ક્રિકેટર ચહલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. અચાનક લગ્ન કરી અને તેને ચાહકોને પણ ચોંકાવી દીધા હતા, તો ઇન્સ્ટાગ્રામ ઉપર તે જે રીતે તસવીરો શેર કરી રહ્યો છે તે પણ આશ્ચર્ય પમાડે તેવી છે. (Photo Credits: Instagram)
ચહલ જાણે ઉલ્ટી દિશામાં ચાલતો હોય તેમ લાગે છે. તેને પહેલા પોતાના લગ્નની તસવીરો શેર કરી, ત્યારબાદ સગાઈની અને પછી પીઠીની. પરંતુ તેની દરેક તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે અને ચાહકોને પસંદ પણ આવ રહી છે.
ધનાશ્રીએ પોતાના સંગીત સમારંભની પણ બે તસવીરો શેર કરી છે, જેમાં તે ચહલ સાથે ડાન્સ પોઝ આપતી જોવા મળી રહી છે.
સંગીતના કાર્યક્રમની આ તસ્વીરની અંદર ધનાશ્રી અને ચહલ બંને ખુબ જ શાનદાર લાગી રહ્યા છે. ધનાશ્રી દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
ચહલની પત્ની ધનાશ્રીની લગ્ન બાદ પોતાના સાસરીમાં પહેલી જ ક્રિસમસ હતી. આ નિમિત્તે ચહલના ઘરે નાની એવી પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સામે આવેલી તસ્વીરોમાં ધનાશ્રી પોતાના સાસુ સસરા સાથે ક્રિસમસની ઉજવણી કરી રહેલી જોવા મળી રહી છે.
લગ્ન બાદ ચહલ પણ ખુબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તે મોટાભગની તસ્વીરોમાં પોતાની પત્ની ધનાશ્રી સાથે જ જોવા મળી રહ્યો છે. ક્રિસમસની તસ્વીરોમાં પણ તે પત્ની ધનાશ્રી સાથે જ જોવા મળ્યો હતો.
સામે આવેલી ક્રિસમસની તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે ચહલ અને ધનાશ્રીએ પાર્ટીનું આયોજન કોઈ હોટલની અંદર કર્યું હતું. કારણ કે એક તસ્વીરની અંદર હોટલનો સ્ટાફ પણ નજર આવી રહ્યો છે.
બીજી એક તસ્વીરમાં તે પિતાના જન્મ દિવસ ઉજવતા જોવા મળી રહ્યા છે. ધનાશ્રીએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર હેપ્પી બર્થ ડે ડેડ લખ્યું છે.
તો ક્રિસમસ નિમિત્તે ચહલ અને ધનાશ્રી બંને મેચિંગ ડ્રેસમાં પણ જોવા મળી રહ્યા છે. બંનેને એક તસ્વીરમાં લાલ રંગની ટી શર્ટ પહેરેલા જોઈ શકાય છે.