ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ 22 ડિસેમ્બરે તેની મંગેતર ધનાશ્રી વર્મા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયો હતો. યૂઝવેન્દ્રએ જાણીતી કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રી વર્માની પત્ની તરીકે પસંદગી કરી છે.
View this post on Instagram
બંનેના લગ્નની તસ્વીર અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. યૂઝવેન્દ્રની પત્ની ધનાશ્રી ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેને હનીમૂનની એક તસ્વીર શેર કરી છે જે ચર્ચાનો વિષય બની છે.
View this post on Instagram
ચહલ અને ધનાશ્રી દુબઈમાં તેની હનીમૂન મનાવી રહ્યા છે. હેરાનીની વાત એ છે કે, આ દરમિયાન ચહલ સાથે એક નહીં પરંતુ 2-2 યુવતીઓ છે. એક તેની પત્ની ધનાશ્રી અને અન્ય એક યુવતી. ચહલ અને 2 યુવતીઓ સાથેની આ તસ્વીર ખુદ ધનાશ્રીએ તેના ઇન્સ્ટાસ્ટોરી પર શેર કરી છે. ફેન્સના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે, તસ્વીરમાં દેખાતી આ ત્રીજી યુવતી કોણ છે અને આ કપલ સાથે હનીમૂનમાં તે પણ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, ચહલ અને ધનાશ્રી સાથે જે યુવતી નજરે આવી રહી છે તે છે ગઝાલા ખાન. ગઝાલાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ તે એક વેડિંગ સ્ટાઇલિસ્ટ, ડિઝાઈનર અને ફેશન કોરિયોગ્રાફર છે.
View this post on Instagram
આ તસ્વીર દુબઈના સીસર બ્લુ વોટરની છે. આ દરમિયાન ગઝાલા ખાને બ્લુ ડ્રેસ અને કાળા ચશ્મા પહેર્યા છે. તો ધનાશ્રીની વાત કરવામાં આવે તો એનિમલ પ્રિન્ટવાળા શોર્ટ ડ્રેસમાં તે બહુ જ ખુબૂસુરત દેખાઈ રહી છે. હાથમાં ચૂડલો અને મહેંદી અને ગળામાં મંગળસૂત્ર નવી-નવેલી દુલ્હન જેવો લુક આપી રહી છે.
ચહલ અને ધનાશ્રીએ 8 ઓગસ્ટના રોજ પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી હતી. આ અંગેની જાણકારી તેને ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. ધનાશ્રી ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેના ડાન્સિંગ વિડીયો યુટ્યુબ પર ઘણા વાયરલ થયા છે.
View this post on Instagram