રીલ બનાવવાના ચક્કરમાં હાઇવે પર બુલેટ ચલાવતા ચલાવતા હેલ્મેટ પહેર્યા વગર હાથમાં બિયર લઈને પી રહ્યો હતો યુવક, વાયરલ થતા જ થયું એવું કે….

હાથમાં બિયરનું કેન લઈને બુલેટ પર રોલા પાડવા નીકળેલા આ યુવકનો પોલીસે કરી નાખ્યો ફિયાસ્કો, એક રીલ પડી અધધધ હજારમાં, જુઓ વીડિયો

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ જમાનામાં લોકોને કોઈપણ રીતે ફેમસ થવું છે. ફેમસ થવા માટે લોકો અલગ અલગ પ્રકારના કારનામા પણ કરતા હોય છે, ઘણા લોકો સ્ટન્ટ કરીને ફેમસ થવા માટે જતા હોય છે તો ઘણા લોકો એવા કારનામા કરે છે કે જેને જોઈને લોકોના જીવ પણ તાળવે ચોંટી જતા હોય છે.

ઘણીવાર કેટલાક લોકો વીડિયો બનાવવાં ચક્કરમાં નિયમો તોડતા હોય છે અને કાયદો પણ પોતાના હાથમાં લઇ લેતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક હાઇવે પર ચાલુ બુલેટ હાથમાં બિયર લઈને પીતો જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ.

આ વીડિયો ગાજિયાબાદનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં દેખાઈ રહેલો યુવક દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર આ સ્ટન્ટબાજી કરતો જોવા મળ્યો હતો. તે એટલો ટશનમાં જોવા મળ્યો હતો કે તેના એક હાથમાં બિયરનું કેન અને બીજા હાથમાં બુલેટનું સ્ટેરીંગ હતું. આ ઉપરાંત યુવકે હેલ્મેટ પણ નહોતું પહેર્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર વીડિયોમાં બુલેટ ચલાવી રહેલા વ્યક્તિનો વીડિયો ગાજિયાબાદ પોલીસના હાથે પણ લાગી ગયો અને પોલીસ દ્વારા તેના પર 31 હજાર રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો, મીડિયા રિપોર્ટ અનુસાર, આ બુલેટ ગાજિયાબાદના અસાલતપુર જાટવ વસ્તીના રહેવાસી અભિષેક નામ પર રજીસ્ટર્ડ હતું. પોલીસે ઓનલાઇન ચલણ કાપીને ઘરે મોકલી દીધું છે.

Niraj Patel