વર્ષમા ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર, અષાઢ અશ્વિની અને મહા આ નવરાત્રિ નવ દિવસની હોય છે. આ બઘી નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી અને અશ્વિન મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જેને વસંતી અને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય છે. જેમાં દેવીમાની સાથે સાથે મા કુળદેવીની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

આજે આપણે 2019માં ચૈત્રી નવરાત્રિના મહાપર્વની તિથિ શુભ મુહૂર્ત અને નવ દિવસ અખંડ જ્યોતની પૂજા વિધિના નિયમો…
ચૈત્રી નવરાત્રી 2019 કળશ સ્થાપના મુહૂર્ત:-
વર્ષ 2019માં ચૈત્રી નવરાત્રિનો આરંભ ૬ એપ્રિલ શનિવારના દિવસથી થાય છે અને 14 એપ્રિલ સુધી ચાલશે.
સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6:09 થી 10:09 મિનિટ સુધી રહેશે.
ધ્યાન રાખવું કે કળશ સ્થાપના ખાલી પ્રતિપ્રદાના તિથિમાં કરો શુભ માનવામાં આવે છે.
- પ્રતિ પ્રદા તીથી આરંભ:-5 એપ્રિલ શુક્રવાર 14 :20 મિનિટ.
- પ્રતિ પ્રજાતિથી સમાપ્ત 6 એપ્રિલ શનિવાર 15: 23 મિનીટ.

કળશ ઘટ સ્થાપના પૂજા વિધિ:-
ચૈત્રી નવરાત્રી નવ દિવસ ચાલવા વાળી દેવી માને સમર્પિત પર્વ છે. પૂજનવિધીમાં સૌપ્રથમ ઘટ સ્થાપના સાથે કરવામાં આવે છે.
- નવરાત્રિમાં ઘટસ્થાપનાનો વિશેષ મહત્વ હોય છે. સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને પ્રથમ સંકલ્પ કરવો.
- ત્યાર પછી કળશની સ્થાપના કરવામાં આવે છે. તેમાં કુળદેવીની પ્રતિમા રાખવામાં આવે છે.
- જો સંભવ હોય તો દુર્ગાસપ્તશતીનો પાઠ અવશ્ય કરવો.
- પૂજા કરતી વખતે કળશની પાસે અખંડ દીવો પ્રજ્વલિત કરવો.
- માતાના આ 9 દિવસમાં સાચી શ્રદ્ધા પૂજા અને મંત્ર પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
અખંડ જ્યોત પ્રગટાવવાના નિયમ:-
નવરાત્રીમાં ભક્તો ઘણી બધી રીતે માને પ્રસંગ કરતા હોય છે તેમાંના ઘણા લોકો અખંડ જ્યોત રાખે છે. એવું નથી કે અખંડ જ્યોત પિત્તળના પાત્રમાં જ રખાય. માટીના પાત્રો પણ તમે લઈ શકો છો.
જો તમે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવતો ઘરમાં નવ દિવસ સુધી ક્યારે પણ તાળું ન લગાડવું. ઘરમાં કોઈ વ્યક્તિ હોવું જરૂરી છે.

માન્યતા છે કે નવરાત્રિમાં દેશી ઘીનો અખંડ જ્યોત પ્રગટાવવાની મા ભગવતી જલદી પ્રસન્ન થાય છે અને કાર્ય સિદ્ધ થાય છે પરંતુ જો તમારા ઘરમાં દેશી ઘીના હોય તો તેલ ઘી અને સરસોનું તેલ પણ ઉત્તમ છે.
માન્યતા છે કે જો તમે સંકલ્પ લઈને અખંડ જ્યોત પ્રગટાવો તો તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ
- અખંડ જ્યોત ક્યારે પણ ખાલી જમીન પર ન રાખવી. તે ચોકી ઉપર રાખવી.
- અખંડ જ્યોતની વાટ (દિવેટ) બનાવો તે સવા હાથ લાંબી હોવી જોઈએ.
- અખંડ જ્યોત ઘીની હોય તો દેવી માને જમણે સાઈડ રાખવી. અને જો અખંડ જ્યોત તેલની હોય તો ડાબી બાજુ રાખવી શુભ માનવામાં આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks