ગુજરાતી ફિલ્મો ઇતિહાસ બનાવે એવું ઘણું ઓછું જોવા મળે પરંતુ જયારે બનાવે છે ત્યારે બોલીવુડની નજર પણ ગુજરાતી ફિલ્મો તરફ મંડાય છે, અને આવું જ કંઈક આપણી ગુજરાતી સિનેમામાં “ચાલ જીવી લઈએ” ફિલ્મ દ્વારા થયું છે.ચાલ જીવી લઈએ ફિલ્મને એક વર્ષ પૂરું થવામાં ફક્ત ૨ જ દિવસની વાર છે ત્યાં ફિલ્મ હવે રી-રિલીઝ થવા જઈ રહી છે, 31 જાન્યુઆરીના રોજ “ચાલ જીવી લઈએ” ફિલ્મ ફરીવાર પડદા ઉપર રજૂ થશે, હજુ પણ ઘણા શહેરોમાં આ ફિલ્મ પડદા ઉપર ચાલી રહી છે ત્યારે આ ફિલ્મને ફરીવાર રી-રિલીઝ કરવી એ ગુજરાતી સિનેમા માટે એક ગર્વની વાત છે.
ફિલ્મના ઇતિહાસમાં પણ ઘણું જ ઓછું જોવા મળે છે કે કોઈ ફિલ્મ ગોલ્ડન જ્યુબિલી સુધી પહોંચી હોય, પરંતુ “ચાલ જીવી લઈએ” ગોલ્ડન જ્યુબિલી પણ પૂર્ણ કરી છે. 50 અઠવાડિયા સુધી સિનેમામાં સફળ રીતે ચાલીને “ચાલ જીવી લઈએ” એ ગુજરાતી સિનેમામાં એક નવો ઇતિહાસ સર્જ્યો છે.
View this post on Instagram
બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો આવે છે જે 200-300 કરોડના બિઝનેસ સુધી પહોંચી જાય છે. પરંતુ એકવાત તમે જોઈ હશે કે પડદા ઉપરથી ફિલ્મ ક્યારે ઉતરી જાય અને તમારી ટીવી ચેનલ સુધી પહોંચી જાય એ પણ ખબર નથી રહેતી, ઘણીવાર તો આપણે થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હોય અને એના થોડા જ દિવસમાં એ ફિલ્મ ટીવી ઉપર પણ પ્રસારિત થઈ જાય, ત્યારે ફિલ્મો માટે જોવા જઈએ તો તેના માટે કેટલાનો વ્યવસાય કર્યો એના કરતા કેટલા સમય સુધી આ ફિલ્મ થિયેટરના પડદા ઉપર ટકી રહી એ મહત્વનું હોય છે.
View this post on Instagram
“ચાલ જીવી લઈએ” ફિલ્મે હાલમાં જ 50 અઠવાડિયા પૂર્ણ કર્યા, 25 અઠવાડિયા પૂર્ણ કરવા ઉપર પણ “ચાલ જીવી લઈએ” ટિમ દ્વારા “સિલ્વર જ્યુબિલી” પણ ઉજવવામાં આવી હતી અને હવે થોડા દિવસ પહેલા ગોલ્ડન જ્યુબલી પણ પૂર્ણ કરી છે.
View this post on Instagram
“ચાલ જીવી લઈએ” ફિલ્મ 31 તારીખે રી-રિલીઝ પણ થવા જઈ રહી છે ત્યારે આ ઘટના પણ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલી એવી ફિલ્મ હશે જે રી-રિલીઝ થવા જાય છે, ફિલ્મને રી-રિલીઝ કરવી એ ફિલ્મની સફળતાનું ઉદાહરણ છે અને “ચાલ જીવી લઈએ” ખરેખર એક અદભુત સફળતા મેળવી છે અને દરેક ગુજરાતી માટે પણ આ ફિલ્મ એક ગર્વનું કારણ બની છે.
View this post on Instagram
ફિલ્મના પાત્રો વિશે કેટલીક અંગત માહિતી મેળવીએ,
આ ફિલ્મની વાર્તા તો તમે એકવાર સિનેમા ઘરમાં જઈને જોઈ જ હશે, અને ના જોઈ હોય તો પણ હવે જયારે ફિલ્મ રી-રિલીઝ થવા જઈ રહી છે તો ચોક્કસ જોઈ આવજો.
