મનોરંજન

ફક્ત પટૌડી જ નહીં, પણ આ 9 બોલિવુડ સ્ટાર્સ પણ શાહી પરિવારમાંથી આવે છે! 5 નંબરના સ્ટાર વિશે તો જાણીને વિશ્વાસ નહીં આવે…

શાહી પરિવાર વિશે જાણકારી મેળવવી દરેકને ગમે છે, તેમની લાઇફ સ્ટાઇલ, રહેવાનું, કપડાથી લઇને ખાવા-પીવાનું પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. તેવું જ કંઇક બોલિવુડ સ્ટાર્સનું પણ છે. બોલિવુડ સ્ટાર્સ અને તેમની લાઇફ સ્ટાઇલ વિશે હર કોઇ જાણવા માંગે છે. તેમાં પણ જો ખબર પડે કે આ બોલિવુડ સ્ટાર્સ તો રોયલ પરિવારમાંથી આવે છે તો તે વિશેષ સ્થાન ધરાવે છે. તો આવો બોલિવુડ રોયલ સ્ટાર્સ વિશે જાણીએ….

પટૌડીઝ- સૈફ, સોહા અને સારા અલી ખાન
બોલિવુડમાં જ્યારે પણ રોયલ પરિવારની વાત આવે ત્યારે પહેલુ નામ સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને સારા અલી ખાનનું નામ આવે છે, કારણ કે આ પટૌડી પરિવારમાંથી આવે છે. સૈફ અલી ખાન પટૌડી ના નવાબો ના મુસ્લિમ પઠાણ કુટુંબ અને બંગાળ ના બંગાળી ટાગોર પરિવારના સંયોજનમાં જન્મ્યો હતો. સૈફના પિતા મન્સુર અલી ખાન પટૌડી, જે પટૌડી ના આઠમાં નવાબ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતા. સૈફ અલી ખાન અને તેની નાની બહેન સોહા અલી ખાન પણ બોલિવુડના એક્ટર હોવાની સાથે શાહી પરિવારમાંથી આવે છે. હવે આ વારસો સારા અલી ખાન જાળવી રહી છે.

અદિતિ રાવ હૈદરી
બોલિવુડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ બે શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મુહમ્મદ સાલેહ અકબર હૈદર અને જે. રામેશ્વર રાવ જે વાનાપર્થીના પૂર્વ રાજા હતા. તેમના નાના રાજા જે રામેશ્વર રાવ વાનાપર્થી રાજ્યનું પ્રશાસનના પ્રમુખ છે. તે હૈદરાબાદના એક પ્રતિષ્ઠિત શિક્ષાવિદ અને ઓરિએન્ટ બ્લેક સ્વાન પ્રકાશન હાઉસના અધ્યક્ષ પણ હતા.

કિરણ રાવ
બોલિવુડ એક્ટ્રેસ પરફેક્શનિસ્ટ આમિર ખાનની પત્ની અને નિર્દેશક કિરણ રાવે ફિલ્મ દિલ ચાહતા હૈમા નાનકડી ભૂમિકા ભજવી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે કિરણ શાહી પરિવારમાંથી આવે છે. જી હાં, કિરણ જે.રામેશ્વર રાવના શાહી પરિવારની દીકરી છે. વાનાપર્થી, મહબૂબનગર જિલ્લા, તેલંગાના રાજા તેના દાદા છે. ઉલ્લેખનીય છે કે, કિરણના દાદા બોલિવુડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીના નાના છે. તેથી કિરણ અને અદિતિ કઝીન્સ છે.

ભાગ્યશ્રી
સલમાન ખાન સાથે સુરજ બડજાત્યાની ફિલ્મ મેને પ્યાર કિયાથી બોલિવુડમાં પદાર્પણ કરનારી એક્ટ્રેસ ભાગ્યશ્રી શાહી પરિવારમાંથી આવે છે. મહારાષ્ટ્ર રાજ્યના સાંવલીના શાહી મરાઠા પરિવાર માંથી ભાગ્યશ્રી આવે છે. ભાગ્યશ્રી સાંવલીના રાજા વિજય સિંહરાવ માધવરાવ પટવર્ધનની દીકરી છે.

ઇરફાન ખાન
થોડા સમય પહેલા ઇરફાન ખાનનું નિધન થયું હતું. ઇરફાન ખાન વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તે શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જી, હાં ઇરફાન મુસ્લિમ પઠાણ પરિવારમાં જન્મ્યો હતો. પરંતુ તેની માતા ટોંક હકીમ વંશમાંથી આવી હતી, અને પિતા ટોંક જિલ્લાની પાસે ખજુરિયા ગામના હતા. જે એક જાગીરદાર હતા.

રિયા અને રાઇમા સેન
70-80ના દાયકાની બોલિવુડ અભિનેત્રી મુનમુન સેનની બંન્ને દીકરીઓ રિયા અને રાઇમા સેન શાહી પરિવારમાંથી આવે છે. રિયા રાઇમાના પિતૃક અને માતૃક બંને પરિવારમાં શાહી લોહી છે. તેમની દાદી ઇલા દેવી, ઇન્દિરા રાજની દીકરી અને કૂચ બહેરની રાજકુમારી હતી. તે જયપુરની મહારાણી ગાયત્રી દેવીની મોટી બહેન પણ છે.

મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલાનો જન્મ નેપાળના રાજવી પરિવારમાં થયો હતો. મનીષા ફક્ત નેપાળના શાહી પરિવારમાંથી જ નથી આવતી. પરંતુ તેનો પરિવાર રાજકીય રીતે પણ અગ્રણી રહ્યો છે. તેના દાદા, કાકા નેપાળના વડાપ્રધાન રહી ચુક્યા છે. તથા પિતા પણ પર્યાવરણ પ્રધાન તરીકે કાર્ય કરી ચુક્યાં છે.

સાગરિકા ઘાટગે
ચક દે ઇન્ડિયા ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી સાગરિકા ઘાટગે શાહિ પરિવારમાંથી આવે છે. સાગરિકા કોલ્હાપુરના વિજય સિંહ ઘાટગેની દીકરી છે. સાગરિકાએ ઇન્ડિય ક્રિકેટ પ્લેયર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા છે.

સોનલ ચૌહાણ
ફિલ્મ જન્નત દ્વારા બોલિવુડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી સોનલ શાહી પરિવારમાંથી આવે છે. સોનલ ઉત્તર પ્રદેશના રોયલ રાજપુત પરિવારમાંથી આવે છે. સોનલ ચૌહાણનો જન્મ ટ્રેડિશનલ રાજપુત પરિવારમાં થયો છે. પરંતુ તેને તેની લાઇફમાં જે કરવું હોય તેના માટે તેને સ્વતંત્રતા આપવામાં આવી હતી. સોનલ મિસ વર્લ્ડ ટુરિઝમ 2005ની વિનર બની હતી.