ઢોલીવુડ મનોરંજન

“ચાલ જીવી લઈએ” એક અદભુત સફર, એક રોમાંચક અનુભવ, વાંચો કેવી રીતે સ્ફૂર્યા બીજ આ ફિલ્મના

ગુજરાતી સિનેમામાં બહુ ઓછી ફિલ્મો એવી આવે છે જે હૃદયને સ્પર્શી જાય, જે જીવવાનું કારણ બની જાય, ગુજરાતીમાં જ નહિ પરંતુ બૉલીવુડ હોય કે હોલીવુડ, આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મો તમારા હ્ર્દયને સ્પર્શતી હોય એ પ્રકારની જોવા મળશે. પરંતુ ગુજરાતી સિનેમામાં એક ફિલ્મ ગયા વર્ષે આવી અને લાખો લોકોના હૃદયમાં સ્પર્શી ગઈ, આજે પણ આ ફિલ્મ જોતા એટલે જ તાજી લાગે, જેટલીવાર જોઈએ એટલીવાર દિલમાંથી એક જ આવાજ આવે “ચાલ બીજી વાર જોઈ લઈએ” અને આ ફિલ્મ છે “ચાલ જીવી લઈએ.” દર્શકોના પ્રેમ અને ફિલ્મ પ્રત્યેની લાગણી જોઈને 31 જાન્યુઆરીએ ફિલ્મને રી-રિલીઝ પણ કરવામાં આવી.

જેટલી મઝાની આ ફિલ્મ છે એટલી જ મઝાની ફિલ્મ સાથે જોડાયેલી વાતો પણ છે, ડાયરેક્ટર વિપુલ શર્માએ પોતાના અનુભવો શેર કર્યા ત્યારે ખરેખર ફિલ્મ માટે એક અલગ પ્રકારની લાગણી બંધાઈ ગઈ, તમને પણ આ વાંચીને કંઈક એવું જ થશે.

આજની ભાગદોડ ભરેલા જીવનમાં આપણે પરિવાર માટે તો દૂર પરંતુ પોતાના માટે પણ સમય નથી કાઢી શકતા ત્યારે એવું જ ફિલ્મના ડાયરેક્ટર વિપુલ મહેતા સાથે પણ બન્યું, વિપુલ મહેતા પણ પોતાના કામના કારણે પોતાના પરિવારને સમય નહોતા આપી શકતા અને એ દરમિયાન જ તેમને પણ પોતાની વ્યસ્તતા જોતા જ આ ફિલ્મનું બીજ સ્ફૂર્યું હતું.

ફિલ્મમાં અભિનય માટે પસંદ થયા ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમની સાથે જ ગુજરાતી ફિલ્મોમાં ઉભરતા બે નામ. યશ સોની અને આરોહી પટેલ. જેમને તમે ફિલ્મમાં સફળ અભિનય કરતા જોયા જ છે. પણ આપણે આજે વાત કરવાની છે પડદા પાછળની. પડદા ઉપર આ ફિલ્મ જેટલી સરળ અને સાહજિક લાગે છે એટલી જ મુશ્કેલી આ ફિલ્મ બનાવતા ટીમને આવી છે.

ગુજરાતી ફિલ્મ માટે લોકેશનની વાત આવે ત્યારે અમદાવાદ કે ગુજરાતની જ કોઈ જગ્યા યાદ આવે, પરંતુ આ ફિલ્મ માટે જગ્યા નક્કી થઇ ઉત્તરાખંડ. ફિલ્મના પ્રોડ્યુસર રશ્મિન મજેઠિયાએ ઉત્તરાખંડને પસંદગી પણ આપી દીધી. આ ફિલ્મમાં મોટાભાગના દૃશ્યો ઉત્તરાખંડમાં આકાર પામ્યા છે પરંતુ એ દૃશ્યોને કેમેરામાં કેદ કરવા માટે પણ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ધોધમાર વરસાદ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ખરી પરીક્ષાનો સમય ટીમને પસાર કરવો પડ્યો, કાચા પોચા હૈયાના લોકોને તો એમ થાય કે હવે સ્થળ જ બદલી નાખીએ પરંતુ “ચાલ જીવી લઈએ”ની ટિમ દ્વારા સતત ઉત્સાહ બતાવવામાં આવ્યો અને આ ફિલ્મનું શૂટિંગ ત્યાં પૂર્ણ કર્યુ.

આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેત્રી અરુણા ઈરાનીની પસંગી પણ ખુબ જ યોગ્ય રીતે કરવામાં આવી છે, ઘણી જ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરનાર અરુણા ઈરાનીએ પણ આ ફિલ્મ પાછળ પોતાનું પૂરતું યોગદાન આપ્યું છે.

ફિલ્મમાં સંગીત માટે સચિન-જીગર પણ ખરા ઉતર્યા, ફિલ્મના ગીતો પણ લોકોના હૃદયમાં સ્થાન જન્માવવામાં સફળ રહ્યા, જેમ ફિલ્મ એક વર્ષસુધી સિનેમાઘરોમાં લોકપ્રિય રહી છે તેમ ફિલ્મ ગીતો આજે પણ હૈયાને સ્પર્શી જાય છે.

ફિલ્મના તમામ પાસાઓને તપાસતા “ચાલ જીવી લઈએ” ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક ઉત્કૃષ્ટ ફિલ્મ તરીકે સામે આવી, ફિલ્મનું સંગીત હોય, ડાયરેક્શન હોય કે કથાનક સાથે પાત્રોનો અભિનય પણ એકદમ સાહજિક રીતે ભળી ગયો, વિપુલ મહેતા ગુજરાતી ફિલ્મો માટેનું તદ્દન મૌલિક કથાનક ગુજરાતી સિનેમાને એક નવી ઊંચાઈએ લઇ ગયું. આજના સમયના વર્કોહોલિક વ્યક્તિની વાતને સુપેરે વ્યક્ત કરી બતાવ્યું, સાથે ઘણા લોકો માટે જીવવાનું એક નવું કારણ પણ આ ફિલ્મ બની, ઘણા લોકોના જાત અનુભવને લોકો એ આ ફિલ્મ જોયા બાદ વ્યક્ત કર્યા, ઘણા લોકોએ તો આવી ફિલ્મ બનાવવા માટે ફિલ્મના અભિનેતા સાથે ફિલ્મ સાથે જોડાયેલા ઘણા લોકોને ધન્યવાદ પણ પાઠવ્યો.

ત્યારે ડિરેક્ટર વિપુલ મહેતા, પ્રોડ્યુસર રશ્મિન મજેઠિયા અને “ચાલ જીવી લઈએ”ની ટીમને તેમને કરેલા સંઘર્ષ અને અથાગ મહેનતનું પરિણામ દર્શકોના બહોળા પ્રતિસાદના રૂપમાં મળ્યું.


“ચાલ જીવી લઈએ” ફિલ્મને એક વર્ષ પૂર્ણ થતાની સાથે જ તેને ફરીવાર રી-રિલીઝ કરવામાં આવી છે, આ ફિલ્મ બીજીવાર જોવા માટેના એક-બે નહિ પરંતુ 10 કારણો અમે તમારી સામે લઈને આવ્યા છીએ, તમે પણ નીચે ક્લિક કરીને વાંચો “ચાલ જીવી લઈએ”ને બીજીવાર જોઈ લેવાના 10 કારણો.
10 reasons why I should watch ચાલ જીવી લઈએ Again ?

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.