આ ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી છે.
View this post on Instagram
સિદ્ધાર્થ રાંદેરિયા: સિદ્ધાર્થ રાંદેરિયા એક સફળ નાટ્યકાર તરીકે એવું નામ છે જેમની ગુજરાતના દરેક ગામ દરેક ઘરમાં એક આગવી ઓળખ છે, તેમને નાટકોમાં એટલો સફળ અભિનય અને લોકોને એ હદ સુધી હસાવ્યા છે કે ભલે એ કઈ બોલે નહિ તો પણ તેમના ચહેરાના હાવભાવ જોઈને જ પ્રેક્ષકોને હસવું આવી જાય, માત્ર હાસ્ય જ નહિ કોઈપણ પ્રકારનો અભિનય હોય સિદ્ધાર્થ રાંદેરિયાને મળતા પાત્રને એ નિભાવી જાણે છે, આ ફિલ્મમાં પણ એક પિતાના પાત્રમાં સિદ્ધાર્થ રાંદેરિયા જોવા મળે છે. પેટ પકડીને હસાવતા અભિનય સાથે આ ફિલ્મમાં ગંભીર દૃશ્યોમાં આંખોમાંથી આંસુ પણ છલકાવવામાં સિદ્ધાર્થ રાંદેરિયા સફળ રહે છે.
View this post on Instagram
યશ સોની: “છેલ્લો દિવસ” ફિલ્મથી એક નવી ઓળખ મેળવનાર યશ સોનીએ બીજી કોમેડી ફિલ્મમાં પણ કામ કર્યું છે, “ચાલ જીવી લઈએ” ફિલ્મમાં તે એક વ્યસ્ત બિઝ્નેસમેનનો કિરદાર નિભાવતો જોવા મળે છે, જે આધુનિક યુગ સાથે જોડાઈને તેમાં આધુનિક બનવા માંગે છે પરંતુ પોતાના માટે સમય નથી કાઢી શકતો, ના પોતાના જીવન વિશે કઈ વિચારે છે, સોશિયલ મીડિયામાં રહેવું તેના માટે ટાઈમપાસ કરવા જેવું છે અને સતત કામના કારણે તે પોતાના પિતા પાસે પણ બે ઘડી બેસી નથી શકતો ત્યારે આ ફિલ્મમાં તેના કિરદાર દ્વારા જ ફિલ્મમાં એક નવો વળાંક આવે છે, અને કઠોર હૃદયથી કોમળ હૃદય સુધીની એક અનોખી સફર આ ફિલ્મમાં યશના પાત્રમાં જોવા મળે છે.
View this post on Instagram
આરોહી: “પ્રેમજી” અને “લવની ભવાઈ” જેવી એક સફળ ફિલ્મોમાં આભિનય કરનારી આરોહીનું પાત્ર આ ફિલ્મમાં ખુબ જ મઝાનું છે, જિંદગીને કેવી રીતે જીવી લેવી એ આ ફિલ્મમાં આરોહી શીખવી જાય છે, એક બિન્દાસ અને અલ્લડ છોકરીના રૂપમાં આવેલી આરોહી ફિલ્મને એક નવી દિશા તરફ લઇ જાય છે, પરંતુ ફિલ્મના અંત ભાગમાં આરોહીનું એક નવું જ રૂપ જોવા મળે છે.
View this post on Instagram
“ચાલ જીવી લઈએ” ફિલ્મ રી-રિલીઝ થવા જઈ રહી છે તેમાં કેટલાક નવા ડાયલોગ પણ ઉમેરવામાં આવ્યા છે, સિદ્ધાર્થ રાંદેરીયાના પેટ પકડીને હસાવે એવી કેટલીક પંચ લાઈન અને ડાયલોગ પણ ઉમેરાયા છે તો ફિલ્મમાં અંગ્રેજી સબ ટાઇટલ સાથે 31મી જાન્યુઆરીએ બીજીવાર રી-રિલીઝ થશે, આ ફિલ્મને જોવાના લ્હાવો એક ગુજરાતી તરીકે તો ક્યારેય ના ચૂકાય કારણ કે ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી ફિલ્મ છે જે જોવી પણ તમને ગમશે અને માણવી પણ તમને ગમશે.
View this post on Instagram
“એક વાર ફરી માણી લઈએ, ચાલ જીવી લઈએ..”
1st
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.