બે-બે બાળકોની માતા ચાહત ખન્નાનું દુઃખ છલકાયું, કહ્યું કે કામ….

૨-૨ બાળકોની માતા હોવા છતાં સૌથી સુંદર અને બોલ્ડ ફિગર છે, હાલ આ મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે- જાણો

ઘણા મોટા ટીવી શોનો હિસ્સો રહેલી અભિનેત્રી ચાહત ખન્ના આ સમયે મુશ્કેલીમાં છે. તેને કામ મળી નથી રહ્યું પૈસા પણ ખુબ ઓછા બચ્યા છે.

ચાહત ખન્ના દુઃખી છે કારણકે તેને બે બાળકોની માતા હોવાના કારણે રિજેક્ટ કરવામાં આવે છે અને કોઈ પણ પ્રોજેક્ટ માટે સાઈન નથી કરવામાં આવતી.

અભિનેત્રીએ ‘બડે અચ્છે લાગતે હૈ’ અને ‘કબૂલ હૈ’ જેવા ટીવી શો માં કામ કરેલું છે. અભિનેત્રીએ ફેસબુક પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે ખુબ જ ઓછું કામ મળી રહ્યું છે કેમકે

બે બાળકોની માતા છુ. પોસ્ટમાં ચાહતે લખ્યું હતું કે મારી પાસે પૈસા પણ ખુબ ઓછા બચ્યા છે. જણાવી દઈએ કે ચાહત ખન્ના પતિ ફરહાન મિર્ઝાથી અલગ રહે છે.

થોડાક વર્ષો પહેલા તેણે પતિ પર જબરદસ્તી શારીરિક સંબંધ અને મારપીટનો આરોપ લગાવીને છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. તેણે કહ્યું હતું કે મને ફરહાન જોડેથી પણ કોઈ આર્થિક મદદ નથી મળી રહી કેમકે તે તેની કારકિર્દી બનાવવા માટે મહેનત કરી રહ્યો છે.

ચાહતે લખ્યું હતું કે, ‘જ્યારે લગ્ન કરેલી અભિનેત્રીને સાઈન કરવાની વાત આવે છે તો મેકર્સ બે વાર વિચાર કરે છે. હું તો બે બાળકોની માતા છુ. હું બે ઘણી મહેનત કરવા પણ તૈયાર છુ પરંતુ કોઈ ઓફર જ નથી મળી રહી.

જયારે પણ કોઈ ઓડિશન આપુ છે તો રિજેક્ટ કરવામાં આવે છે. રિજેક્ટ એટલા માટે કારણકે હું બે બાળકની માતા છુ તો કમિટમેન્ટ સાથે કામ કરી શકીશ નહિ. ચાહત ખન્નાએ આગળ કહ્યું કે લગ્ન કરેલી અભિનેત્રીઓ વિશે એક ધારણા બની ગઈ છે.

તેમને લઈને માનવામાં આવે છે કે તે લીડ કેરેક્ટરમાં સેટ થઇ નહિ શકે. જયારે હું મારી છોકરીઓ સાથે તસવીર શેર કરું છુ તો લોકો કહે છે કે મારે એવું કરવાથી બચવું જોઈએ. તેમને એવું લાગે છે કે આવું કરવાથી મેકર્સ મને અપ્રોચ નહિ કરે.

પણ હું મારા બાળકો સાથે તસવીર શેર કરું છુ કેમકે મને લાગે છે કે જો હું માતા છુ તો હું એ વાતને છુપવીશ નહિ. માનવું હોય તો માનો, નહિ તો જાઓ. આજકાલ કાસ્ટિગ તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલના આધારે થતી હોય છે.

મને લાગે છે કે એક એક્ટરને કામ તેના મેરિટ અને આવડત પર મળવું જોઈએ ના કે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલના આધારે.

ચાહત ખન્નાને હેરાની એ વાતની છે કે ટીવીની દુનિયામાં બીજી પણ અભિનેત્રીઓ છે જેમણે લગ્ન કરેલા છે અને તેમના છોકરા પણ છે તેના પછી પણ એ લોકોને કામ મળી રહ્યું છે. એ વાત પણ સાચી છે કે તમે સોશિયલ મીડિયા પર જે જોવો છો તેવા તમે રીયલ લાઈફમાં નથી હોતા.

આ મહામારીમાં મારા બિઝનેઝમાં પણ અસર પડી છે. હું બસ ઉમ્મીદ કરી રહી છુ કે સારા કામ માટે તક મળે કેમકે મારે મારા પરિવારને ઉછેરવાનો છે. અભિનેત્રી ચાહત ખન્નાએ બે વાર લગ્ન કર્યા પણ બંન્ને વખતે તેને માત્ર તકલીફો જ મળી હતી. પહેલો પતિ ઘરેલુ હિંસા કરતો હતો અને બીજો પતિ જાતીય સતામણી. જેના પછી ચાહતે પોતાના પતિને તેના હાલ પર છોડીને બાળકોને લઈને અલગ થઇ ગઈ હતી.

 

Patel Meet