ઘરેથી દીકરીની ડોલી ઉઠતા જ ખૂબ જ રડ્યા હતા આ 9 સેલેબ્સ, જુઓ સ્ટાર્સની દીકરીઓની વિદાયની તસવીરો
દીકરીની વિદાયનો સમય એવો હોય છે, જ્યારે માતાની સાથે પિતા પણ ખૂબ જ દુઃખી અને ભાવુક થઈ જાય છે. દીકરીના લગ્ન અને તેની વિદાય દરેક માતા-પિતા માટે ખૂબ જ ભાવુક હોય છે. આ દરમિયાન સામાન્ય લોકોની સાથે સાથે સેલેબ્સ પણ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા નહીં. ઘણા એવા સેલેબ્સ છે જેઓ પોતાની દીકરીના લગ્નમાં ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તો ચાલો જાણીએ આવા સેલેબ્સ વિશે…
1.મહેશ ભટ્ટ : આ લિસ્ટમાં પહેલું નામ મહેશ ભટ્ટનું છે, જેમની દીકરી એટલે કે અભિનેત્રી આલિયા ભટ્ટના થોડા દિવસો પહેલા 14 એપ્રિલના રોજ જ લગ્ન થયાં છે. મહેશ ભટ્ટ તેમની દીકરીની વિદાય અને કન્યાદાન દરમિયાન ખૂબ જ ઉદાસ અને ભાવુક દેખાતા હતા. આ સિવાય એક તસવીરમાં તે તેમના જમાઈ અને અભિનેતા રણબીરને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા.
2.અમિતાભ બચ્ચન : હિન્દી ફિલ્મ જગતના સુપરહીરો કહેવાતા અમિતાભ બચ્ચન તેમની પુત્રી શ્વેતા બચ્ચનના લગ્ન વખતે ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા, જે તસવીરો સામે આવી તે જોઇને લાગી રહ્યુ હતુ કે અમિતાભ બચ્ચને તેમના દિલનો ટુકડો આપી દીધો હોય.
3.ધર્મેન્દ્ર : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ તેમની પુત્રી ઇશા દેઓલના લગ્ન વખતે ખૂબ જ ઉદાસ અને ભાવુક થઈ ગયા હતા અને પુત્રીની વિદાય વખતે ધર્મેન્દ્રની ધીરજનો બંધ પણ તૂટી ગયો હતો.
4.રજનીકાંત : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા રજનીકાંત પણ પોતાની દીકરીના લગ્ન વખતે પોતાના આંસુ રોકી શક્યા ન હતા. રજનીકાંત તેમની પુત્રીની વિદાય વખતે ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.
5.ઋષિ કપૂર : આ યાદીમાં બોલિવૂડના દિવંગત અભિનેતા ઋષિ કપૂરનું નામ પણ સામેલ છે, જેઓ દીકરી રિદ્ધિમા કપૂરના લગ્ન દરમિયાન ખૂબ જ ભાવુક દેખાતા હતા અને લગ્ન દરમિયાન મંડપમાં જ તેમના આંસુ સરી પડ્યા હતા. જો કે, તેમના પુત્ર રણબીર કપૂરના લગ્ન જોવાનું તેમના માટે એક સપનું જ રહી ગયું. તેઓ રણબીર કપૂરના લગ્ન પહેલા જ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.
6.અનિલ કપૂર : બોલિવૂડના લખન કહેવાતા અનિલ કપૂર તેમની દીકરી સોનમ કપૂરની કેટલી નજીક છે, તે કહેવાની જરૂર નથી. આવી સ્થિતિમાં અનિલ કપૂર પણ પોતાની દીકરીની વિદાય વખતે ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા, કારણ કે અનિલ કપૂર હંમેશાથી સોનમની ખૂબ નજીક હતા.
7.સલીમ ખાન : આ યાદીમાં અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનનું પણ નામ છે, જે પોતાની પુત્રી અર્પિતા ખાનના લગ્ન વખતે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. અર્પિતા સલીમ ખાનની દત્તક પુત્રી હોવા છતાં, તે હંમેશા તેમના દિલની ખૂબ નજીક રહી છે.
8.સુનીલ દત્ત : બોલિવૂડ એક્ટર સંજય દત્તના પિતા સુનીલ દત્ત પણ તેમની પુત્રી પ્રિયાના લગ્ન દરમિયાન ખૂબ જ ઉદાસ અને ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન સુનીલ દત્તને તેની પત્ની નરગીસ પણ યાદ આવી હતી, જેના કારણે તેણે પત્નીની તસવીરો સાથે રાખીને લગ્નની વિધિઓ પૂર્ણ કરી હતી.
9.મુકેશ અંબાણી : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પણ તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્ન દરમિયાન ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા અને દીકરીની વિદાય વખતે મુકેશ અંબાણીના આંસુ પણ છલકાયા હતા.