હેલ્થ

ચહેરાની ત્વચાને ગોરી અને ચમકદાર બનાવશે આ 1 મિશ્રણ, પાર્લરમાં જવાની નહિ પડે જરૂર

આપણા દરેક લોકોની દિલી તમન્ના હોય છે કે આપણે સુંદર દેખાઈએ અને હંમેશા આપણી ત્વચા યુવાન દેખાય, ચમકતી રહે. તો આ માટે આપણે ઘણા લોકો પાર્લરમાં જતા હોઈએ છીએ, ડોક્ટરની મદદ લેતા હોઈએ છીએ અને ઘણા પ્રકારની કેમિકલ યુક્ત ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ.

પરંતુ આપણામાંથી બધા જ જાણે છે કે આ પ્રકારની કોઈ પણ ટ્રીટમેન્ટ આપણી ત્વચા માટે લાંબા સમયે નુકશાનકારક સાબિત થાય છે. કારણ કે હંમેશા યુવાન દેખાવા માટે આપણે આ ટ્રીટમેન્ટ વારંવાર કરાવવી પડતી હોય છે. અને વધુ પડતો કેમિકલનો ઉપયોગ આપણી ત્વચા માટે હાનિકારક બની શકે છે.

Image Source

સાથે જ આજના સમયમાં પ્રદુષણયુક્ત હવા પાણી ત્વચાને વધુ નુકશાન કરે છે. જેને કારણે આપણી ત્વચાને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. ત્યારે આપણી ત્વચા માટે કોઈ કુદરતી ઉપચાર કરાવવો જરૂરી બને છે. કારણ કે એનાથી ત્વચા સુંદર પણ બને છે અને કોઈ આડઅસર પણ નથી થતી.

ત્યારે આજે જાણીએ આવો જ એક કુદરતી ઉપચાર જેને તમે જાતે જ ઘરે કરી શકો છો અને ત્વચાને સુંદર અને ચમકતી રાખી શકો છો. આ ઉપચાર દ્વારા તમારી ત્વચા ચમકતી અને સુંદર બનશે અને નિખાર આવશે. જે ઉપચાર વિશે વાત કરી રહયા છીએ એ ઉપચાર છે, હળદર, ચણાનો લોટ અને એલોવેરા જેલની પેસ્ટનો. આ પેસ્ટના ઉપયોગથી ત્વચા પર રહેલી વધારાની ગંદકી દૂર થઇ જાય છે અને ત્વચા પરના ડેડસેલ્સ પણ દૂર થઇ જાય છે. જેથી ત્વચા ચમકતી અને સુંદર બને છે.

Image Source

જે ખાસ પેસ્ટથી આ બધા જ ફાયદા થાય છે, એ પેસ્ટ બનાવવા માટેની રીત – એક વાટકીની અંદર એક ચમચી હળદર, એક ચમચી ચણાનો લોટ અને એટલી જ માત્રામાં એલોવેરા જેલ ભેળવીને બધું જ સારી રીતે મિક્સ કરી લો.

એટલે એક પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર થઇ જશે અને આ મિશ્રણને ચહેરાને સાફ કરીને તેના પર લગાવી દો. હવે તેને ૩૦-૪૦ મિનિટ સુધી આમ જ રહેવા દો અને ચહેરા પર લગાવેલું આ મિશ્રણ સુકાઈ જાય એટલે સાફ પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં આવું ૨ વાર કરવાથી તમારી ત્વચા પર રહેલી ગંદકી દૂર થઇ જશે અને ત્વચા ચમકવા લાગશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks