5 અભિનેતાઓએ ઠુકરાવ્યો ‘તારક મેહતા કા…’ના જેઠાલાલનો રોલ, કપિલ શર્મા શો અને ભાભીજી ઘર પર હૈ ના કલાકારોને પણ મળી હતી ઓફર

ટીવી ઇન્ડસ્ટ્રીનો કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશેમા સૌથી સફળ અને લાંબા સમયથી ચાલનારા શોમાંનો એક છે. અસિત કુમાર મોદી અને નીલા અસિત મોદી દ્વારા નિર્મતિ આ શોએ લોકોને મુશ્કિલ સમયમાં પણ તેમને હસાવવાનું કામ કર્યું છે.શોના મુખ્ય કિરદાર એવા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને દયાભાભી એટલે કે દિશા વકાણીની મજેદાર કેમેસ્ટ્રીએ પણ લોકોનું દિલ જીતી લીધું હતું. જણાવી દઈએ કે શો માટે જેઠાલાલનો કિરદાર દિલીપ જોશી પહેલા અન્ય પાંચ અભિનેતાઓને ઓફર કરવામાં આવ્યો હતો પણ તેમને કોઈ કારણોસર આ ઓફર સ્વીકારી ન હતી અને બાદમાં આ રોલ દિલીપ જોશીને મળ્યો હતો. આવો તો જાણીએ ક્યાં ક્યાં અભિનતાઓ જેઠાલાલના રોલને ઠુકરાવી ચુક્યા છે.


1. કિકુ શારદા: કિકુ શારદા હાલ ધ કપિલ શર્મા શોમાં જોવા મળે છે અને તે પોતાની જબરદસ્ત કોમિક ટાઈમિંગ માટે ફેમસ છે. એક સમયે કિકુને પણ જેઠાલાલાનો રોલ કરવાની ઓફર મળી હતી પણ કિકુએ તે સ્વીકારી ન હતી, રિપોર્ટના આધારે કિકુ ફૂલ ટાઈમ સીરિયલમાં કામ કરવા માંગતા ન હતા અને તે સ્ટેન્ડ અપ કોમેડીમાં જ ખુશ હતા.

2. રાજપાલ યાદવ: બોલીવુડમાં સૌથી સારા કોમેડિયનની લિસ્ટમાં રાજપાલ યાદવનું નામ પણ શામિલ છે. રાજપાલે ઘણા ટીવી શોની સાથે સાથે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.એક સમયે રાજપાલ યાદવને પણ જેઠાલાલના રોલ માટેની ઓફર મળી હતી જેનો તેને અસ્વીકાર કર્યો હતો. રાજપાલે ટીવી ઈન્ડસ્ટ્રીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને તે ફરીથી સિરિયલોમાં કામ કરવા માંગતા ન હતા, માટે તેણે જેઠાલાલની ઓફર ઠુકરાવી હતી.

3. યોગેશ ત્રિપાઠી: યોગેશ ત્રિપાઠીને ભાભીજી ઘર પર હૈમાં તેની ખાસ ભૂમિકા માટે જાણવામાં આવે છે. યોગેશ ત્રિપાઠી હપ્પુ સિંહકી ઉલ્ટન પલટનમાં પણ ખાસ કિરદારામાં જોવા મળે છે. એક સમય યોગેશને જેઠાલાલની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી પણ તે સમયે યોગેશ ભાભીજી ઘર પર હૈ ના શૂટિંગમાં વ્યસ્ત હતા માટે આ ઓફર સ્વીકારી ન હતી.

4.અહસાન કુરેશી: અહસાન કુરેશીને સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે જાણવામાં આવે છે, આ સિવાય તે સારો એવો અભિનય પણ કરી લે છે. તેની લોકપ્રિયતાને જોતા જેઠાલાલના રોલ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેણે આ ઓફરનો અસ્વીકાર કર્યો હતો, જો કે તેનું કારણ સામે આવ્યું ન હતું.

5. અલી અસગર: અલી અસગર ટીવી જગતના જાણીતા અભિનેતાઓમાના એક છે. તેને કહાની ઘર ઘર કી, કુટુંબ, કોમેડી સર્કસ, કોમેડી નાઈટ્સ વિથ કપીલ જેવા શો માટે જાણવામાં આવે છે. અભિનેતા  હોવાની સાથે સાથે અલી એક બેસ્ટ કોમડીયન પણ છે અને જેઠાલાના રોલ માટે અલી મેકર્સ માટે પહેલી પસંદ હતો. પણ તે સમયે અલી જેઠાલાલના કિરદાર માટે સમય કાઢી શકે તેમ ન હતો માટે આ ઓફર સ્વીકારી ન હતી.

દીપીલ જોશી પોતાને ભાગ્યવાન માને છે કેમ કે તેમને જેઠાલાલના રૂપે કામ કરવાનો મૌકો મળ્યો.એક ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ કહ્યું હતું કે તારક મેહતા શોમાં કામ કરવાના ઘણા સમય પહેલા તેમની પાસ કોઈ જ કામ ન હતું. એ સમયે મને લાગ્યું કે મારે મારા કામનું ક્ષેત્ર બદલી લેવું જોઈએ પણ અચાનક જ ભગવાનની કૃપાથી મને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરવા માટેની ઓફર આવી, અને મેં તેનો સ્વીકાર કર્યો.

Krishna Patel