Diwali Special Recipy રસોઈ

ચકરી- દિવાળીના નાસ્તામાં બનાવો માર્કેટ જેવી જ ક્રિસ્પી ને સોફ્ટ ચકરી હવે ઘરે, એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને

ચકરી એક ભારતીય પરંપરાગત નાસ્તો છે. જે દેખાવમાં એકદમ ગોળ ગોળ ને ખાવામાં એકદમ નમકીન છે. મોટેભાગે એ દિવાળી જેવા ત્યોહારમાં ઘરે બનાવવામાં આવે છે. આ નમકીન ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે. અને આને બનાવવા માટે પણ અલગ અલગ લોટનો ઉપયોગ થાય છે. જેમકે મહારાષ્ટ્રમાં ચકલીના નામે આ નમકીન ફેમસ છે ને ગુજરાતમાં ચકરી ના નામથી ઓળખાય છે. આને બનાવવા માટે ગુજરાતી લોકો મોટેભાગે ઘઉનો લોટનો જ ઉપયોગ કરે છે. આમાં આદું મરચાની પેસ્ટ નો ઉપયોગ થતો હોવાથી આરામથી પચી પણ જાય છે. અત્યારે તો આ ચકરી ઘણી ફ્લેવરમાં બનાવી શકાય છે. જેમકે દાબેલી ફ્લેવર, પાણીપૂરી ફ્લેવર વગેરે…. તો ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને બનાવીએ ગુજરાતીઓના ઘરે ઘરે બનતી ચકરી.

સામગ્રી :

  • 1 કપ, ઘઉનો લોટ,
  • 1, ટી સ્પૂન, આદું મરચાની પેસ્ટ,
  • મીંઠું, હળદર, મરચું સ્વાદ મુજબ,
  • તેલ તળવા માટે અને મોણ માટે 2 ચમચી,
  • 1 ટી સ્પૂન , તલ,
  • ¾ દહી, જરૂર મુજબ,

રીત :

સૌ પ્રથમ ઘઉના લોટને એક ડબ્બામાં મૂકો અને હવે એક મોટું 4 કે 5 લીટરનું પ્રેશર કુકર લઈને એમાંથોડું પાણી નાખી નીચે કાંઠો મૂકી ઉપર આ લોટને બાફવા મૂકવો ને 20 મિનિટ સુધી બાફવા દેવો. આને તમે કોરા લોટની પોટલી કરીને પણ બાફી શકો છો. અને ડબ્બામાં મૂકીને બંને રીતે સરખો જ બફાશે.
હવે પ્રેશર કુકરને ઠંડુ થાય એટ્લે ખોલો.
આ પછી ધીમે રહીને ડબ્બાનો લોટ ખોલો ને જુઓ કે બફાઈ ગયો છે ને .
હવે ડબ્બાનો લોટ એક કાથરોટમાં કાઢો.

તમે જો લોટને અડીને જોશો તો લોટ એકદમ કઠણ થઈ ગયો હશે. એટ્લે તેને દસતાની મદદથી ખાંડી લો. આ પ્રોસેસ ધીમે ધીમે કરવી ને ધ્યાન રહે કે લોટમાં એક પણ ગાંઠો ન રહે.

જો ખાંડેલા લોટમાં ગાંઠો દેખાય તો એને ચાળણીની મદદથી ચાળી લો. આમ કરવાથી ચકરી બનાવવામાં એકદમ સરળતા રહેશે.
પછી એ ચાળેલા લોટમાં, મીંઠું, હળદર, મસાલો, મોણ માટેનું તેલ , તલ અને દહી ને એડ કરો.
હવે આ બધી જ વસ્તુને સરસ રીતે હાથની મદદથી મિક્સ કરો ને લોટની કણક બાંધો.
હવે ચકરી નો લોટ તૈયાર છે. એટ્લે ચકરી બનાવવા સંચાની અને ચકરીની જાળીની જરૂર પડશે. તો તમે એ લઈને સંચાને અંદરના ભાગે અને જાળીને તેલ વાળી કરી દેવી જેથી ચકરી બનાવટી વખતે લોટ ચોટે નહી.
હવે સંચામાં લોટ ભરીને એક પ્લેટમાં ચકરી પાડો. એના માટે તમારે સંચાને ગોળ ગોળ ધુમાવીને એક પ્લેટમાં ફોટામાં બતાવેલ છે એમ ચકરી પાડવાની છે. યાદ રહે ચકરી તૂટી ન જાય, નહીતર એ એના આકારમાં તલાશે નહી.
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ મૂકીને તેને ગરમ થવા દો ને તાવેથાની મદદથી એક એક ચકરી લઈને ગરમ તેલમાં તળો. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે.અને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
હવે તમારી ચકરી એકદમ તૈયાર છે, ઠંડી થાય એટ્લે એર ટાઈટ ડબ્બામાં ભરી દો. એક મહિના સુધી એકદમ તાજી જ રહેશે. અને દિવાળીમાં આવનાર મહેમાનનું સ્વાગત કરો આ સ્વાદિષ્ટ નાસ્તાથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.