મનોરંજન

લગ્નનું ખોટું નાટક: પબ્લિસિટી માટે આ 7 સેલિબ્રિટીઓએ પાર કરી દરેક હદ, તોડ્યો ચાહકોનો વિશ્વાસ

આ 7 સિતારાઓએ ચાહકોનો ભરોસો તોડ્યો અને બનાવ્યા મહામૂર્ખ…

શોની ટીઆરપી વધારવા માટે મેકર્સ, એક્ટર્સ કંઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. અમુકતો પબ્લિસિટીના ચક્કરમાં ખોટા લગ્ન પણ કરતા હોય છે. આજે અમે તમને એવા જ અમુક કલાકારો વિશે જણાવીશું જેઓ પબ્લિસિટી મેળળવા માટે ઓનસ્ક્રીન લગ્નનું ખોટું નાટક પણ કરી ચુક્યા છે.

Image Source

1. પારસ છાબરા:
પારસ છાબરાએ રિયાલિટી શો મુજસે શાદી કરોગેમાં અભિનેત્રી આંચલ ખુરાના સાથે લગ્ન કર્યા હતા.જો કે પછી આંચલે જ ખુલાસો કર્યો હતો કે આ બધું નાટક હતું.

Image Source

2. સારા ખાન:
ટીવીની અભિનેત્રી સારા ખાને પણ બિગ બૉસ 14 ના દરમિયાન ઘરમાં પોતાના મંગેતર અલી મર્ચેન્ટ સાથે લગ્ન કર્યા હતા. દર્શકોને લાગ્યું હતું કે બંને એકબીજાને ખુબ પ્રેમ કરે છે, પણ ઘરમાંથી બહાર નીકળતા જ બંને અલગ થઇ ગયા.

Image Source

3. રતન રાજપૂત:
ટીવી શો અગલે જનમ મોહે બીટીયા હી કીજો દ્વારા લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી રતન રાજપૂતે પણ પોતાનો સ્વયંવર કર્યો હતો. આ દરમિયાન રતને દિલ્લીના એક સોફ્ટવેર એન્જીનીયરને પાર્ટનર તરીકે પસંદ કર્યો અને સગાઈ પણ કર હતી. જો કે શો ખતમ થતા જ બંને અલગ થઇ ગયા હતા.

Image Source

4. જસલીન મથારુ:
આગળના ઘણા સમયથી 30 વર્ષની જસલીન મથારુ અને 67 વર્ષના અનુપ જલોટાના લગ્નની તસ્વીરો વાયરલ થઇ રહી છે. જેથી લોકોને લાગ્યું કે બંનેએ લગ્ન કરી લીધા છે.જો કે  અમુક સમય પછી જાણ થઈ કે તે બંન્ને એક ફિલ્મમાં સાથે કામ કરવાના હતા, જેના પ્રમોશન માટે પોતાની આ તસ્વીર શેર કરી હતી.

Image Source

5. નેહા કક્ક્ડ:
રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં જજના સ્વરૂપે જોવા મળેલી નેહા અને શોના હોસ્ટ આદિત્ય નારાયણના લગ્નની ચર્ચાઓ ખુબ સામે આવી હતી. મેકર્સે શોની ટીઆરપી વધારવા માટે આદિત્ય-નેહાના લગ્નનું નાટક પણ કર્યું હતું. પણ અમુક સમય પછી ખબર પડી કે આ માત્ર ટીઆરપી માટે થઇ રહ્યું છે.

Image Source

6. શહનાઝ ગિલ:
શહનાઝ ગીલે પણ બિગ બોસ ખતમ થયા પછી સ્વયંવર રચ્યો હતો. શોની ટીઆરપી વધારવા માટે ખુબ મહેનત કરવામાં આવી પણ શોના અંતમાં શહેનાઝે પોતાનો પાર્ટનર પસંદ કરવાની મનાઈ કરી દીધી હતી.

Image Source

7. રાખી સાવંત:
રાખી સાવંતે લગ્નના નામે ખુબ પબ્લિસિટી મેળવી હતી. રાખીએ ‘રાખીકા સ્વયંવર’માં ભાગ લીધો હતો અને ઈલેશ નામના એક એનઆરઆઈ સાથે સગાઈ કરી હતી. પણ શો ખતમ થયાના અમુક જ સમય પછી રાખીએ સગાઈ તોડી નાખી હતી.