કરિશ્મા કપૂરની ડિનર પાર્ટીમાં સિતારાઓએ લગાવ્યા ચાર ચાંદ, પાર્ટીમાં બોલ્ડનેસનો તડકો લગાવતી નજર આવી મલાઈકા અરોરા

કરિશ્મા કપૂરની પાર્ટીમાં કરીના કપૂર, મલાઈકા અરોરાનો બોલ્ડ લુક, ખાધું ટેસ્ટી ભોજન, જુઓ તસવીરો

કરિશ્મા કપૂરે પોતાના ઘરે ગુરુવારે રાત્રે પાર્ટી રાખી હતી જેમાં અભિનેત્રીએ તેના ખાસ મિત્રોને બોલાવ્યા હતા. કરિશ્માની પાર્ટીમાં તેની ગર્લ ગેંગની મિત્રો કરીના કપૂરથી લઈને મલાઈકા અરોરા સુધી શામેલ થયા હતા. તેના સિવાય કરણ જોહર, મનીષ મલ્હોત્રા, સંજય કપૂર અને તેની પત્ની મહીપ કપૂર પણ નજર આવ્યા હતા. કરિશ્માના ઘરની બહાર પહોંચેલા આ સિતારાઓની ઘણી બધી તસવીરો વાયરલ થઇ હતી.

હંમેશા તેના ફેશનેબલ અંદાજ માટે ચર્ચામાં રહેવા વાળી મલાઈકા આ વખતે પણ ખુબ ગ્લેમરસ દેખાઈ હતી. મલાઈકા જેવી તેની ગાડીમાંથી ઉતરી ત્યાં ઉભેલા પેરાજીઓએ તેની તસવરી કિલક કરવા લાગ્યા હતા. મલાઈકાએ કેમેરા બાજુ હાથથી વેવ પણ કર્યું હતું. મલાઈકાના લુકની વાત કરીએ તો તે બેગ સાથે લેધર પેન્ટ અને ટેન્ક ટોપમાં સ્ટનિંગ લાગી રહી હતી. તેણે તેના લુકને મિનિમલ મેકઅપ, લાલ લિપસ્ટિકથી પૂરું કર્યું હતું.

કરિશ્માના ઘરે સંજય કપૂર સિવાય તેમની પત્ની મહીપ કપૂર પણ આવી હતી. અવાર નવાર આ હસીનાઓને કામથી બ્રેક લઈને એક સાથે ચીલ આઉટ કરતી જોવા મળી હતી. કરીના કપૂર પણ બહેન કરિશ્માના ઘરે પહોંચી હતી પરંતુ ખુબ જ સિમ્પલ અંદાજમાં નજર આવી હતી. કરીના મળતી કલર કાફતાનમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. હાઈ હિલ્સ, મિનિમલ મેકઅપ અને બન તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યું હતું. અમૃતા અરોરા સફેદ અટાયરમાં સ્ટાઈલિશ દેખાઈ રહી હતી.

વાત કરીએ કરણ જોહરના લુકની તો તેણે બ્લેક પેન્ટ સાથે બ્રાઉન જેકેટ અને બ્લેક ચેઇન પહેરેલી હતી. આ લુકને તેણે સફેદ શૂઝ સાથે પૂરું કર્યું હતું. કરણે પેપરાજીને ઘણા બધા જબરદસ્ત પોઝ આપ્યા હતા. પાર્ટીમાં કરિશ્માએ ફિશથી લઈને બિરિયાની સુધી ઘણું બધું મેન્યુમાં રાખ્યું હતું. તેવામાં મલાઈકાએ તસવીર શેર કરીને આ મેન્યુના વખાણ કર્યા હતા.

કરીના જલ્દી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં નજર આવશે. તેમાં તેની સાથે આમિર ખાન છે. કરિશ્મા, અમૃતા અને મલાઈકા આ દિવસોમાં ફિલ્મોથી દૂર છે જોકે આ હસીનાઓ પાર્ટી, ઇવેન્ટ કે રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે આવતા રહેતા હોય છે.

Patel Meet