મનોરંજન

યૂઝવેન્દ્ર ચહલ પત્ની ધનાશ્રી સાથે પહોંચ્યો દુબઈના ફેમ પાર્કમાં, ભાલુને ખાવાનું ખવડાવતું જોવા મળ્યું કપલ- જુઓ વિડીયો

ભારતીય ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનાશ્રી વર્મા આજકાલ હનીમૂન માટે દુબઇ પહોંચ્યા છે. દુબઈમાં રહીને તે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ નજરે આવી રહ્યા છે. આ કપલ તેની તસ્વીર અને વિડીયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલા રહે છે.

ધનાશ્રી અને યૂઝવેન્દ્રનો એક વિડીયો હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.આ વાયરલ વીડિયોમાં બંને પતિ-પત્ની ભાલુને ખવડાવતા નજરે ચડે છે. ધનાશ્રીએ આ વિડીયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. પરંતુ વુંપલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં ધનાશ્રી બ્લેક આઉટફિટમાં નજરે આવી રહી છે તો યૂઝવેન્દ્ર ચહલ સ્કાઈ બ્લુ શર્ટ અને પેન્ટમાં નજરે આવી રહ્યો છે. બંને પતિ-પત્ની દુબઈના ફેમ પાર્કમાં ભાલુને ખવડાવતા નજરે ચડે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધનાશ્રી અને ચહલ ખુશ છે.

જણાવી દઈએ કે, ધનાશ્રી વર્મા અને યૂઝવેન્દ્રએ હનીમૂનથી જોડાયેલી અન્ય તસ્વીર અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. દુબઈમાં યૂઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માએ ભારતીય ક્રિકેટરના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળવા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જણાવી દઈએ કે, ધનાશ્રી વર્મા અને યૂઝવેન્દ્ર ચહલએ તેના લગ્નથી જોડાયેલી બધી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં સગાઈથી લઈને હલ્દી, ફેરા અને રિસેપ્સન સુધીની બધી જ તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા. યૂઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રીએ આ વર્ષ ઓગસ્ટ મહિનામાં સગાઈ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

નોંધનીય છે કે, યૂઝવેન્દ્ર ચહલએ તેના રમતના અંદાજથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે તો ધનાશ્રીએ તેના ડાન્સથી લોકોમાં અલગ ઓળખ ઉભી કરી છે. ધનાશ્રી એક કોરિયોગ્રાફર હોવાની સાથે-સાથે એક ડેન્ટિસ્ટ પણ છે. યુટ્યુબ પર ધનાશ્રીના 20 લાખથી વધુ ફોલોઅર છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)