Chacha Bhatiji Love Story: કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ ક્યાં, કોને અને ક્યારે થઇ જાય તેની તો ખબર જ નથી રહેતી. પ્રેમમાં તો લોકો નાત-જાત, ઉંમર કશું જ નથી જોતા. પણ કેટલીકવાર તો પ્રેમમાં લોકો સંબંધો પણ નથી જોતા. ઘણીવાર એવી એવી પ્રેમ કહાનીઓ સામે આવે છે કે સાંભળી બધા હેરાન રહી જાય.
હાલમાં એક એવી પ્રેમ કહાની સામે આવી, જેણે બધાના હોંશ ઉડાવી દીધા. ઝારખંડના ગઢવા જિલ્લાના મઝિઆંવ ગામમાંથી આ ચોંકાવનારી પ્રેમ કહાની સામે આવી. જ્યાં સંબંધમાં ભત્રીજી થતી છોકરી સાથે કાકાએ લગ્ન કરી લીધા. બંનેએ આ લગ્ન પોતાની મરજીથી કર્યા હતા, પણ આ લગ્નને ગ્રામીણોએ ના સ્વીકાર્યા અને લોકોએ આ નવપરણિત જોડાને ગામમાં પ્રવેશવા ના દીધા. આ લગ્નથી યુવતીનો પક્ષ પણ નારાજ છે.
આરોપ છે કે છોકરીના પક્ષના લોકો છોકરા અને તેના સંબંધીઓને ધમકાવી રહ્યા છે. પોલીસ મામલો ઉકેલવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ગઢવા જિલ્લાના મઝિઆંવ પોલીસ સ્ટેશન વિસ્તારના આમર ગામના પછેયારા ટોલાના રહેવાસી છોકરાએ પોતાની ભત્રીજી થતી છોકરી સાથે પોતાનું જીવન વિતાવવાની પ્રતિજ્ઞા લીધી અને લગ્ન કરી લીધા.
બંનેએ કોર્ટમાં નોટરી મારફતે અને હૈદર નગર દેવી મંદિરમાં ભગવાનને સાક્ષી માનીને લગ્ન કર્યા. બંને દૂરના સંબંધમાં કાકા-ભત્રીજી લાગે છે. બંને પ્રેમી યુગલે પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ ઘરથી ભાગીને લગ્ન કર્યા હતા.
છોકરાના પિતા અને તેની માતાએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે. પણ યુવતીના પરિવારજનો આ લગ્નનો વિરોધ કરી રહ્યા છે. આ લગ્નમાં બંને પક્ષો વચ્ચે તાલમેલ સ્થાપિત કરવા માટે વહીવટી અધિકારીઓ સ્થાનિક સ્તરે પ્રયાસો કરી રહ્યા છે. છોકરાએ જણાવ્યું કે તે યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં છે. જે બાદ બંનેએ લગ્ન કરીને સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. આ લગ્ન ગત 16 મેના રોજ કોર્ટની નોટરીમાં અને 17 મે, 2023ના રોજ પલામુ જિલ્લાના હૈદરનગર દેવીધામ મંદિરમાં થયા હતા.
આ પછી જ્યારે બંને અમરમાં તેમના ઘરે પહોંચ્યા તો યુવતીના પરિવારજનો અને ગ્રામજનોએ આ લગ્નનો સખત વિરોધ કર્યો. બંનેને ગામમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહિ. ગ્રામજનોનો ગુસ્સો જોઈને પરિવારજનોએ પોલીસ અધિક્ષકને સમગ્ર મામલાની જાણ કરી. છોકરો અને તેનો પરિવાર ભયમાં છે. બધાએ પોલીસ સ્ટેશનમાં આશરો લીધો છે. પોલીસ મામલાને ઉકેલવામાં લાગેલી છે.