નવરાત્રીના દિવસોમાં જે પણ સાધક માતાની કૃપા મેળવવા માંગો છો તો આ ચૈત્રી નવરાત્રીમાં આખા નવ દિવસ ભગવતી દુર્ગાના આ સિદ્ધ મંત્રોનો જાપ કરી લો. આ મંત્રોના જાપથી અચાનક ધનની પ્રાપ્તિ, ઈચ્છીત નોકરી, વેપારમાં લાભ સાથે અનેક મનોકામના પૂરી થવા લાગે છે અને માતા મુસીબતોથી રક્ષા પણ કરે છે. જાણો કયા મંત્રોના જાપથી શીઘ્ર પ્રસન્ન થઇ જાય છે મા દુર્ગા.

અચાનક ધનપ્રાપ્તિ માટે – નવરાત્રીમાં શુદ્ધ થઈને મા દુર્ગાના મંદિરમાં કે ઘરમાં જ પૂજાસ્થળે ઉત્તર દિશા તરફ મુખ કરીને પીળા આસન પર બેસી જાઓ. હવે માટીના કોળિયાના નવા નવ દીવા માતા સામે પ્રગટાવો. ધ્યાન રાખો જ્યાં સુધી તમારી પૂજા ચાલતી રહે ત્યાં સુધી આ દીવડાઓ ચાલુ રહેવા જોઈએ. દીવાની સામે લાલ ચોખાનો એક ઢગલો બનાવીને એના પર એક શ્રીયંત્ર સ્થાપિત કરીને કંકુ, ફૂલ, ધૂપ, દીવાથી પૂજા કરો.

હવે આ મંત્રના જાપ સફેદ સ્ફટિકની માળાથી જાપ કરો –
મંત્ર – ।। ऊँ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम: ।।
મંત્ર જાપ પૂરા થવા બાદ માતાને પોતાની મનોકામનાની પ્રાર્થના કરો. બીજા દિવસે સવારે શ્રીયંત્રને પોતાના પૂજા સ્થળ પર સ્થાપિત કરી લો અને બધી જ પૂજા સામગ્રી કોઈ નદીમાં પધરાવી દો કે પછી એકાંત શુદ્ધ જગ્યા પર દાટી દો. આ ઉપાયના કેટલાક જ દિવસોમાં ધનપ્રાપ્તિની કામના પુરી થવા લાગશે.

ઈચ્છીત નોકરી, વેપારમાં લાભ માટે – ચૈત્રી નવરાત્રીમાં સવારે ઘરના પૂજાસ્થળમાં એક સફેદ રંગના સુતરનું આસન પાથરીને એના પર પૂર્વ દિશા તરફ મુખ કરીને એના પર બેસી જાઓ. હવે પોતાની સામે પીળું કપડું પાથરીને એના પર 108 દાણાવાળી સ્ફટિકની માળા રાખી દો અને એના પર કેસર અને અત્તર છાંટીને એની ધૂપ-દીપથી પૂજા કરો. પૂજા બાદ નીચે જણાવવામાં આવેલા મંત્રનો 251 વાર એ જ સ્ફટિકની માળાથી જાપ કરો, જાપ સવારે અને સાંજે બંને સમયે કરવાનો છે. આ ઉપાય બાદ ઈચ્છીત કામના પુરી થઇ જાય છે.
મંત્ર – ।। ऊँ ह्लीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा ।।
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.