મનોરંજન

બોલીવુડના આ 4 સિતારાઓ તેની સાવકી માતાને કરે છે બહુ જ પ્રેમ, નંબર 3 છે સૌની ફેવરિટ

બોલીવુડના ઘણા એવા સ્ટાર છે જેને તેના બાળકોથી અલગ થઈને બીજા લગ્ન કર્યા છે. બોલીવુડમાં આજકાલ સ્ટારકિડનો જમાનો છે. સ્ટાર કિડ તેના નામ અને તેની એક્ટિંગના દમ પર બોલીવુડમાં એક નવી જગ્યા બનાવવામાં ઘણી હદ સુધી સફળ રહે છે. સેલિબ્રિટીના નામની આગળ સ્ટાર કિડ્સ લાગી જાય છે. સ્ટારકિડને કામ શોધવામાં વધારે સમય નથી લાગતો. પરંતુ વાત ત્યાંથી નથી અટકી જતી. સ્ટારકિડને સફળ થવામાં મહેનત કરવી પડતી હોય છે.

આજે આમ તમને બોલીવુડના એવા સિતારાઓ વિષે જણાવીશું કે, જે તેની સાવકી માતાને બેહદ પ્રેમ કરે છે.

1.સલમાન ખાન

Image Source

બોલીવુડના દબંગ ખાન અને ભાઈજાન તરીકે જાણીતા સલમાન ખાનના ઈશારા પર આખું બૉલીવુડ છે. સલમાન ખાન બોલીવુડના જાણીતા એક્ટર પૈકીનો એક છે. સલમાન ખાન ભલે હજુ સુધી કુંવારો હોય પરંતુ તેના પિતા સલીમ ખાન 2 લગ્ન કરી ચુક્યા છે. સલમાન ખાન તેના પિતાની બીજી પત્ની હેલનને બહુ જ પ્રેમ કરે છે. સલમાન ખાન કયારે પણ તેની સગી માતા અને સાવકી માતા વચ્ચે ફર્ક નથી રાખતો. સલમાન ખાન બંનેને સરખો જ પ્રેમ કરે છે.

2.શાહિદ કપૂર

Image Source

બોલીવુડનો ચોકલેટી બોય શાહિદ કપૂરે તેની મહેનતથી કરિયરમાં ઘણો ઊંચો મુકામ હાંસિલ કર્યો છે. લાખો યુવતીઓ શાહિદ કપૂરની દીવાની છે. શાહિદ કપૂરની કરિયર ઘણી સારી રહી છે. શાહિદ કપૂરે નામ અને ફેમ બંને કમાયા છે. શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરે 2 લગ્ન કર્યા છે. શાહિદ કપૂરની માતાનું નામ નીલિમા છે. પરંતુ સુપ્રિયા પાઠક શાહિદ કપૂરની સાવકી માતા છે. શાહિદ તેની સાવકી માતા સુપ્રિયા પાઠકને બહુ જ પ્રેમ કરે છે.

3.સારા અલી ખાન

Image Source

બોલીવુડની સિમ્બા ગર્લ સારા અલી ખાન આજે કોઈ પ્રસિદ્ધિની મોહતાજ નથી. સારા અલી ખાને જયારેથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે ત્યારથી તેની ચર્ચા લગાતાર થઇ રહી છે. સારા અલી ખાનની માતાની નામ અમૃતા સિંહ છે. જેને તે બહુ જ પ્રેમ કરે છે. પરંતુ સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર સાથે પણ સારા અલી ખાનનું સારું બોન્ડિંગ જોવા મળે છે. બંને ઘણી વાર સાથે જોવા મળે છે. સારા અલી ખાન તેની સાવકી માતાને નફરરત નથી કરતી.

4.સની દેઓલ

Image Source

બોલીવુડના જાણીતા એક્શન હીરો સની દેઓલ ધર્મેન્દ્રનો દીકરો છે. ધર્મેન્દ્રએ તેની કરિયરમાં એક બાદ એક સુપરહિટ ફિલ્મો આપી છે.ધર્મેન્દ્રએ 2 લગ્ન કર્યા છે. ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે, સની દેઓલ પ્રકાશ કૌરના દીકરા છે. ધર્મેન્દ્રે બૉલીવુડ એક્ટ્રેસ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનાથી તે 2 દીકરી છે. સની દેઓલ તેની સાવકી માતા હેમા માલિનીને ઘણો પ્રેમ કરે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.