મનોરંજન

લોકડાઉનમાં આ 5 સિતારાઓએ આપ્યા સારા સમાચાર, ખાસ પ્રકારે આપી ચાહકોને સપરપ્રાઈઝ

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલું લોકડાઉન ઘણા લોકો માટે મુશ્કેલી ભરેલું અને કંટાળા જનક સાબિત થયું તો ઘણા લોકો માટે આ લોકડાઉન ખુશીઓ પણ લઈને આવ્યું છે. અને તેમાં પણ બોલીવુડના કેટલાક સલેબ્રિટીઓ માટે ખાસ ખુશીઓ લઈને આવ્યું છે. જેમાં ઘણા અભિનેતાઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને પોતાની આ ખુશીઓ વહેંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

1. હાર્દિક અને નતાશા:
આ બધામાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ ખુબ જ ચર્ચામાં રહેવા લાગ્યું, હરિદેકે તેની મંગેતર નતાશા સાથે લગ્ન કરવાના સમાચાર તો હજુ આવ્યા નહોતા એ પહેલા જ નતાશા પ્રેગ્નેટ છે એવા સમાચાર આપીને સૌને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડીયમાં વાયરલ થયેલા ફોટોમાં નટાશાનો બેબી બમ્પ જોવા મળે છે અને હાર્દિક તેના ઉપર હાથ રાખીને ઉભો છે.

 

View this post on Instagram

 

A post shared by Sumeet (@sumeetvyas) on

2.સુમિત વ્યાસ અને એકતા કોલ:
નાના પડદાના સલેબ્રિટીએ સુમિત વ્યાસ અને એકતા કોલે પણ 5 પેરીલે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો શેર કરી અને તેની પ્રેગ્નેન્સીની ખબર ચાહકોને આપી હતી.  તેને તે પણ બહુ જ જલ્દી માતા-પિતા બનવાના છે અને તેમને સોશિયલ મીડિયામાં બેબી બમ્પના પીક પણ શેર કર્યા હતા જે ઘણા જ વાયરલ થયા.

Image Source

3.રોહિત રોય અને ડિમ્પી ગાંગુલી:
રાહુલ મહાજનની એક્સ વાઈફ ડિમ્પી ગાંગુલીએ પણ 12 એપ્રિલના રોજ પોતાના બાળકના જન્મની ખુશખબરી સોશિયલ મીડિયામાં આપી હતી, ડિમ્પીએ રોહિત રોય સાથે લગ્ન કર્યા છે. તેને સોશિયલ મીડિયામાં પોતના ક્યૂટ બેબીનો ફોટો શેર કરતા લખ્યું હતું કે તેમના ઘરમાં નવું મહેમાન આવ્યું છે. રોહિત રોય અને ડિમ્પીનું આ બીજું બાળક છે.

 

View this post on Instagram

 

A post shared by Smriti Khanna (@smriti_khanna) on

4.સ્મૃતિ ખન્ના અને ગૌતમ ગુપ્તા:
મેરી આશિકી તુમેસે હીની સ્ટાર અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ 15 એપ્રિલના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો, પ્રેન્ટ્સ બનવા ઉપર સ્મૃતિ અને તેના પતિ ગૌતમ ગુપ્તાએ હોસ્પિટલમાંથી ફોટો શેર કારિણે આ ખુશખબરી આપી હતી, બંનેના લગ્ન વર્ષ 2017માં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ruslaan Mumtaz (@ruslaanmumtaz) on

5.રુસલાન મુમતાઝ અને નિરાલી:
અભિનેત્રી રુસલાન મુમતાઝે પણ લોકડાઉનમાં જ 26 માર્ચના રોજ પોતાના ઘરે આવેલા નવા મહેમાનનું સ્વાગત કર્યું હતું, તેની પત્ની નિરાલીએ એક દીકરાને જન્મ આપ્યો હતો. રુસલાન દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી અને આ સમાચાર આપવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.