ખબર ફિલ્મી દુનિયા

હસતો ચહેરો અને પીઠ પાછળ ખંજર. સુશાંતની આત્મહત્યાથી આઘાત પામેલા આ ક્રિકેટરે શેર કરી દર્દ ભરેલી તસ્વીર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનથી સમગ્ર બૉલીવુડ સહીત આખો દેશ શોકમાં છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ સુશાનના નિધનથી દુઃખ પ્રસરી ગયું છે. સુશાંતે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન ઉપર બનેલી બાયોપિક “એમ.એસ.ધોની” ફિલ્મમાં કામ કર્યું હતું.

Image Source

સુશાંતનો એમ.એસ. ધોની ફિલ્મમાં અભિનય સૌને ખુબ જ ગમ્યો, જે લોકો ધોનીના ચાહક બનીને ફિલ્મ જોવા માટે ગયા હતા, એ ફિલ્મ જોયા બાદ સુશાંતના ચાહક બનીને બહાર આવ્યા હતા, આ સમયે સુશાંત ભારતીય ટિમ સાથે ઘણો સમય વિતાવ્યો હતો.

Image Source

ભારતીય ટીમમાંથી સુશાંતના નિધનથી એક ક્રિકેટર ખુબ જ દુઃખી છે અને તે છે ભારતીય ટીમનો સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલ. તેને પોતાનું દુઃખ સોશિયલ મીડિયા દ્વારા ઠાલવ્યું છે. ચહેલે પોતાના ઇન્સ્ટગ્રામની પ્રોફાઈલમાં પણ પોતાનો ફોટો કાઢી નાખીને સુશાંતનો ફોટો ડીપીમાં મુક્યો છે.

આમ તો ચહલ સુશાંત માટે સામાન્ય રીતે પોસ્ટ કરતો જ રહ્યો છે, પણ હાલમાં જ તેને પોતાના સ્ટેટ્સમાં જે પોસ્ટ મૂકી છે તેને બધા જ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેને જે પોસ્ટ શેર કરી છે તેની અંદર સુશાંતની પીઠ ઉપર નેપોટિઝ્મ, બુલિડ, બૉલીવુડ, બેન, શોષણ, બાયકોટ જેવા ખંજરો જોવા મળી રહ્યા છે. અને તે છતાં પણ સુશાંત હસતા મોઢે કહી રહ્યો છે, હું ઠીક છું.”

Image Source

સુશાંતે કંગના રનૌતે સુશાંતની આત્મહત્યા બાદ કેટલાક લોકોને દોશી ગણાવ્યા હતા અને એક વિડીયોમાં તેને સુશાંતનુ મર્ડર થયું છે એમ જણાવ્યું હતું એ વિડીયો પણ ચહેલે પોતાની સ્ટોરીમાં પોસ્ટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

સુશાંતના અવસાન બાદ યજુવેન્દ્ર ચહલે સુશાંત સાથેનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.