બોલિવુડના એ સ્ટાર્સ જેઓ બીજા અને ત્રીજા લગ્ન પછી બન્યા મેડ ફોર ઇચ અધર કપલ, જાણો

બોલિવુડની એ અભિનેત્રીઓ જેમણે પરિણિત મર્દનો હાથ પકડ્યો, 4 નંબરની જોડી તો બાપ રે બાપ

બોલિવુડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમણે તેમની પહેલી પત્નીને તલાક આપી બીજા લગ્ન કર્યા છે. કેટલાક તો એવા પણ સ્ટાર્સ છે જેમણે ત્રણ ત્રણ લગ્ન કર્યા છે. તો કેટલાક એવા પણ સ્ટાર્સ છે જેમણે પહેલી પત્નીને તલાક આપ્યા વગર જ બીજા લગ્ન કરી લીધા છે અને તેઓ બંને પત્નીઓ સાથે રહે છે. તો ચાલો આજે જાણીએ કે, જેઓએ તલાક બાદ બીજા લગ્ન કર્યા અને હવે તેઓ મેડ ફોર ઇચ અધર કપલ છે.

1.કરીના કપૂર ખાન : આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ આવે છે, બોલિવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન અને નવાબ સૈફ અલી ખાનનું. સૈફ અલી ખાને લગભગ 21 વર્ષની ઉંમરે તેમનાથી 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. સૈફે અમૃતા સિંહ સાથે તલાક બાદ 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા. તેમને પહેલા લગ્નથી બે બાળકો છે, સારા અલી ખાન અને ઇબ્રાહમ અલી ખાન. સારા અલી ખાન બોલિવુડમાં તેનો સિક્કો ચલાવી ચૂકી છે. ત્યાં જ સૈફ અને કરીનાના બે દીકરાઓ છે. તૈમુર અલી ખાન અને જૈહ.

2.શિલ્પા શેટ્ટી : બોલિવુડની મશહૂર અદાકારા અને ફિટનેસ ફ્રીક શિલ્પા શેટ્ટીના તો લાખો લોકો દીવાના છે, પરંતુ તેનું દિલ એક પરિણિત પુરુષ પર આવ્યુ. રાજ કુંદ્રાના પહેલા લગ્ન કવિતા સાથે થયા હતા અને તે બાદ તેણે શિલ્પા સાથે લગ્ન કર્યા હતા. રાજ અને શિલ્પાને બે બાળકો છે. એક દીકરો વિયાન અને એક દીકરી સમીશા.

3.રવિના ટંડન : બોલિવુડ અભિનેત્રી રવિના ટંડન જેમને લોકો ‘ટિપ ટિપ બરસા ગર્લ’ તરીકે પણ ઓળખે છે, તેમનું પણ દિલ પરિણિત પુરુષ પર આવ્યુ અને તેમણે વર્ષ 2004માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા. તેમની પહેલી પત્નીએ આક્ષેપ પણ કર્યો હતો કે તેમના લગ્ન રવિનાને કારણે તૂટ્યા છે.

4.શ્રીદેવી : બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ પ્રોડ્યુસર અને બોલિવુડના લખન અનિલ કપૂરના ભાઇ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની કપૂર પહેલાથી જ પરિણિત હતા. તેમણે શ્રીદેવી સાથે 1996માં લગ્ન કર્યા હતા અને તેમણે શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે તેમની પહેલી પત્ની મોના કપૂર સાથે ડિવોર્સ લીધા હતા. તેમને પહેલા લગ્નથી બે બાળકો છે. અર્જુન કપૂર અને અંશુલા કપૂર. તેમજ બોની કપૂર અને શ્રીદેવીને બે દીકરીઓ છે. જાહ્નવી કપૂર અને ખુશી કપૂર.

5.હેમા માલિની : બોલિવુડની ડ્રિમ ગર્લ કહેવાતી હેમા માલિનીએ ધર્મેંદ્ર સાથે લગ્ન કર્યા હતા. જો કે, ધર્મેંદ્રએ હેમામાલિની સાથે લગ્ન કર્યા પરંતુ તેમણે તેમની પહેલી પત્ની સાથે ડિવોર્સ લીધા ન હતા. તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરે તેમને છૂટાછેડા આપવાની ના કહી હતી અને આ જ કારણે તેમણે ડિવોર્સ લીધા વગર જ ધર્મ બદલીને હેમા માલિની સાથે બીજા લગ્ન કરી લીધા હતા. ધર્મેંદ્ર અને હેમા માલિનીને બે દીકરીઓ ઇશા અને આહના છે.

6.રાની મુખર્જી : બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જીએ પ્રોડ્યુસર આદિત્ય ચોપરા સાથે લગ્ન ક્રયા છે. તે બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી અફેર રહ્યુ હતુ. આદિત્ય ચોપરાએ રાની મુખર્જી સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. તેમણે આ પહેલા તેમની બાળપણની મિત્ર પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા, જો કે તે બાદ તેમના છૂટાછેડા થઇ ગયા હતા.

7.વિદ્યા બાલન : બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન તેમના પતિની ત્રીજી પત્ની છે. સિદ્ધાર્થ રોય કપૂરે ત્રણ લગ્ન કર્યા છે. વિદ્યા બાલન આજે તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ઘણી ખુશ છે અને તેઓ ખુશહાલીથી તેમનું જીવન જીવી રહ્યા છે.

Shah Jina