મનોરંજન

ચુપચાપ લગ્ન કરીને હવે આ જગ્યાએ હનીમૂન કરવા પણ નીકળી પડ્યા ચહલ અને ધનાશ્રી,જુઓ તમામ તસવીરો

ક્રિકેટર યુજુવેન્દ્ર ચહલે અચાનક લગ્ન કરી અને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા, તેને પોતાની મંગેતર ધનાશ્રી વર્મા સાથે લગ્ન કરી લીધા છે, અને હવે તે ચુપચાપ હનીમૂન માણવા માટે પણ પહોંચી ગયો છે. જે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જોવા મળી રહ્યું છે. (Photo credit: Instagram)

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

ચહલ ક્રિસમસના દિવસે જ જાણે પાર્ટી કર્યા બાદ હનીમૂન ઉપર નીકળી ગયો હોય તેમ લાગે છે. કારણ કે તેને જ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કારની અંદર પત્ની ધનાશ્રી સાથેની એક તસ્વીર શેર કરી હતી. જેને જોતા ચાહકોને એવું લાગી રહ્યું હતું કે તે એરપોર્ટ ઉપર જઈ રહ્યો છે.

ત્યારબાદ તેને ફલાઈટમાંથી પણ એક તસ્વીર શેર કરી હતી જેમાં તે ધનાશ્રી સાથે જોવા મળ્યો હતો. પરંતુ તે ક્યાં જઈ રહ્યો હતો તેની કોઈ માહિતી આપી નહોતી.

આ ઉપરાંત ચહલે ધનાશ્રીનું એક બૂમરેંગ પણ શેર કર્યું હતું. જેમાં ધનાશ્રી દેખાઈ રહી હતી. અને તેની પાછળ ફલાઈટની બારી નજર આવી રહી હતી.

ચહલ પોતાના હનીમૂન માણવા જે જગ્યાએ પહોંચ્યો હતો તેનો એક નાનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. જેને જોતા ચાહકોને હવે હનીમૂન માટે ચહલ ક્યાં પહોંચ્યો છે તેની જાણકારી ધીમે ધીમે મળી રહી છે.

ચહલે પોતાની સ્ટોરીમાં શેર કરેલા વીડિયોમાં તેને લોકેશન પણ ટેગ કર્યું છે. જે JBR છે. આ સ્થળ દુબઈની અંદર આવેલું છે, માટે માનવામાં આવી રહ્યું છે કે ચહલ પોતાના હનીમૂન માટે દુબઇ પહોંચી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)