ખબર ફિલ્મી દુનિયા

કેન્સરની જંગ જીત્યા પછી સોનાલી બેન્દ્રેએ કરાવ્યું નવું હેરકટ, મેકઓવરનો વીડિયો થયો વાઇરલ

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલના દિવસમાં પોતાના ઈલાજના કારણે ચર્ચામાં હતી. જણાવીએ ગણતરીના મહિના પહેલાજ સોનાલી બેન્દ્રેને કેન્સર થયું હતું. જેની ખબર તેમને પોતે જ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેના પછી તેમને પોતાનો ઈલાજ પણ શરુ કરી દીધો છે, અને ઇલાજને વખતે થયેલી કીમોથિરીપીથી તેમના વાળ જતા રહ્યા હતા. પોતાનો વગર વાળનો ફોટો સોનાલી એ પોતાના સોશ્યિલ મીડિયાના અકાઉન્ટમાં શેર કર્યો હતો. હાલમાં તેમને કેન્સર પર જીત મેળવી લીધી છે.

સોનાલી બેન્દ્રેએ સોશ્યિલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સલૂનમાં પોતાનો મેકઓવર કરાવે છે. તેમને એક સંદેશ આપતા કહ્યું છે કે,” જયારે તમે કોઈ અપેક્ષા નથી રાખતા ત્યારે તમારી દોસ્તી પાક્કી થઇ જાય છે. નુયૉર્કમાં મારી મુલાકાત તોમોરાકાવાથી થઇ હતી અને અમે બંને સારા દોસ્ત બની ગયા. સાચું કહું જ્યારે તે બે કાતર લઈને એક સાથે કામ કરે છે, ત્યારે હું તેને જોતી જ રહી જવું છે. હું તેમની આભરી છુકે તેઓ મારા મેકઓવર માટે ભારત આવ્યા છે kromakay salon માં. આ સલૂનમાં આવીને મને સારું લાગે છે અને હું અહીંથી એક નવી હેર સ્ટાઇલ લઈને જવું છે.”

એક ઇન્ટરવ્યુમાં સોનાલીએ પોતાનો અનુભવ શેર કર્યો. તેમને જણાવ્યું કે, ” કીમોના કારણે મારા વાળ ઉતારવા લાગ્યા હતા. આ માટે હું મારા વાળને સારી રીતે ટ્રીટ કરવવા મંગુ છું. તમની અને તેમના દોસ્તની વાતચીત પરથી તેમના હેરડ્રેસરને તેમની પરિસ્થિતિની ખબર પડી.

ઇન્ટરવ્યુમાં સોનાલીએ જણાવ્યું હતું કે, ” તમને વાળ હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. જેને જોઈને તે ખુશ છે.” આગળ જણાવતા કહ્યું તે ભવિષ્યમાં નવા નવા લુક ટ્રાય કરશે.” સોનાલીએ જણાવ્યું કે તેમને લાગ્યું કે તેઓ પોતાના બધા વાળ કપાવી નાખે, પરંતુ તેમના હેર સ્ટાઇલિસ્ટે તેમને સમજાવ્યું કે હું તમને એકદમ સારી હેરસ્ટાઇલ કરી આપીશ. હેર સ્ટાઇલિસ્ટે એક બીજી મહિલાને શર્ટ હેરકટ કરી આપ્યા હતા જે સોનાલીને ગમી ગયા, અને તેમને પણ પોતાના વાળ આવી રીતે જ કપાવાના નક્કી કર્યું.

જણાવીએ કે સોનાલી સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે તે પોતાની નાનામાં નાની જાણકારી પોતાના અકાઉન્ટમાં શેર કરે છે. તેમની આ પોસ્ટો જોઈને ક્યારે પણ એવું ના લાગતું કે તેમને ગંભીર બીમારી થઇ હોય. આવા સમયમાં પણ તેઓ હકારત્મક રહેતા હતા. આ જોઈને આપણે પણ કઈ શીખવું જોઈએ કે કેટલી પણ મોટી તકલીફ આવે પણ જીવનમાં હમેશા હકારત્મક રહેવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.