આખરે 20 વર્ષિય અભિનેત્રી તુનિષા શર્મા થઇ પંચમહાભૂતમાં વિલીન, દીકરીના અંતિમ સંસ્કારમાં માતા બેભાન થઇ ગઈ

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના નિધનથી બધાને આઘાત લાગ્યો છે. 20 વર્ષની વયે પોતાની દીકરીને ગુમાવનાર માતા વનીતા શર્મા તુનિષાના અંતિમ સંસ્કાર વખતે બેસુધ હાલતમાં જોવા મળ્યા હતા. વનિતા શર્માના આંસુ લૂછવા માટે ઘણા હાથ હતા, પણ એ માતાની આંખ સામે માત્ર દીકરી જ હતી. આ માતાને જોઇ તો સૂર્ય પણ કંપી ઊઠ્યો હશે. આ ગમગીન વાતાવરણ જોઈને સૌના દિલ દુખી થઈ ગયા.

અલીબાબની અભિનેત્રી તુનીષા શર્માના મુંબઈના મીરા રોડ સ્થિત ગોડદેવ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તુનીષાની માતા પોતાની પુત્રીને અંતિમ વિદાય આપતી વખતે પોતાની જાત પર કાબુ રાખી શકી ન હતી. તેની આંખોમાંથી પડતાં આંસુ અને ચીસો જોઈને બધાનુ હ્રદય કંપી ઉઠ્યુ હતુ.

છેલ્લા ચાર દિવસથી તુનીષાની માતાના આંસુ સુકાયા નથી. તેમની હાલત જોઈને સ્ટાર્સ અને ફેન્સ પણ દુખી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટાર્સ અને પરિવારના લોકો તેમજ અન્ય તુનિષા શર્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન દરેક ભીની આંખો સાથે અભિનેત્રીને અંતિમ વિદાય આપતો જોવા મળે છે.

તુનિષા શર્માના મામાએ તેના અંતિમ સંસ્કાર કર્યા. તમને જણાવી દઈએ કે પ્રખ્યાત નિર્દેશક અબ્બાસ-મુસ્તાન, શિવિન નારંગ, દીપિકા સિંહ ગોયલ, અવનીત કૌર, રીમ શેખ, અશનૂર કૌર તેમજ વિશાલ જેઠવા અને અભિનેત્રીનો ખાસ મિત્ર કનવર ઢિલ્લોન સહિત અનેક સ્ટાર્સ તુનિષાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

આટલું જ નહીં તુનિષા આત્મહત્યા કેસમાં આરોપી બનાવાયેલા શીઝાન ખાનની માતા અને બહેન પણ અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હતા. શીઝાન ખાનની માતા અને બહેન રડતી જોવા મળી હતી. તુનીષાનું શીઝાનની બહેનો સાથે સારું બોન્ડિંગ હતું.

તે ઘણીવાર તેની સાથે તસવીરો અને વીડિયો ઈન્સ્ટા પર શેર કરતી હતી. 20 વર્ષની તુનિષા જે હસતા ચહેરા સાથે મસ્ત રહેતી તે હવે પંચતત્વમાં વિલીન થઇ ગઈ. જ્યારે લોકોના સપના ઉડાન ભરે છે, ત્યારે તુનીષાએ પોતાનો જીવ આપી દીધો. 24 ડિસેમ્બર 2022ના રોજ તુનીષાએ તેના કો-સ્ટાર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનના મેકઅપ રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી અને તેના તેમજ તેની માતાના બધા સપના અધૂરા છોડી દીધા.

તુનિષા સિરિયલ અલીબાબાના કો-સ્ટાર શીઝાન ખાનના પ્રેમમાં હતી. બંને વચ્ચેના સંબંધો 6 મહિના પહેલા સેટ પર શરૂ થયા હતા. મૃત્યુના 15 દિવસ પહેલા તુનિષા અને શીઝાનનું બ્રેકઅપ થયું હતું. શીઝાનથી અલગ થયા બાદ તુનીષા ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. તેને દસ-બાર દિવસ પહેલા એંગ્ઝાઇટી એટેક પણ આવ્યો હતો. તુનીષાની માતાએ જણાવ્યું કે દગો મળ્યા પછી પણ તુનીષા શીઝાન સાથે રહેવા માંગતી હતી.

તુનીષાની માતાએ શીઝાનને તેની પુત્રીના જીવનમાં પાછા ફરવા વિનંતી પણ કરી હતી. પણ શીઝાન તુનીશા સાથે કોઈ સંબંધ રાખવા માંગતો ન હતો. શીઝાનની દલીલ એ હતી કે તે અને તુનીષા અલગ-અલગ ધર્મના હતા અને તેમની ઉંમરમાં મોટો તફાવત હતો, તેથી જ તેણે અભિનેત્રી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જો કે, પોલીસ શીઝાનના નિવેદન પર વિશ્વાસ કરી રહી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે બ્રેકઅપના સવાલ પર શીઝાન રડી રહ્યો છે.

દિવંગત અભિનેત્રીની માતાએ તેની પુત્રીના મોત માટે શીઝાન ખાનને જવાબદાર ગણાવ્યો છે. તુનિષા શર્માએ 2015માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે સીરિયલ ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પછી તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ઈશ્ક સુભાન અલ્લાહ, ઈન્ટરનેટ વાલા લવ, અલી બાબા – દાસ્તાન એ કાબુલમાં કામ કર્યું. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે અને તેની સારી એવી ઓળખ પણ બનાવી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

તેણે ફિતુર, કહાની 2, બાર બાર દેખો, દબંગ 3 જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તુનીશા તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. તેના પિતાનું વર્ષો પહેલા અવસાન થયું હતું. તુનીશાને માત્ર તેની માતાનો અને તેની માતાનો માત્ર તુનીશાનો જ સહારો હતો. પણ હવે મા-દીકરીનો આ સંગ કાયમ માટે અલગ થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

Shah Jina