જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

6 એપ્રિલ 2019: ચૈત્રી નવરાત્રી નિમિતે માતાજીની કૃપા મેળવવા માટે રાશિ અનુસાર કરો પૂજા વિધિ…

ચૈત્રી નવરાત્રીમાં બધા લોકો મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે. બધા ભક્તો માને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે. આ વખતે ચૈત્રી નવરાત્રિનો પર્વ 6 એપ્રિલ શનિવારથી શરૂ થાય છે અને 14 એપ્રિલ રવિવારે સુધી ચાલશે. તેમજ માને પ્રસન્ન કરવા માટે રાશિ અનુસાર આ ઉપાય કરો જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. અને તમારી કિસ્મત ચમકી જશે….

1) મેષ રાશિમેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો એ દુર્ગા માના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવી. પૂજામાં લાલ ફૂલનો ઉપયોગ કરવો. તેમજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો લાભકારી માનવામાં આવે છે.

2) વૃષભ રાશીવૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તેથી વૃષભ રાશિના જાતકો એ નવરાત્રીમાં માતાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા ઉપાસના કરવી. પૂજામાં ફૂલોનો પ્રયોગ કરવો. એ તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને અવિવાહિત જાતકોને લગ્નના પ્રસ્તાવ મળશે.

3) મિથુન રાશિમિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોએ મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવી. તેમજ દુર્ગા કવચનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

4) કર્ક રાશિકર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્રમાં છે. કર્ક રાશિના જાતકો એ નવરાત્રીમાં મા દુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલપુત્રીની પૂજા અર્ચના કરવી. તેમજ લાલ અને પીળા ફુલ અર્પણ કરવા. તેમજ લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ કરવો જેથી તમને સફળતા મળશે અને ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે.

5) સિંહ રાશીસિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે આ રાશિના જાતકોએ નવરાત્રિમાં મા દુર્ગાના ચોથા સ્વરૂપ કૃષ્માડા પૂજા-અર્ચના કરવી તેમજ લાલ ફૂલ ચડાવવા. તેમજ મા દુર્ગાના મંત્રનો 108 વાર જાપ કરો લાભકારી માનવામાં આવે છે.

6) કન્યા રાશિકન્યા રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કન્યા રાશિના જાતકોએ મા દુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચર્યની પૂજા અર્ચના કરવી. કન્યાઓને લાલ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જેથી તમારી દરેક પરેશાની દૂર થશે.

7) તુલા રાશિતુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે આ રાશિના જાતકોએ માં દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવી તેમજ પીળા ફુલ અર્પણ કરવા. તેમજ સપ્તશતી પાઠ કરવો. આ કરવાથી કુંવારી કન્યાઓને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે.

8) વૃશ્ચિક રાશિવૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહ મંગળ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો કઈ નવરાત્રીમા સ્કંદમાતાની પૂજા અર્ચના કરવી. તેમજ સપ્તશતીનો પાઠ કરવો. જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

9) ધનુ રાશિધનુ રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. આ રાશિના જાતકોએ મા દુર્ગાના સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવી. તેમજ સારા મુહૂર્તમાં શ્રી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો જે તમને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે.

10) મકર રાશિમકર આ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. આ રાશિના જાતકો એ નવરાત્રિમાં મા દુર્ગાનું સ્વરૂપ કાલરાત્રિની પૂજા અર્ચના કરવી. જેથી તમને સુખ વૈભવ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

11) કુંભ રાશિકુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. આ રાશિના જાતકોએ મા દુર્ગાનું સ્વરૂપ કાલરાત્રિની પૂજા અર્ચના કરવી. તેમજ દેવી કવચનો પાઠ કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી મુસીબતો અને અંધકારમય દૂર થશે.

12) મીન રાશિમીન રાશિના સ્વામી ગ્રહ ગુરુ છે. આ રાશિના જાતકોએ મા દુર્ગાના સ્વરૂપ ચંદ્રઘંટાને પૂજા અર્ચના કરવી. તેમજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો. તેઓ કરવાથી તમારા જીવનમાં સફળતાને પ્રાપ્તિ થશે અને દરેક કષ્ટો દૂર થશે.

જય દુર્ગા માં..
જય અંબે મા..

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks