ફિલ્મી દુનિયા

એર ઇન્ડિયાની ભીષણ વિમાન દુર્ઘટના જોઈને છલકાઈ ઉઠ્યું બોલીવુડનું દર્દ, જાણો કોને શું કહ્યું

શુક્રવારે સાંજે એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન રનવે પર ક્રેશ થયું હતું અને લેન્ડિંગ દરમિયાન પ્લેનના બે ભાગ થયા હતા. આ ઘટના કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની છે. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને 17થી વધુ લોકોના મોત પણ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને

ઘાયલ મુસાફરો અને ક્રૂને એરપોર્ટ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે લગભગ 7.40 વાગ્યે બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર,વિમાન ટેબલટોપએ રનવે પર લેન્ડિગ કરતી વખતે વિમાન 30 ફુટ ખીણમાં તૂટી પડ્યું હતું. કોકપીટ ભાગને ભારે નુકસાન થયું છે. દુ: ખદ ઘટનામાં ઘાયલ થયેલા બધા લોકો માટે પ્રાર્થના અને શોક વ્યક્ત કરતા ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા પરદુઃખ વ્યક્ત કર્યું હતું.

Image source

અક્ષય કુમારે ટ્વીટર પે લખ્યું હતું કે, ભયાનક ખબર. એર ઈંડિયા એક્સપ્રેસમાં સવાર બધા મુસાફરો માટે ચાલક દળની સુરક્ષા માટે પ્રાર્થના. જે લોકોઆ તેના પ્રિયજનને ગુમાવી ચુક્યા છે. તેના પ્રત્યે મારી સંવેદના.

દિશા પટનીએ ટ્વીટર પર લખ્યું હતું કે, કોઝિકોડમાં રનવે પર એરઇન્ડિયા વિમાનનું દુઃખદ દુર્ઘટના લેન્ડિગથી ઝટકો લાગ્યો છે. બધા મુસાફરો, પાયલોટ અને ચાલક દલ માટે પ્રાર્થના. આ વર્ષ ભયાનક રહ્યું.

માઇક્રો બ્લોગિંગ સાઈટ પર રણદીપ હૂડાએ લખ્યું, ‘ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર ચોંકાવનારા છે. તમામ મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે પ્રાર્થના. ‘

પ્રીતિ ઝીંટાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, કોઝિકોડ એરપોર્ટ પર એરઇન્ડિયાની ફ્લાઇટની દુર્ઘટનાને સાંભળીન દુઃખ થયું.મુસાફરો અને ચાલક દળના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના. જે લોકોએ તેના પ્રિયજનોને ગુમાવ્યા છે તેના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના.

સંજય ગુપ્તાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, ‘એર ઇન્ડિયા જેવી દુર્ઘટના આ સમયે ચોક્કસપણે જોઈતી નહોતી. તમામ પરિવારો માટે પ્રાર્થના. ભગવાન બધું ઠીક કરે. ‘

નિમરત કૌરે ટ્વિટ કર્યું હતું કે ‘એર ઇન્ડિયાની કોઝીકોડની ફ્લાઇટમાં સવાર રહેલા બધાને પ્રાર્થના. વિમાનચાલકોના પરિવારો અને અન્ય તમામ મુસાફરો પ્રત્યે સંવેદના. ખૂબ જ મુશ્કેલ સમય, બધા અસરગ્રસ્ત. ભગવાન દયા કરો … # એર ઇન્ડિયાએક્સપ્રેસ ‘

રાહુલ દેવે વિમાન દુર્ઘટના સ્થળનો એક વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘કાલિકટ #AirIndiaExpress #airindia પર 191 મુસાફરો માટે પ્રાર્થના.’

ઇશા ગુપ્તાએ ટ્વીટ કર્યું, ‘#AirIndiaExpress પર સવાર દરેકની સલામતી માટે પ્રાર્થના.’

સોની રઝદાનએ ટ્વિટ કર્યું, ‘ભયંકર સમાચાર #airindia પાઇલટ્સ વિશે સાંભળીને દુઃખ થયું. બધા માટે પ્રાર્થના. ‘

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.