11 સેલિબ્રિટીઓ લગ્નમાં બંધાશે એટલે કરોડો રૂપિયાનો ધુમાડો થશે, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં
કોરોના મહામારી વચ્ચે સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો લગ્નગ્રંથિથી જોડાયા છે. એવામાં ઘણા કલાકારો એવા પણ છે કે જેઓ વર્ષ 2021 સુધીમાં લગ્નગ્રંથિથી જોડાઈ શકે તેમ છે. આવો તો જણાવીએ આ જોડીઓ વિશે જેઓ આવનારા વર્ષમાં લગ્ન કરી શકે તેમ છે.

1. રણબીર કપૂર-આલિયા ભટ્ટ:
બોલીવુડની રોમેન્ટિક જોડીઓમાં શામિલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખબરો આગળના ઘણા સમયથી આવી રહી છે. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુકેલી આ જોડી વર્ષ 2021 માં લગ્ન કરી શકે તેમ છે. જાણકારીના આધારે વર્ષ 2020 માં બંન્ને લગ્ન કરવાના હતા પણ કોરોના મહામારીને લીધે લગ્ન સ્થગિત કરવામાં આવ્યા હતા.

2. વરુણ ધવન-નતાશા દલાલ:
અભિનેતા વરુણ ધવન આગળના ઘણા સમયથી પોતાની બાળપણની મિત્ર નતાશા દલાલને ડેટ કરી રહ્યા છે અને કરન જોહરના ટૉક શો માં પોતાના સંબંધનો સ્વીકાર પણ કર્યો હતો. નતાશા એક ફેશન ડિઝાઈનર છે અને તે વરુણ સાથે ઈવેન્ટ્સ કે ફંક્શનમાં હંમેશા જોવા મળે છે. આવનારા વર્ષમાં બંન્ને લગ્ન કરી શકે તેમ છે, વરુણે નતાશા માટે ઘર પણ ખરીદી રાખ્યું છે.

3. પુલકિત સમ્રાટ-ક્રિતી ખરબંદા:
ટીવી ઇન્ડસ્ટ્રીથી બૉલીવુડ સુધી પહોંચનારા અભિનેતા પુલકિત સમ્રાટ ઘણા સમયથી બૉલીવુડ અભિનેત્રી ક્રિતી ખરબંદાને ડેટ કરી રહ્યા છે. બંન્ને ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ પોતાના પ્રેમને જાહેર કરી ચુક્યા છે અને બંન્ને વચ્ચે ખુબ જ સારી બોન્ડિંગ છે. જો કે તેના પહેલા પુલકિત શ્વેતા નામની યુવતી સાથે લગ્ન કરી ચુક્યા હતા અને પછી બંન્ને અલગ થઇ ગયા હતા.

4. જૈદ દરબાર-ગૌહર ખાન:
ટીવી અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગૌહર ખાન પોતાના બોયફ્રેન્ડ જૈદ દરબાર સાથે લગ્ન કરી શકે તેમ છે. ગૌહર ખાને જૈદ સાથેની સગાઈની જાણકારી પણ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. હાલના દિવસોમાં બંન્ને દુબઈમાં મોજ માણી રહ્યા છે. બંન્નેનો પરિવાર પણ દુબઈમાં જ રહે છે અને લગ્નની તૈયારીઓમાં લાગેલો છે. એવામાં બંન્નેના લગ્નનું આયોજન પણ દુબઈમાં જ થઇ શકે તેમ છે.

5. આદિત્ય નારાયણ-શ્વેતા અગ્રવાલ:
ફેમસ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ પણ એક શાનદાર સિંગર છે અને તે જલ્દી જ પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવાના છે. બંન્નેની સગાઈની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. બંન્ને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને વર્ષ 2021 માં લગ્ન કરી શકે તેમ છે.

6. સુષ્મિતા સેન-રોહમન શૉલ:
પૂર્વ વિશ્વ સુંદરી સુષ્મિતા સેન 45 વર્ષની થઇ ચુકી છે પણ તેની સુંદરતા આજે પણ યથાવત છે. એક સમયે સુષ્મિતાનું નામ ઘણા લોકો સાથે જોડાયું હતું પણ હાલ તે મૂળ કાશ્મીરના મૉડલ રોહમન શૉલને ડેટ કરી રહી છે જે સુષ્મિતા કરતા 15 વર્ષ નાના છે. બંન્ને અવાર-નવાર એકબીજા સાથેની તસ્વીરો શેર કરતા રહે છે અને વેકેશનમાં પણ સાથે જ જાય છે. બંન્ને વચ્ચેની બોન્ડિંગને જોતા લાગે છે કે તેઓ વર્ષ 2021 માં લગ્ન કરી શકે તેમ છે.

7. રિચા ચઢ્ઢા-અલી ફજલ:
અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફજલ ઘણા સમયથી એકબીજાના રિલેશનમાં છે. બંન્નેએ મુંબઈમાં મકાન પણ જોઈ રાખ્યું છે, એવામાં બંન્ને વર્ષ 2021 માં લગ્નગ્રંથીથી જોડાઈ શકે તેમ છે.

8. શાહિર શેખ-રુચિકા કપૂર:
ટીવી જગતના ફેમસ અભિનેતા શાહિર શેખ જલ્દી જ પોતાની ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર સાથે લગ્ન કરવાના છે. તાજેતરમાં જ શાહિરે રુચિકા સાથેની તસ્વીર પોસ્ટ કરી હતી જેમાં શાહિરે રૂચિકાનો હાથ પકડી રાખ્યો હતો અને તેણે પહેરેલી ડાયમંડ રિંગ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે બંન્ને ડિસેમ્બરમાં લગ્ન કરી શકે તેમ છે.

9. પરજાન દસ્તુર-ડેલના શ્રોફ:
ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં સાઇલેન્ટ બાળ સરદારનો અભિનય કરેલા પરજાન હાલ મોટા થઇ ગયા છે અને જલ્દી જ પોતાની ગર્લફ્રેન્ડ ડેલના શ્રોફ સાથે લગ્ન કરવાના છે. જણાવી દઈએ કે બંન્નેની સગાઈ થઇ ચુકી છે અને બંન્નેએ સગાઈની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

10. મલાઈકા અરોરા- અર્જુન કપૂર:
લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા અર્જુન-મલાઈકા આવનારા વર્ષે લગ્ન કરી શકે તેમ છે. જો કે બંન્નેમાંથી કોઈએ તેની આધિકારિક જાણ આપી નથી. વર્ષ 2017 માં મલાઈકાએ પતિ અરબાઝ ખાન સાથે છુટાકડા લીધા હતા જેના પછીથી તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે, મલાઈકા-અરબાઝનો એક દીકરો અરહાન ખાન પણ છે.

11. નોરા ફતેહી:
અભિનેત્રી અને બેલી ડાન્સર નોરા ફતેહી પણ આવનારા વર્ષે લગ્ન કરી શકે તેમ છે. જો કે તેનો થનારો ભાવિ પતિ કોણ હશે તેની જાણ નોરાએ આપી નથી. અમુક દિવસો પહેલા નોરાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તે લગ્ન કરવાના મૂડમાં છે અને લખ્યું હતું કે લગ્ન માટે એક વ્યક્તિનો પ્રસ્તાવ આવ્યો છે અને તે તેને ના ન કહી શકી. હવે જોવાનું રહેશે કે શું હકીકતે નોરા લગ્ન કરવાની જ છે કે પછી તે માત્ર મજાક-મસ્તી કરી રહી હતી.