ચતુર, ચંચલ, ચાલાક ચહલની પત્ની ધનાશ્રી વર્માનો ગઈકાલની મેચમાં જોવા મળ્યો ખાસ અંદાજ, ખુલ્લા વાળ અને કાતિલ અદાઓ સાથે લગાવ્યા ઠુમકા, જુઓ

IPLનો ગઈકાલે છેલ્લો દિવસ છે, આરસીબીને હરાવીને રાજસ્થાન હવે ફાઇનલમાં પહોંચી ગયું છે, આરસીબી સામે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાને ખુબ જ શાનદાર જીત મેળવી હતી, ગઈકાલની મેચમાં જોસ બટલરે તોફાની બેટિંગ કરી અને ટીમને ખુબ સરળતાથી જીત અપાવીને ફાઇનલમાં પહોંચાવી દીધું.

ત્યારે આ જીતની ઉજવણીની ઘણી તસવીરો પણ સામે આવી છે, પરંતુ આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્માનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ધનાશ્રીની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને તેના અંદાજને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ડગઆઉટમાં બેઠેલી ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી અને આ દરમિયાન મેચ દરમિયાન જ ડાન્સ કરવા લાગી હતી. સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલથી લાખો ચાહકોને આકર્ષિત કરનાર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા હાલમાં IPL 2022માં તેના પતિની ટીમ રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરતી જોવા મળે છે.

આ દરમિયાન શનિવારે તેણે ક્વોલિફાયર-2 મેચની કેટલીક તસવીરો શેર કરી, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ધનશ્રી વર્મા પિંક કલરનું નાનું ક્રોપ ટોપ અને બ્લેક કલરનું પહોળું લેગ પેન્ટ પહેરેલી જોવા મળી હતી. ખુલ્લા વાળ અને સામાન્ય મેકઅપમાં તેનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગે છે.

ફોટા સિવાય ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તે સ્ટેન્ડમાં ઉભા રહીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. માત્ર થોડા કલાકમાં જ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો અને લગભગ 2 લાખ કરતા પણ વધારે લોકોએ તેને લાઈક કર્યો છે, ઉપરાંત ઘણા લોકો તેના અંદાજની પ્રસંશા પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શુક્રવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ રાજસ્થાન રોયલ્સને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે રોયલ્સ ટીમે જોસ બટલરની સદીની ઇનિંગને કારણે 18.1 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. આ મેચમાં ધનાશ્રી વર્માના પતિ અને રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો તે વધારે કમાલ કરી શક્યો નહિ. તેણે 4 ઓવરમાં 45 રન આપ્યા અને એક પણ વિકેટ લીધી ન હતી. જેના કારણે તેની પર્પલ કેપ હવે વનિંદું હસરંગાના માથે ચાલી ગઈ છે. જો ફાઇનલમાં ચહલ વિકેટ લેશે તો તે પર્પલ કેપ હોલ્ડર બની શકે છે.

Niraj Patel