કરણ મહેરાએ જ નહિ પરંતુ આ 7 ટીવી સેલેબ્સના પાર્ટનર નીકળ્યા ધોખેબાજ અને લફરાબાજ, દીપિકા કક્કડ સહિત અનેક સેલેબ્સ સામેલ

આવા લોકોને તમે અસલી હીરો કહો છો? ટીવીમાં સુંદર દેખાતા આ સેલિબ્રિટીઓની અસલિયત જાણીને હોંશ ઉડી જશે- જુઓ કેવા કારનામા કરેલા છે

ટીવીની દુનિયામાં ઘણા એવા સ્ટાર્સ હોય છે જેને પ્રેમ કોઇ બીજાને કર્યો અને લગ્ન કોઇ બીજા જોડે કર્યા. આજના સમયમાં પ્રેમમાં દગો એક સામાન્ય વાત બની ગઇ છે.

કેટલાક લોકો લગ્ન પહેલા કે પછી કોઇના સાથે અફેરને કારણે તેમના પાર્ટનરને દગો આપે છે. સામાન્ય લોકો જ નહિ પરંતુ ટીવી સ્ટાર પણ તેમના પાર્ટનરને દગો આપતા હોય છે.

એક સંબંધને બનાવીને રાખવા માટે ઘણુ બધુ કરવુ પડતુ હોય છે. તમારી કોઇ નાનામાં નાની ભૂલ તમારા સંબંધ પર અસર કરી જતી હોય છે. હવે એમાં પછી વાત ચિટિંગ થાય તો પછી સંબંધમાં રહેવાનો મતલબ જ ખત્મ થઇ જાય છે. તો, આજે અમે તમને આવા ટીવી સેલેબ્સ વિશે જણાવીએ.

1. કરણ સિંહ ગ્રોવર : આ લિસ્ટમાં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સામેલ છે. તેમના સંબંધ વિશે તો કોણ નથી જાણતુ. તેમણે સૌ પહેલા અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા જો કે, આ લગ્ન 10 મહિના જ ચાલી શક્યા હતા

અને તેનું કારણ હતુ કરણની રિયાલિટી શો ઝલક દિખલા જામાં જોવા મળેલી કોરિયોગ્રાફર નિકોસ સાથે નજીકતા. તેના લગ્ન થયેલ હોવા છત્તાં તેના સંબંધો નિકોલ સાથે હતા. ડિવોર્સ બાદ કરણે ટીવી અભિનેત્રી જેનિફર વિન્ગેટ સાથે લગ્ન કર્યા હતા અને જેનિફર સાથે લગ્ન કર્યા હોવા છત્તાં તે બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુ સાથે રિલેશનમાં હતો. તે બાદ કરણે જેનિફર સાથે ડિવોર્સ લઇ બિપાશા સાથે લગ્ન કર્યા હતા.

2. દીપિકા કક્કર : આ વાત તો બધા જાણે છે કે, દીપિકાએ ડેબ્યુ શો “સસુરાલ સિમર કા”માં તેના ઓનસ્ક્રીન પતિ શોએબ ઇબ્રાહિમ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે, દીપિકાએ તેના પહેલા પતિ રોનક પટેલને છોડી દીધો હતો. કારણ કે દીપિકાના મનમાં શોએબ માટે ફિલિંગ્સ હતી.

3. અંકિત ગેરા : “સપને સુહાને લડકપન કે” ધારાવાહિકમાં જોવા મળેલ અભિનેત્રી રૂપલ ત્યાગી એક સમયે અંકિત ગેરા સાથે રિલેશનમાં હતી. ખબરો અનુસાર તે સમયે અંકિત અદા ખાન અને રૂપલ ત્યાગી બંનેને ડેટ કરી રહ્યો હતો. એવામાં બંનેને આ વાતની જાણ થતા જ તેમણે અંકિત સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

4. અવિનાશ સચદેવ : રૂબિના દિલૈકે તેના કરિયરની શરૂઆત “છોટી બહુ”થી કરી હતી અને આ દરમિયાન તેની મુલાકાત અવિનાશ સચદેવથી થઇ હતી અને બંનેને પ્રેમ થઇ ગયો હતો. જો કે, ખબરો અનુસાર અવિનાશનું કોઇ બીજી અભિનેત્રી સાથે પણ અફેર હતુ. જેને કારણે રૂબિના સાથે તેનો સંબંધ ખત્મ થઇ ગયો હતો. અવિનાશના ચીટ કરવાની વાતને રૂબિનાએ નકારી દીધી હતી, પરંતુ તે બાદ તેણે બ્રેકઅપનું એલાન કરી દીધુ હતુ.

5. કૃષ્ણા અભિષેક : બોલિવુડ અભિનેતા ગોવિંદાના ભાણિયા અને ફેમસ કોમેડિયન અભિનેતા કૃષ્ણા અભિષેક પણ એબીપીના રીપોર્ટ અનુસાર તેની ગર્લફ્રેન્ડ કાશ્મીરા શાહને દગો આપી અભિનેત્રી તનુશ્રી દત્તાને ડેટ કરી રહ્યા હતા. તે બાદ કાશ્મીરા શાહે કૃષ્ણા અભિષેકથી લગ્ન કરી લીધા હતા.

6. કરન પટેલ : સ્ટાર પ્લસ શો “યે હે મોહબ્બતે” ફેમ કરન પટેલ હાલમાીં તો તેમનું લગ્નજીવન એન્જોય કરી રહ્યા છે, તેમણે અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કર્યા છે જે ટીવી અભિનેત્રી છે, તે બંનેને એક દીકરી પણ છે. પરંતુ આ પહેલા તેના સંબંધ કામ્યા પંજાબી સાથે હતા. તેઓ લગ્ન પણ કરવાના હતા જો કે, કામ્યાને જાણ કર્યા વગર કરને તેના સાથેના સંબંધો તાડી નાખ્યા અને અંકિતા સાથે લગ્ન કરી લીધા.

7. એજાઝ ખાન : “બિગબોસ 14” ફેમ એજાઝ ખાન હાલ પવિત્રા પુનિયા સાથે છે. આ પહેલા તેમના સંબંધ ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની સાથે હતા. તેઓ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા અને લગ્ન કરવાનુ પણ નક્કી કર્યુ હતુ, પરંતુ અચાનક બંને અલગ થઇ ગયા. અનિતાએ બિઝનેસમેન રોહિત સાથે લગ્ન કર્યા છે, તેમને એક દીકરો પણ છે અને હાલ તેઓ તેમના જીવનને ઘણુ એન્જોય કરી રહ્યા છે. જો કે, એક ઇન્ટરવ્યુમાં એજાઝે સ્વીકાર્યુ હતુ કે અનિતા સાથેના રિલેશન સમયે તેની અન્ય યુવતિ સાથે અફેર હતુ.

Shah Jina