સિદ્ધાર્થ શુક્લાના નિધન પર આ બાબતે ભડક્યા સેલેબ્સ, અનુષ્કા શર્માએ કહ્યુ- સેલિબ્રિટીની મોત તમાશો…

અચાનક એવું તો શું થયું કે વિરાટની અનુષ્કા ગુસ્સેથી લાલ ચોળ થઇ ગઈ- જુઓ કેવો મગજ હટી ગયો

ટીવી ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ-13 વિનર સિદ્ધાર્થ શુક્લાના નિધનથી તેમના પરિવાર અને મિત્રો સહિત ચાહકો પણ સદમામાં છે. તમામ સેલેબ્સ સોશિયલ મીડિયા પર દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યાં જ શહેનાઝ ગિલ, અલી ગોની, અસિમ રિયાઝ, પારસ છાબડા, રાજકુમાર રાવ જેવા અનેક સેલેબ્સ સિદ્ધાર્થની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે શ્મશાન ઘાટ પહોંચ્યા હતા. અભિનેતાના અંતિમ સંસ્કાર દરમિયાન પરિવાર અને મિત્રોને શ્મશાન ઘાટમાં જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

સિદ્ધાર્થ શુક્લાની અંતિમ સંસ્કાર અને યાત્રાની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી, જેને જોયા બાદ અનુષ્કા શર્મા, ગૌહર ખાન, રાહુલ વૈદ્ય, સુયશ રાય જેવા અનેક સેલેબ્સે નારાજગી જાહેર કરી છે. તેમજ પેપરાજીની ક્લાસ પણ લગાવી છે. અભિનેતાની અંતિમ યાત્રા દરમિયાનની તસવીરો અને વીડિયોને લઇને સેલેબ્સે પેપરાજીની આલોચના કરી હતી અને દિવંગત અભિનેતાના પરિવારને શાંતિથી શોક કરવા દેવા માટે કહ્યુ હતુ.

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માન પણ સિદ્ધાર્થ શુક્લાના નિધનથી આઘાત લાગ્યો છે. પરંતુ તેણે સિદ્ધાર્થની મોત પર ચાલી રહેલી ખબરો પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અનુષ્કાએ સ્ટૈંડ અપ કોમેડિયન અને યુટયૂબર જાકિર ખાનની પોસ્ટ ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી નારાજગી જતાવી છે.

પોસ્ટમાં લખેલુ છે કે, તે તમને માણસ નથી સમજતા આ માટે કોઇ લાઇન… કોઇ બાઉન્ડ્રી નથી. તમારી લાાશ તેમના માટે કોઇ રૂહથી નીકળેલ જિસ્મ નથી. બસ તસવીર લેવાનો એક અવસર છે. જેટલુ હોઇ શકે… આ એવુ છે જેમ કોઇ બળતા ઘરમાંથી વાસણ ચોરવાની કોશિશ કરવી. કારણ કે હવે તમે કામ જ શુ આવશો. વધારે વધારે 10 તસવીરો, 5 ખબરો, 3 વીડિયો, 2 સ્ટોરી, 1 પોસ્ટ અને બસ પૂરુ. આ માટે તમારી મોત તમાશો જ રહેશે, રડતી માતા, દુખથી તૂટેલ પિતા તમાશા, બેસૂધ બહેન, હિંમત હારેલ ભાઇ, તમને પ્રેમ કરનાર બધા માણસો તેમના માટે બસ એક તમાશો જ છે.

તમે જીવતા હોતા તો વાત અલગ હતી. તમારી મોત બાદ તમારા પાછળ રડતા પોતાના, હવે તેમની ભૂખ મિટાવશે. બસ જણાવી રહ્યો છુ, કે આ જીવન પસંદ કર્યુ છે મેં અને તમે. જીવતા જીવતા આ વાત માલૂમ રહે. ઘણુ શીખો, નવા સંબંધ બનાવો બસ તેમના માટે ન જીવો જેટલુ બચ્યુ છે, પોતાના માટે જીવો કારણ કે તેમના હિસાબે તમે માણસ નથી.

રાહુલ વૈદ્ય લખે છે કે, મને લાગે છે કે, આપણા દેશને અંતિમ સંસ્કાર પ્રબંધન એજન્સીની જરૂર છે. કુશાલ ટંડન લખે છે કે, જે સ્ટાર્સ પોતાની તસવીર ક્લિક કરાવવા માટે મીડિયા સામે પોતાનું માસ્ક ઉતારી રહ્યા છે, તેમને શરમ આવવી જોઇએ. જે કંઇ પણ થઇ રહ્યુ છે, આ પર ગુસ્સો આવી રહ્યો છે. જો તમે સાચે શ્રદ્ધાંજલિ આપવા માંગો છો તેને અવસર બનાવવાની જગ્યાએ દિવંગત આત્મા માટે થોડીવાર પ્રાર્થના કરો. દુખદ. મને માફ કરજે સિડ.

ગૌહર ખાને ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી શેર કરીને લખ્યું છે કે, “આ શરમજનક છે. મીડિયા હાઉસને આ પ્રકારની કવરેજ માટે શરમ આવવી જોઈએ. આપણે આપણું માથું શરમથી ઝુકાવી લેવું જોઈએ જયારે કોઈ આપણા અંગતને ખોયું હોય. શર્મિંદા છું બહુ જ શર્મિંદા છું.”

તો અન્ય એક સ્ટોરીની અંદર ગૌહર ખાને લખ્યું છે કે “બીજા અભિનેતાઓ/ઓળખાનારી વ્યક્તિઓ કેમેરા સામે ફોટો ખેંચાવવા માટે પોતાનું માસ્ક ઉતારે છે. તેમને પોતાનું માથું શરમથી ઝુકાવી લેવું જોઈએ. જે કઈ થઇ રહ્યું છે તેનાથી ખુબ જ નારાજ છું. જો તમે હકીકતમાં સન્માન આપવા માંગો છો તો તેને ક્લિક કરવાનો અવસર ના બનાવો, દિવંગત આત્મા માટે એક નાની એવી પ્રાર્થના કરો.”

તો આ બાબતે બિગ બોસનો ભાગ રહી ચૂકેલ સુયશ રાય દ્વારા પણ સિદ્ધાર્થની મોત ઉપર થયેલી મીડિયા કવરેજ ઉપર નારાજગી વ્યક્ત કરી છે. તેને લખ્યું છે, “પ્લીઝ ડિયર મીડિયા… એ બહુ જ સારું છે કે તમે અમારી ખુશી અને ઈવેન્ટ્સનો ભાગ બનો છે. હું હકીકતમાં બહુ જ ખુશ થાવ છું અને સારું અનુભવું છું. પરંતુ આજના દિવસ માટે જ્યારે કોઈએ પોતાના વ્યક્તિને ખોયું છે… તમારે તેમને એમ જ રહેવા દેવા જોઈએ…. તેમને પોતાનામાં રહેવા દો અને સમય આપો… તેમને આરામથી છેલ્લીવાર પોતાનાને આવજો કહેવા દો.”

Shah Jina