મનોરંજન

ત્રણ વર્ષ પહેલા આ કારણે થઇ ગયું હતું સેલિના જેટલીના દીકરાનું નિધન, છલકાઈ ઉઠયું બાળકના ખોવાનું દર્દ

વિદેશી સાથે લગ્ન કરનાર સુનિલ શેટ્ટીની અભિનેત્રીનું છલકાઈ ઉઠયું બાળકના ખોવાનું દર્દ

એક્ટ્રેસ સેલિના જેટલી ત્રણ દીકરાની માતા છે. સેલિના ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન પિટર હાગ સાથે લગ્ન કર્યા છે. સેલિના છેલ્લા ઘણા દિવસથી અપસેટ છે. સેલિનાના દુઃખનું કારણ છે જુડવા બાળકો પૈકી એક બાળકનું નિધન. સેલિનાએ વર્લ્ડ પ્રિમેચ્યોર ડે પર તેના ઇન્સ્ટાગ્રામ પરથી એક ભાવુક પોસ્ટ શેર કરી હતી.

Image source

જેમાં તેને સમયથી પહેલા જન્મને લઈને થનારા દર્દને વ્યક્ત કર્યું હતું. આ પોસ્ટ સેલિનાએ 17 નવેમ્બરના વર્લ્ડ પ્રિ મેચ્યોર દિવસ પર લખી હતી. આ પોસ્ટમાં તેને બાળકો સાથેની તસ્વીર પણ શેર કરી છે.

Image source

આ તસ્વીરનું કેપ્સન પણ ભાવુક કરી દેનારું હતું. સેલિનાએ પ્રિમેચ્યોર બાળકો એટલે કે, સમય પહેલા જન્મ લેનારા બાળકોના જન્મ અંગે ચિંતા વ્યક્તિ કરી છે. આ સાથે જ ફેન્સ પાસેથી તેના નાના બાળકો માટે દુઆ પણ માંગી હતી. સેલિનાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, વર્લ્ડ પ્રિ મેચ્યોર ડે 17 નવેમ્બર 2011ના શરૂ થયો હતો. આ દિવસનો અર્થ છે કે, તે લાખો બાળકોની જિંદગી વિષે લોકોને જાણકારી આપવી જોઈએ જે સમયથી પહેલા જન્મ લે છે.

વધુમાં જણાવ્યું હતું કે, પ્રિમેચ્યોર બર્થ એક સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ છે પરંતુ તેની સામે લડી શકાય છે. પરંતુ ઘણા માતા-પિતાને આ વાત મનાવવા માટે તૈયાર નથી કરી શકતા કે નવજાત શિશુની દેખભાળ કેવી રીતે કરવામાં આવે. પરંતુ તે રાહત આપી શકે છે. આજે તે જ્યાં છે તે પહેલા ઘણા પરિવાર રહી ચુક્યા છે. જે માતાપિતા આજે NICU માં છે. તેને હું અને મારા પતિ વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે બધું સારું થશે અને ભવિષ્ય રોમાંચક રહેશે.

Image source

સેલિના આગળ લખે છે, ‘અમે અમારા બાળકોમાંથી એકને એનઆઈસીયુમાં હ્રદયની પીડા સાથે સંઘર્ષ કરતા જોયા છે અને બીજાના અંતિમ સંસ્કાર કર્યા હતા. પરંતુ, અમે એક અપેક્ષા પર જીવીએ છીએ. એનઆઈસીયુના ડોકટરો અને નર્સોએ દુબઇમાં ઉત્તમ કામગીરી કરી હતી. અમારા બાળક આર્થરને અમારી સાથે ઘરે આવે તે માટે તેઓએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. ઘણા બાળકો હજી પણ ઉપચારને પડકાર આપે છે.

Image source

કેટલાક બાળકો મોટા થાય છે અને સ્વસ્થ બને છે. તેમાંના કેટલાક વિંસ્ટન ચર્ચિલ અને આલ્બર્ટ આઈન્સ્ટાઇન જેવા મશહૂર થાય છે. અમારું બાળક આર્થર જેટલી હાગ પણ તે પૈકી એક છે. પ્રાર્થના કરો કે અમારું બાળક હંમેશાં અમારી સાથે રહે અને વહેલા જન્મેલા બાળકોની વિશેષ કાળજી લે.

Image source

જણાવી દઈએ કે, સેલિનાએ 23 સપ્ટેમ્બર 2010ના રોજ ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન અને હોટલ બિઝનેસ મેન પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. આ બાદ 2012માં જુડવા બાળકો વિસ્ટાન હાગ અને વિરાજ હાગને જન્મ આપ્યો હતો. આ બાદ 10 સપ્ટેમ્બર 2017ના રોજ સેલિના ફરી વાર માતા બની અને જુડવા બાળકો આર્થર અને શમશેરને જન્મ આપ્યો હતો. શમશેરને હાર્ટની બીમારી થતા તેનું નિધન થયું હતું.

Image source

હાલ તો સેલિના પરિવાર પર ધ્યાન આપી રહી છે. સેલિના સોશિયલ મીડિયામાં બાળકો સાથેની તસ્વીર શેર કરી છે. તે ફેન્સ સાથે જોડાયેલી રહે છે. સેલિનાએ તેની ફિલ્મી કરિયરમાં અપના-સપના મની-મની, જાનશીન, નો એન્ટ્રી, થૅન્ક્યુ, શાકા લાકા બુમ બુમ, પેઈંગ ગેસ્ટ, ટોમ, ડિક એન્ડ હૈરી, મની હૈ તો હની હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.