મોદી 3.0 શપથ ગ્રહણ : મુકેશ અંબાણી-અદાણીથી લઇને અક્ષય કુમાર-શાહરૂખ ખાન સુધી…અનેક સેલેબ્સ થયા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ દરમિયાન સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો. આ દરમિયાન દેશ-વિદેશના લોકોએ ભાગ લીધો હતો. પીએમ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે, જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ પદના શપથ લેતા જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા હતા.

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનથી લઇને અક્ષય કુમાર સુધી અનેક સેલેબ્સ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાનનો લુક ઘણો ચર્ચામાં રહ્યો. આ ઉપરાંત એક તસવીર એવી સામે આવી જેણે ચાહકોના દિલ જીતી લીધા. એ તસવીરમાં અક્ષય અને શાહરૂખ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. શાહરૂખે બ્લેક સૂટ અને બ્લેક ચશ્મા પહેર્યા હતા.

આ સાથે તેણે તેના વાળને ખૂબ સારી રીતે કેરી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખની સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ પહોંચી હતી. શાહરૂખ પહોંચે તે પહેલા જ અક્ષય કુમાર ત્યાં પહોંચી ગયો હતો. બંનેએ એકબીજા સામે જોયું અને ગળે મળ્યા. જણાવી દઈએ કે શાહરૂખ અને અક્ષય સિવાય અંબાણી પરિવારે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ સિવાય કંગના રનૌત, અનુપમ ખેર, રજનીકાંત, વિક્રાંત મેસી, રાજકુમાર હિરાની, કૈલાશ ખેર અને અનિલ કપૂર, રવિના ટંડન, અબજોપતિ ગૌતમ અદાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં શાહરૂખ ખાન સુજોય ઘોષની એક્શન ફિલ્મ ‘કિંગ’માં કામ કરી રહ્યો છે, આ ફિલ્મથી શાહરૂખની દીકરી સુહાના ખાન મોટા પડદે ડેબ્યૂ કરવા જઈ રહી છે.

અક્ષય કુમારની વાત કરીએ તો, તે રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સેલિબ્રિટીઓ ઉપરાંત પડોશી પ્રદેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રના અનેક નેતાઓ અને રાષ્ટ્રાધ્યક્ષો વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina