ખબર ફિલ્મી દુનિયા

સગર્ભા હાથણીના મોતથી રોષે ભરાયા 7 બોલિવૂડ કલાકારો, કહ્યું કે, ‘લોકો પાસે દિલ નથી’

કેરળમાં સગર્ભા હાથણીની હત્યાથી બધાને ખુબ જ દુઃખ થયું છે. આ ઘટનાની જાણ થતાં લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને બધા જ ન્યાયની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. જણાવી દઈએ કે કેટલાક લોકોએ સગર્ભા હાથણીને ફટાકડાથી ભરેલ પાઈનેપલ ખવડાવ્યું અને તે પાઈનેપલ માતા હાથણીના મોઢામાં જ ફૂટી ગયું, આને કારણે તેનું અને તેના બાળકનું દુ:ખદ અવસાન થયું છે. આ ઘટના અંગે કલાકારોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

શ્રદ્ધા કપૂરે પેટા ઈન્ડિયા અને સીએમઓ કેરળને ટેગ કરીને ટ્વીટમાં લખ્યું કે, ‘કેવી રીતે? આવું કેવી કેવી રીતે બની શકે? શું લોકો પાસે દિલ નથી? મારું દિલ પુરી રીતે તૂટી ગયું છે. દોષીઓને કડક સજા થવી જોઈએ.’

જ્હોન અબ્રાહમે ટ્વિટર પર કેટલીક તસ્વીરો શેર કરી છે અને ઘણા સંગઠનો અને નેતાઓને ટેગ કરતા તેને લખ્યું, ‘આ આપણા માટે શરમજનક ઘટના છે. મને માનવી હોવા પર શરમ આવે છે.’

આ ઉપરાંત સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ પણ સોશિયલ મીડિયા પર આ ઘટના સંદર્ભે એક પોસ્ટ લખી છે
જેમાં તેને પેટા ઈન્ડિયાને ટેગ કર્યુ હતું. તેને લખ્યું છે કે, ‘આ ખૂબ જ ખતરનાક અને અસભ્ય ઘટના છે, આવું કોઈ કેવી રીતે કરી શકે છે? મને આશા છે કે આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.’

 

View this post on Instagram

 

A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) on

અનુષ્કા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અક્ષય કુમારે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, ‘કદાચ પ્રાણીઓ ઓછા જંગલી હોય છે અને માણસો વધુ અમાનવીય બની રહ્યા છે. એ હાથી સાથે જે થયું તે ખૂબ જ દિલ દુઃખાવનારૂ છે અને આવી ઘટના કોઈ પણ રીતે સ્વીકારી શકાય તેવી નથી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ.’

રણદીપ હૂડાએ કેરળના સીએમ પિનરાય વિજયન અને ભાજપ નેતા પ્રકાશ જાવડેકરને ટેગ કરીને ટ્વીટ કરી હતી કે, ‘સગર્નેભા હાથણીને ફટાકડાથી ભરેલા પાઈનેપલ ખવડાવવી એ સૌથી અમાનવીય કામ છે. આ એકદમ અસ્વીકાર્ય છે. દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઇએ.’

કપિલ શર્મા અને દિયા મિર્ઝાએ ચલાવ્યું અભિયાન

કેટલાક કલાકારોએ લોકોને અપીલ કરી છે કે તે એક ઓનલાઇન પિટિશન પર સહી કરી અને પ્રાણીઓ પર કરવામાં આવતા અત્યાચાર સામે પોતાનો અવાજ ઉઠાવે. પ્રખ્યાત હાસ્ય કલાકારો કપિલ શર્મા અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આ પહેલની શરૂઆત કરી છે અને સોશિયલ મીડિયા પર ઘણા કલાકારો અને ચાહકો આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.