ચંપલ પહેરીને બાઇક ચલાવવા વાળા ધ્યાન આપો ! અધધધધ ચલણ કપાઈ શકે છે

ચંપલ પહેરી ન ચલાવો બાઇક, નહિ તો કપાઇ શકે છે તગડુ ચલાણ, રકમ સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે

જો તમે પણ બાઇક કે સ્કૂટી ચલાવો છો તો ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એક નાની ભૂલ તમારા ખિસ્સા પરનો ભાર વધારી શકે છે. જો તમે ચંપલ અને સેન્ડલ પહેરી સ્કૂટી અને બાઇક ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં, જો તમે ચપ્પલ અને સેન્ડલ પહેરીને બાઇક અથવા સ્કૂટી ચલાવતા પકડાવ તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ ભૂલ માટે તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે ચપ્પલ અને સેન્ડલ પહેરીને બાઇક અથવા સ્કૂટી ચલાવવી એ ગુનાની શ્રેણીમાં આવે છે અને મોટર વ્હીકલ એક્ટના નિયમો અનુસાર ડ્રાઇવિંગ કરતી વખતે કેટલીક વસ્તુઓ પહેરવી ફરજિયાત છે.

જો તમે આ નિયમોને અવગણશો તો આ બેદરકારી તમને ભારે પડી શકે છે. આ નિયમો ડ્રાઇવરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે અને બહુ ઓછા લોકો આવા નિયમોનું પાલન કરે છે. ભારતમાં ટ્રાફિક નિયમો અનુસાર, જો તમે ટુ વ્હીલર ચલાવો છો, તો તમારે સંપૂર્ણપણે બંધ જૂતા પહેરવા જરૂરી છે અને આમ ન કરવા પર તમને દંડ થઈ શકે છે. જો તમે ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને ડ્રાઇવિંગ કરતા પકડાઈ જાઓ છો, તો ટ્રાફિક પોલીસને તમારું ચલણ કાપવાનો અધિકાર છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ આ બેદરકારી બદલ તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

ચપ્પલ ઉપરાંત, તમારે ટુ વ્હીલર ચલાવતી વખતે ખાસ ડ્રેસ કોડને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ટુ-વ્હીલર ચલાવતી વખતે પેન્ટ સાથે શર્ટ કે ટીશર્ટ પહેરવું પણ જરૂરી છે, એટલે કે શરીરના ઉપરના ભાગમાં યોગ્ય કપડાં પહેરવા ફરજિયાત છે. જો તમે આ નિયમની અવગણના કરો છો, તો તમારે 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ગિયર સાથે ટુ વ્હીલર ચલાવવા માટે સ્લીપર અથવા સેન્ડલ પહેરવું સલામતીની દૃષ્ટિએ સલામત નથી અને તે જોખમી સાબિત થઈ શકે છે. ચંપલને કારણે અકસ્માતનો ખતરો વધી જાય છે,

તેથી આ નિયમો ઘણા સમય પહેલા મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ નિયમો વિશે બહુ ઓછા લોકો જાણે છે. હવે વિભાગ આ નિયમોને લઈને ખૂબ જ કડક છે અને વધતા અકસ્માતોને રોકવા માટે આ નિયમોનું ગંભીરતાથી પાલન કરવા તૈયાર છે. તેથી આગલી વખતે જ્યારે તમે બાઇક અથવા સ્કૂટી દ્વારા ઘરની બહાર નીકળો ત્યારે આ નિયમોનું ચોક્કસ પાલન કરો.

Shah Jina