બોલ્ડનેસમાં મોટી મોટી અભિનેત્રીઓને માત આપે છે ચહલની ડાન્સર પત્ની ધનશ્રી વર્મા

ખૂબ જ હસીન છે યુઝવેન્દ્રની પત્ની, બોલ્ડનેસ એવી કે ભલભલી બૉલીવુડ વાળી અભિનેત્રીઓ ટૂંકી પડે

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચહલની પત્ની ધનશ્રી ફેમસ ડાન્સર છે. ધનશ્રી પાસે ડાન્સને લગતી યુટ્યુબ ચેનલ પણ છે, આ ચેનલના લાખોમાં સબસ્ક્રાઈબર્સ છે. ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે છે. આ સિવાય તે હિપ-હોપની તાલીમ પણ આપે છે. તે આ યુટ્યુબ ચેનલ પર તેની ડાન્સ એકેડમીના વીડિયો પણ અપલોડ કરે છે. ધનશ્રીએ ડીવાય પાટીલ ડેન્ટલ કોલેજ, નવી મુંબઈમાંથી અભ્યાસ કર્યો છે.

એકવાર ધનશ્રીએ કહ્યું હતું કે ચહલ તેના ઓનલાઈન ડાન્સ ક્લાસમાં જોડાયો હતો, અહીંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. હાલમાં જ ધનશ્રી વર્મા ઘણી ચર્ચામાં આવી હતી. ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ‘ચહલ’ અટક હટાવી દીધી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું, ‘ન્યૂ લાઈફ લોડિંગ.’

ચહલની પોસ્ટ અને ધનશ્રીએ ચહલ સરનેમ હટાવ્યા બાદ તેમના સંબંધો વિશે અફવાઓનું બજાર ગરમ હતુ. જો કે, ધનશ્રીએ આ અફવાઓ ન ફેલાવા કહ્યુ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન બંને વર્ચ્યુઅલ રીતે મળ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં ધનશ્રીએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ચહલે તેના ઓનલાઈન ક્લાસમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે દરમિયાન ચહલને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.

ચહલ અને ધનશ્રીએ ત્રણ મહિનાના પ્રેમ પછી જ સગાઈ કરી લીધી હતી અને ત્યારબાદ 22 ડિસેમ્બર 2020ના રોજ બંનેની સગાઈ થઈ હતી. તેઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. બંનેના લગ્ન દિલ્હીમાં થયા હતા. ચહલના લગ્ન સમયે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં હતા તેથી તેઓ હાજરી આપી શક્યા ન હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

ધનશ્રી વર્મા વ્યવસાયે ડેન્ટિસ્ટ પણ છે. તેણે મુંબઈની એક કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો હતો, પરંતુ શરૂઆતથી જ તેને ડાન્સિંગ પસંદ હતું, તેથી તેણે ડાન્સને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું. વર્ષ 2017માં તેણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને ધીરે ધીરે તે ઘણી ફેમસ થઈ ગઈ. હવે ધનશ્રી વર્મા કોરિયોગ્રાફી જગતમાં જાણીતું નામ છે અને તેના ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થાય છે.

ધનશ્રીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની યુટ્યુબ ચેનલના હવે લાખોમાં સબસ્ક્રાઈબર્સ છે. ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે. ઉપરાંત, તે હિપ-હોપની તાલીમ આપે છે.ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેની પોતાની ડાન્સ કંપની પણ છે. હૃતિક રોશન સાથેની મુલાકાત બાદ તેનું મન ડાન્સ તરફ આકર્ષાયું હતું. આ પછી તે તેના ડાન્સ વીડિયોને કારણે ઘણી ફેમસ થઈ ગઈ.

IPL 2022 દરમિયાન, ચહલ અને રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો તેણે વર્ષ 2016માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ચહલના નામે 67 વનડેમાં 118 વિકેટ અને 62 ટી20 ઈન્ટરનેશનલમાં 79 વિકેટ છે. હાલમાં તે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ 166 વિકેટ લેવાના મામલે સંયુક્ત ત્રીજા સ્થાને છે.

Shah Jina