ખબર

જામનગરમાં મિત્રનો વિયોગ સહી ના શક્યો બીજો મિત્ર, સુસાઇડ નોટમાં “જીગરી તારા વગર બધુ નકામુ” લખીને કર્યું મોતને વહાલું

જામનગરમાં ધવલનું નિધન થયું તો 23 વર્ષના મિત્ર મોહિતે કરી લીધી આત્મહત્યા, સુસાઇડ નોટ જોઈને તમારી આંખો રડી પડશે 😰😰😰

એવું કહેવામાં આવે છે કે જીવનમાં એક મિત્ર તો એવો હોવો જોઈએ એ જરૂરિયાત પડે પોતાનો જીવ પણ કુરબાન કરી દેતો હોય. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં સામે આવે છે કે જરૂરિયાત પડતા મિત્ર દૂર ભાગતા હોય છે, તો ઘણા કિસ્સાઓમાં છેલ્લા શ્વાસ સુધી પણ લોકો મિત્રતા નિભાવતા હોય છે, મિત્રતાની એક એવી જ ઘટના જામનગરમાં જોવા મળી, જ્યાં એક મિત્રનો વિયોગ બીજો મિત્ર સહન ના કરી શક્યો અને તેણે મોતને વહાલું કર્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં જિલ્લામાં આવેલા ચાંપબેરાજા ગામમાં રહેતા 23 વર્ષીય યુવાન મોહિત ભટ્ટ તેના જીગર જાન મિત્ર ધવલનું નિધન સહન કરી ના શક્યો અને મિત્ર વિરહમાં ધવલના નિધનના એક મહિના બાદ જ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. મોહિતે પોતાના ઘરમાં જ ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેને સુસાઇડ નોટ પણ લખી હતી.

મોહિત અને ધવલ રાવલ બે ખાસ મિત્રો હતો. ધવલને રોજગારી ના મળવાના કારણે તેને આપઘાત કરી લીધો હતો. ધવલના મોત બાદ મોહિત પણ ગુમસુમ રહેતો હતો અને એક મહિના બાદ તેને પણ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું, એવું મોહિતના ભાઈ યજ્ઞેશ ભટ્ટે જણાવ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી સુસાઇડ નોટ મેળવીને વધુ તપાસ હાથ ધરી.

મોહિતે સુસાઇડમાં લખ્યું હતું કે, “ધવલના મોતની અંતિમ વિધિ થાય તે માટે આટલા દિવસ સુધી જીવતો રહ્યો હતો. મહાદેવ મામા તમને બધાને મુકીને જાવ છુ. હવે મારાથી રહેવાતુ નથી, મારા જીગરી, કંઈ ભુલ થઈ હોય તો માફ કરજો. મારા મમ્મીનું ધ્યાન રાખજો બસ. આગળ તેણે લખ્યું હતું કે “પપ્પાએ મને શીખવ્યુ છે કે કોઈનો સાથ છોડવો નહીં અને ધવલ તો મારો જીવ હતો, જીગર જાન હતો એના વગર તો બધુ નકામુ, આવજો…!”

એક જ મહિનામાં બે યુવાન મિત્રોના મોતના કારણે ગામની અંદર પણ ગમગીની ફેલાઈ ગઈ છે સાથે જ મોહિતના પરિવારમાં પણ દુઃખનો માહોલ ફરી વળ્યો છે. ધવલ સિક્કા ગામમાં રહેતો હતો અને તેને 7 જુલાઈના રોજ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું, હજુ તો તેના નિધનને એક મહિનો પણ નહોતો થયો ત્યાં જ તેનો જીગરજાન દોસ્ત મોહિત પણ મોતને વહાલું કરી ગયો.