મનોરંજન

8 બૉલીવુડ ફેમસ કપલ્સ, જેણે ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન

5 નંબર વિશે જાણીને ચકરાઈ જશો

કહેવાય છે ને કે પ્રેમની કોઈ સીમા કે ઉંમર નથી હોતી. પછી ભલે લગ્ન માટે પરિવારના વિરુદ્ધ પણ કેમ ન જવું પડે. જો કે આવું માત્ર સામાન્ય જનતા સાથે જ નથી થતું પણ બૉલીવુડના ઘણા એવા કલાકારો છે કે જેમણે પોતાના પ્રેમને મેળવવા માટે પોતાના ઘર-પરિવારનો પણ ત્યાગ કરી દીધો. એવામાં આજે અમે તમને એવા જ બૉલીવુડ અને ટીવી જગતના ફેમસ કપલ્સ વિશે જણાવીશું જેમણે એક સમયે ભાગીને લગ્ન કર્યા હતા.

Image Source

1. પદ્મિની કોલ્હાપુરી-પ્રદીપ શર્મા:
પદ્મિની અને પ્રદીપ ફિલ્મ ‘એસા પ્યાર કહા’ ના પ્રોજેક્ટ સાઈન કરતી વખતે મળ્યા હતા. પહેલી જ વારમાં બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને લાંબા સમય સુધી આ વાત લોકોથી છુપાવીને રાખી હતી. લગ્ન માટે બંન્નેનો પરિવાર રાજી ન હતો કેમ કે બંને અલગ અલગ જાતિના હતા. જેના પછી બંન્નેએ પરિવારથી વિરુદ્ધ ભાગીને 14 ઓગસ્ટ 1986 ના રોજ મુંબઈમાં એક મિત્રના ઘરે લગ્ન કરી લીધા.

Image Source

2. શશિ કપૂર-જેનિફર કેંડલ:
વર્ષ 1956 માં શશી કપૂર જયારે પોતાના થીએટર ગ્રુપ્સ, પૃથ્વી થીએટર અને શેક્સપિયરેના ગ્રુપમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેની મુલાકાત કલકતામાં જેનિફર સાથે થઇ હતી. અમુક મુલાકાતો પછી બંન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો અને લગ્નનો નિર્ણય લીધો. જો કે લગ્ન પર પરિવાર ખુશ ન હોવા છતાં પણ બંન્નેએ મુંબઈ આવીને 1958માં પારંપરિક રિવાજથી લગ્ન કરી લીધા. વર્ષ 1984 માં કેન્સરને લીધે જેનીફરની મૃત્યુ થઇ ગઈ હતી.

Image Source

3. ભાગ્યશ્રી પર્ટવર્ધન-હિમાલય દાસાની:
સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં દમદાર અભિનય કરનારી ભાગયશ્રીએ માત્ર 21 વર્ષની ઉંમરે હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા હતા. સ્કૂલના દિવસોમાં જ બંન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો અને સ્કૂલની જ ટ્રીપમાં હિમાલયે ભાગ્યશ્રીને પ્રપોઝ કર્યું હતું. જણાવી દઈએ કે ભાગ્યશ્રી સાંગલીના શાહી મરાઠી પરિવાર પર્ટવર્ધન ખાનદાનની દીકરી હતી અને તેના પિતા સાંગલીના રાજા હતા, માટે તે આ લગ્નના એકદમ વિરુદ્ધ હતા જેથી બંન્ને ઘરેથી ભાગી ગયા અને લગ્ન કરી લીધા.

Image Source

4. ગુરમીત ચૌધરી-દેબીના બૈનર્જી:
ટીવીના ફેમસ કપલ ગુરમીત ચૌધરી અને દેબીનાના લગ્ન પરિવારની હાજરીમાં 15 ફેબ્રુઆરી 2011 ના રોજ થયાં હતાં, પણ ખુબ ઓછા લોકો એ જાણતા હશે કે વર્ષ 2006 માં તેઓ ભાગીને લગ્ન કરી ચુક્યા હતા. જ્યારે તેઓ કામની શોધ કરી રહ્યા હતા અને માત્ર 19-20 ઉમંરના હતા ત્યારે જ ભાગીને લગ્ન કરી લીધા હતા. તે સમયે તેમના અમુક મિત્રોએ તેમની મદદ કરી અને ગોરેગાંવના એક મંદિરમાં લગ્ન કરી લીધા.

Image Source

5. આમિર ખાન-રીના દત્તા:
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે ભાગીને કર્યા હતા, રીના તે સમયે આમિરના પાડોશમાં રહેતી હતી. 21 વર્ષના આમિર અને રીના એકબીજાને પસંદ કરવા લાગ્યા અને આમિરે રીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. પણ ધર્મ અલગ અલગ હોવાને લીધે પરિવારે લગ્નની મંજૂરી ન આપી. જેના પછી બંન્ને ઘરેથી ભાગીને 18 એપ્રિલ 1986 ના રોજ લગ્ન કરી લીધા, અને જલ્દી જ માતા-પિતા પણ બની ગયા હતા. લગ્નના 16 વર્ષ પછી બંન્ને અલગ થઇ ગયા અને છૂટાછેડા લીધા જેના પછી આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.

Image Source

6. બિંદિયા ગોસ્વામી-જેપી દત્તા:
પહેલાના જમાનાની જાણીતી અભિનેત્રી બિંદિયાએ બે વાર ભાગીને જ લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન વિનોદ મેહરા સાથે કર્યા હતા. પરિવારનો લગ્ન પર વિરોધ હોવાને લીધે બંન્ને ઘરેથી ભાગી ગયા હતા. જો કે આ લગ્ન કઈ ખાસ ટકી ન શક્યા અને બંન્નેએ છૂટાછેડા લઇ લીધા. જેના પછી બિંદિયાને ડાયરેક્ટર જેપી દત્તા સાથે પ્રેમ થઇ ગયો હતો. આ લગ્નમાં પણ પરિવાર નાખુશ હતો માટે બિંદિયાએ ફરીથી એકવાર ભાગીને જેપી દત્તા સાથે લગ્ન કર્યા હતા.

Image Source

7. શમ્મી કપૂર-ગીતા બાલી:
શમ્મી કપૂરને એક ફિલ્મના સેટ પર જ ગીતા બળી સાથે પ્રેમ થઇ ગયો હતો, પણ ચાર મહિના સુધી ચક્કર લગાવ્યા પછી ગીતાએ લગ્ન માટે હા કહી હતી. ગીતા શમ્મી કરતા ઉંમરમાં એક વર્ષ મોટી હતી માટે તેને એવું જ હતું કે પરિવાર લગ્ન માટે ક્યારેય પણ મંજૂરી નહિ આપે માટે તેણે ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા. વર્ષ 1965 માં સ્મોલપોક્સ બીમારીને લીધે ગીતા બાલીની મૃત્યુ થઇ ગઈ હતી.

Image Source

8. શક્તિ કપૂર-શિવાંગી કોલ્હાપુરી:
અભિનેતા શક્તિ કપૂર અને પદ્મિની કોલ્હાપુરીની બહેન શિવાંગી કોલ્હાપુરીએ ઘણા વર્ષો સુધી એકબીજા સાથે ડેટ કરી હતી. પરિવાર લગ્નના વિરોધમાં હોવાથી બન્ને હિંમત કરીને 1982 માં ઘરેથી ભાગી ગયા અને કોર્ટ મેરેજ કરી લીધા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.