના જ શિક્ષક સાથે ભાગી ગઈ. આ દિવસોમાં બેતિયામાં એક વિદ્યાર્થીનીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીની કાજલ તેના લગ્ન વિશે જણાવી રહી છે.

વીડિયોમાં તે કહી રહી છે કે પરિવારના સભ્યો મારી નાખવાની ધમકી આપતા હતા, તેથી હું મારા પ્રિય શિક્ષક સાથે ભાગી ગઇ છું. વિદ્યાર્થીએ વીડિયોમાં કહ્યું કે મારી માતા, પિતા અને ભાઈ આ લગ્નની વિરુદ્ધ હતા. અમારો પ્રેમસંબંધ ઘણા સમયથી ચાલતો હતો. હું તેની પાસે કોચિંગ ભણવા જતી હતી અને તે દરમિયાન અમે બંને પ્રેમમાં પડ્યા હતા. તેણે કહ્યું કે તેણે ત્રણ મહિના પહેલા કોચિંગ છોડી દીધું હતું. જ્યારે પણ હું ઘરે તેમની સાથે વાત કરતી ત્યારે મારા પરિવારના સભ્યો વિરોધ કરતા અને મારપીટ કરતા હતા.

વીડિયોમાં વિદ્યાર્થી જણાવે છે કે પરિવારના સભ્યોનું વલણ જોઈને હું મારા પ્રિય શિક્ષક બંધુ ચૌધરી સાથે ભાગી ગઇ હતી. જો હવે હું બંધુ ચૌધરી સાથે જીવું છું અને જો હું મરીશ તો બંધુ ચૌધરી સાથે જ… જો મારા પરિવારના સભ્યો મને મારવાનો પ્રયાસ કરે તો હું શું કરીશ? યુવતીએ વધુમાં જણાવ્યું કે મારા પરિવારજનોએ નવલપુર પોલીસ સ્ટેશનમાં ખોટો કેસ કર્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયા બાદ હવે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે.

તમને જણાવી દઈએ કે, આ આખો મામલો બેતિયાના નવલપુર ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર ગામનો છે. જ્યાં સ્ટુડન્ટ કાજલ કુમારી અને ટીચર બંધુ ચૌધરી પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયા હતા. વિદ્યાર્થીના પિતા રામનાથ સાહે નવલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો છે. જે બાદ યુવતીએ પોતાનો વીડિયો વાયરલ કર્યો છે, આ આખો મામલો પ્રેમ પ્રકરણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અનોખી પ્રેમ કહાની બિહારના પશ્ચિમ ચંપારણથી સામે આવી છે.

Shah Jina