મનોરંજન

બોલીવુડના આ 7 સેલિબ્રિટીઓએ આ કારણે નથી કરી જાહેરાત, જાણીને તમને પણ લાગશે નવાઈ

આજે જો લોકો કોઈને અનુસરતા હોય તો તે ટીવી પર આવનારી જાહેરાત. ટીવી પરની જાહેરાત જોઈને લોકો કોઈ પણ વસ્તુ ખરીદતા હોય છે. જાહેરાતમાં આવતો દરેક વ્યક્તિ લીડ રોલમાં હોય તેની સીધી અસર કોઈ પણ પ્રોડક્ટ પર પડે છે. ઘણા લોકો ટીવીની જાહેરાત કરીને જ કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે.

કોઈ પણ વસ્તુની જાહેરાત કરનાર કંપનીને ખબર હોય છે કે, આજે પબ્લિક કેવી વસ્તુ ખરીદશે. તેમાં પણ ખાસ કરીને કોઈ સેલિબ્રિટીને પણ કોઈ જાહેરાત સાથે જોડે છે. આ કારણે જ જાહેરાત માટે વધારેમાં વધારે સેલિબ્રિટીને અપ્રોચ કરવામાં આવે છે. જેથી તે સેલિબ્રિટીના ફેન્સ વધારેમાં વધારે તે પ્રોડક્ટનો ઉપયોગ કરે.

પરંતુ ઘણા એવા સેલિબ્રિટી છે જે લોકોએ અમુક પ્રકારની જાહેરાત કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. સેલિબ્રિટીઓ પૈસાને નહીં પરંતુ માણસાઈને મહત્વ આપીને અમુક પ્રકારની જાહેરાત કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

આવો જાણીએ કંઈ જાહેરાત માટે ક્યાં સેલિબ્રિટીઓએ ઇન્કાર કરી દીધો હતો.

અમિતાભ બચ્ચન

Image Source

અમિતાભ બચ્ચન ઘણી બધી જાહેરાતમાં જોવા મળે છે. પરંતુ અમિતાભે એક કોલ્ડડ્રીંકની જાહેરાતમાટે ઇન્કાર કરી દીધો હતો. અમિતાભની આ જાહેરાત ના કરવા પાછળનું કારણ હતું કે, એક સ્કૂલે જતી બાળકી આ પ્રકારની જાહેરાત નથી જોવા માંગતી. બાળકીનું કહેવું હતું કે, અમિતાભ આ પ્રકારની જાહેરાત કેમ કરે છે જે આપણા બધા માટે ઝેર છે.

જોન અબ્રાહમ

Image Source

જોન અબ્રાહમને ટીવી પર Men’s Grooming પ્રોડક્ટની જાહેરાતમાં જોવા મળે છે. પરંતુ જોન અબ્રાહમને આલ્કોહોલ અને તમાકુની જાહેરાત માટે જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેને પૈસાને નહીં પરંતુ માણસના સ્વાસ્થ્યને અગ્રેસર કરીને આ જાહેરાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આમિર ખાન

Image Source

બોલીવુડના મિસ્ટર પરફેકનિષ્ટ આમિર ખાનનું કહેવું છે કે, તે હંમેશા એવી જાહેરાત જ કરશે જે સામાજિક રીતે ઉપયોગી હોય.

કંગના રનૌત

Image Source

બૉલીવુડ કવિન કંગના રનૌતનું કહેવું છે કે, તે કયારે પણ ફેરનેસ ક્રીમ માટે જાહેરાત નહીં કરે અને અત્યાર સુધી કરી પણ નથી.

અક્ષય કુમાર

Image Source

બોલીવુડના ખેલાડી અક્ષયકુમાર તેની હેલ્ધી લાઈફ સ્ટાઇલ અને ફિટનેસને લઈને જાણીતા છે. આખું કુમાર કયારે પણ પાન -મસાલાની જાહેરાત નહીં કરે.

રણબીર કપૂર

Image Source

કંગનાની જેમ રણબીર કપૂરનું પણ એવું જ માનવું છે કે, કે તે ક્યારે ઓન કોઈ ફેરનેસ બ્રાન્ડને પ્રમોટ નહીં કરે. જેમાં રંગને લઈને ભેદભાવ થતો હોય.

સાઈ પલ્લવી

Image Source

સાઈ પલ્લવીને એક ફેરનેસ બ્રાન્ડ પ્રમોટ કરવા માટે 2 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ સાઈ પલ્લવીએ આ ઓફરને ઠુકરાવી દીધી હતી. પલ્લવીના આ કદમની બહુજ તારીફ કરવામાં આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.