મનોરંજન મૂવી રીવ્યુ

વિરોધોની વચ્ચે આવેલી ફિલ્મ “છપાક”નો રીવ્યુ વાંચો, તેજાબીની છોરો વચ્ચે એક નવી આશા જગાવતી ફિલ્મ “છપાક”

“છપાક” ફિલ્મ થિયેટરમાં આવતા પહેલા જ ઘણી ચર્ચામાં રહી છે, દેશભરના વિભિન્ન શહેરોમાં ફિલ્મને બાયકોટ કરવાની એક લહેર ઉઠી હતી, આ વિવાદ ત્યારે વકર્યો જયારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણ જે.એન.યુ. માં પહોંચી હતી, ત્યારથી લઈને ફિલ્મને રિલીઝ થવા સુધી અલગ અલગ વિરોધો નોંધાયા હતા, જો કે આ વિરોધોની વચ્ચે પણ ફિલ્મ આજે રિલીઝ થઈ. ફિલ્મને જોયા બાદ ઘણા લોકોએ ફિલ્મ અંગેની પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

Image Source

સોશિયલ મીડિયા પર આવી રહેલા ફિલ્મ પ્રત્યેના અભિપ્રાય હકારત્મક આવી રહ્યા છે. ફિલ્મની વાર્તાની ઘણા લોકોએ પ્રસંશા કરી છે. ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે ફિલ્મની અંદર બીજી કેટલીક બાબતો ઉમેરવામાં આવી હોત તો પણ ફિલ્મ વધુ આકર્ષક બનતી. ઘણા લોકો તેને હૃદયસ્પર્શી ફિલ્મ જણાવી રહ્યા છે, તો ફિલ્મના કલાકારો સાથે ફિલ્મના નિર્દેશનની પણ પ્રસંશા લોકોએ કરી છે. ઘણા ફિલ્મ સમીક્ષકોએ આ ફિલ્મને ૩.૫ સ્ટાર રેટિંગ પણ આપ્યું છે.

ફિલ્મ અભિનેતા અરબાઝ ખાને 2020ની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ તરીકે આ ફિલ્મને ગણાવીને ટ્વીટ પણ કરી છે.

સાથે જ એક બીજા ચાહકે ફિલ્મની ઘણી પ્રસંશા કરી હતી, તેમને  ફિલ્મને અભૂતપૂર્વ ફિલ્મની સાથે દીપિકાના અભિનયના પણ  વખાણ કર્યા હતા.

ફિલ્મની ડાયરેક્ટર મેઘના ગુલાજારે પણ ફિલ્મ પ્રસારિત થતા પહેલા જ જણાવ્યું હતું કે “ફિલ્મમાં જે પણ કઈ ખાસ છે તે ફિલ્મની વાર્તા છે, આ વાર્તાને સાંભળવી પણ જરૂરી છે અને અનુભવવી પણ.”

Image Source

ફિલ્મના રિલીઝ થયા બાદ ઘણા લોકોના પ્રતિભાવ સામે આવી રહ્યા છે અને આ પ્રતિભાવમાં મોટાભાગે ફિલ્મ ખુબ જ સરસ અને હૃદયસ્પર્શી છે એ વાત જ સામે આવી રહી છે, ફિલ્મના ઉઠેલા વિરોધોને બાદ કરતા ફિલ્મની જે વાર્તા છે તે દિલને હચમચાવી નાખનારી છે, એક એસિડ એટેક પીડિતાના દર્દની જે કથા આ ફિલ્મમાં લેવામાં આવી છે તેના કારણે ફિલ્મના ભલે વિરોધો થયા તે છતાં ચાહકોના હૃદય સુધી પહોંચવામાં આ ફિલ્મ સફળ રહેશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.