“તારક મહેતા”ના બાપુજીની પત્ની તેમની પાસે આ શું કરાવી રહી છે? ફેન્સના હોંશ ઉડી ગયા

જેઠાના બાપુજીની પત્નીએ જુઓ કેવી હાલત કરી, વીડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઇ ગયા

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. તેવું જ શોમાં એક પાત્ર છે બાપુજી એટલે કે ચંપકલાલ ગડાનું.

અવાર નવાર શોની સ્ટારકાસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. એવામાં આજે અમે તમને શોના જેઠાલાલના બાપુજી ચંપકલાાલ ગડાનો એક વીડિયો બતાવીશુ, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ આ વીડિયોમાં પત્નીના ઇશારા પર કામ કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં તેઓ તેમની પત્નીના કહેવા અનુસાર પોતા મારી રહ્યા છે. પત્ની તેમને હાથથી પોતા કરવાના ગુણ શીખવી રહી છે. સોફા પર બેઠા બેઠા પત્ની કૃતિ તેમને કેવી રીતે પોતુ નીચોવું અને ફ્લોર પર કેવી રીતે મારવુ તે પણ કહી રહી છે.

આ ફની વીડિયો અમિત ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે અને તેમની પત્ની સોશિયલ મીડિયા પર ઘણી આવી રિલ્સ બનાવે છે અને ચાહકોનું મનોરંજન કરે છે. આ વીડિયો જોઇ ચાહકો ઘણા હસી રહ્યા છે.

આ કપલે પહેલા પણ ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. તેઓના ઘણા વીડિયોમાં તેમની સાથે દીકરો પણ જોવા મળે છે. અસલ જીવનમાં અમિત ઘણા ફન લવિંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

Shah Jina