બોલિવૂડના 8 કલાકારોને લગ્નની સુખ શાંતિ ન મળી, ખુબ તડપ્યા
નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકીના છૂટાછેડાની ખબરો આવી રહ્યા છે. આલિયાએ તેના લગ્નને સમાપ્ત કરવા અને છૂટાછેડા આપવાની માંગ કરી છે. આ સિવાય તેઓએ છૂટાછેડા પછી ભરણ પોષણની પણ માંગ કરી છે. આલિયા સિદ્દીકીએ કહ્યું છે કે તે આ લગ્નથી ખુશ નથી અને ‘ગંભીર મુદ્દાઓને કારણે’ છૂટાછેડા લેવા માંગે છે. નવાઝુદ્દીન સિદ્દીકી એકમાત્ર એવા અભિનેતા નથી જેમના વર્ષો જૂનું લગ્નજીવન છૂટું પડી રહ્યું છે. આ પહેલા બોલિવૂડના આ કપલ્સના સંબંધો પણ વર્ષો પછી તૂટી ગયા હતા. તો ચાલો જોઈએ આ લિસ્ટમાં કોનું કોનું નામ છે.
1. કોંકણા સેન શર્મા અને રણવીર શોરે:

કોંકણા સેન શર્મા અને રણવીર શોરેએ પણ લગ્નના માત્ર 5 વર્ષ પછી અલગ થવાની જાહેરાત કરી હતી.
2. કરિશ્મા કપૂર અને સંજય કપૂર:

કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન પણ 13 વર્ષ પછી તૂટી ગયા હતા. તેમના લગ્ન તૂટવાના સમાચારથી ચાહકો હચમચી ગયા હતા.
3. સૈફ અલી ખાન અને અમૃતા સિંહ:

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની જોડીના છુટા થવાને કારણે ચાહકો ખુબ જ નિરાશ થયા હતા. લગ્નના 13 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી સૈફએ મોટી રકમ પણ ભરણ પોષણ માટે ચૂકવવી પડી હતી. પછી તેને કરીના કપૂર સાથે લગ્ન કર્યા છે અને બંનેનું એક બાળક તૈમુર પણ છે હાલમાં તે ખુશાલીથી જીવન વિતાવી રહ્યા છે.
4. રિતિક રોશન અને સુઝાન ખાન:

આવો જ એક આઘાતજનક છૂટાછેડા બોલિવૂડ સ્ટાર્સ રિતિક રોશન અને સુઝાન ખાનના હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી સુંદર યુગલે લગ્નના 14 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા. પરંતુ છૂટાછેડા પછી પણ બંનેને સાથે જોવા મળ્યા હતા.
5. આમિર ખાન અને રીના દત્તા:

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તના છૂટાછેડા પણ ચોંકાવનારા હતા. બંનેના છૂટાછેડા લગ્નના 16 વર્ષ પછી થયાં.
6. ફરહાન અખ્તર અને અધુના ભાંભની:

આવો જ એક ચોંકાવનારા છૂટાછેડો ફરહાન અખ્તર અને અધુના ભાંભનીના હતા. આ સેલિબ્રિટી કપલે લગ્નના 17 વર્ષ પછી એક બીજાને છોડી દીધી હતી.
7. મલાઈકા અરોરા અને અરબાઝ ખાન:

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના પણ આ છૂટાછેડાની યાદીમાં છે. તેમના છુટા થવાથી ઘણા ચાહકોના દિલ તૂટ્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ બંનેએ એક બીજાને છૂટાછેડા આપી દીધા હતા. ખબરો અનુસાર મલાઈકા હાલમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
8. અર્જુન રામપાલ અને મહેર જેસિયા:

બોલિવૂડ સ્ટાર્સ અર્જુન રામપાલ અને મેહર જેસિયાના લગ્નના 20 વર્ષ પછી છૂટાછેડા થયા હતા. હાલમાં અર્જુનનું નામ ગેબ્રિએલા ડીમેટ્રીએડ્સ સાથે જોડવામાં આવ્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.