સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ જ નહિ પરંતુ આ 5 લવ સ્ટોરી પણ રહી ગઇ અધૂરી, જાણો

કાળના ગાલમાં સમાઇ ગઇ આ લવસ્ટોરીઓ, તૂટી ગયા કેટલાક પથ્થર દિલ, 3 નંબર વિશે તો આજે પણ લોકો જોઈને રડી પડે છે

ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક એવી પ્રેમ કહાનીઓ છે, જેને લોકો કયારેય ભૂલાવી નહિ શકે. સિદ્ધાર્થ અને શહેનાઝની જોડીને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવતી હતી પરંતુ સિદ્ધાર્થના અચાનક નિધનથી શહેનાઝ સદમામાં છે. કંઇક આવો જ હાલ રિયા ચક્રવર્તીનો હતો જયારે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. બંનેની જોડી ઘણી ચર્ચામાં રહી હતી. આવી જ ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક અધૂરી પ્રેમ કહાનીઓ છે.

1.સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ : ટીવી ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ-13 વિનર સિદ્ધાર્થ શુક્લાની જોડી બિગબોસનાા ઘરમાં જ બની હતી. આ જોડી ઘણી પોપ્યુલર થઇ ગઇ હતી અને ચાહકોએ તેમની જોડીનુ નામ સિડનાઝ આપી દીધુ હતુ. સિડનાઝને સાથે જોવાનું ચાહકોનું સપનુ અધૂરુ રહી ગયુ.

2.સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી : સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીની પ્રેમ કહાનીનો અંત દર્દનાક થયો, સુશાંતના નિધન બાદ તેની ગર્લફ્રેન્ડ રિયાનું નામ ઘણા વિવાદોમાં રહ્યુ હતુ. ખબરોની માનીએ તો બંનેએ લગ્ન કરવાની પ્લાનિંગ પણ કરી લીધી હતી. પરંતુ અભિનેતાએ આત્મહત્યા કરી હતી અને આ સાથે જ બધુ ખત્મ થઇ ગયુ.

3.પ્રત્યૂષા બેનર્જી અને રાહુલ રાજ : બાલિકા વધુ ફેમ અભિનેત્રી વર્ષ 2016માં પ્રત્યૂષા બેનર્જીનાા નિધનની ખબરે તો બધાને ચોંકાવી નાખ્યા હતા. પ્રત્યૂષા લાંબા સમય સુધી રાહુલ રાજને ડેટ કરી રહી હતી. અભિનેત્રીના નિધન બાદ રાહુલ ઘણા સમય સુુધી કંટ્રોવર્સીમાં રહ્યા હતા. તેમની લવ સ્ટોરી પણ અધૂરી રહી ગઇ.

4.જિયા ખાન અને સૂરજ પંચોલી : વર્ષ 2013માં જિયા ખાનની ડેડબોડી તેના રૂમમાં મળી હતી. તેના નિધન બાદ આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી ઘણા વિવાદોમાં રહ્યા હતા. જિયા ખાનની મોત બાદ તેમની લવ સ્ટોરી પણ અધૂરી રહી ગઇ.

5.દિવ્યા ભારતી અને સાજિદ નડિયાદવાલા : બોલિવુડની ટેલેન્ટેડ અને ક્યુટ અભિનેત્રી દિવ્યા ભારતીએ સાજિદ નડિયાદવાલા સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ જ દિવ્યાએ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.

Shah Jina