બોલિવુડ સ્ટાર્સે વધારી નીતા અંબાણીના ઇવેન્ટની રોનક, પતિ સિદ્ધાર્થ સાથે કિયારા તો નિક સાથે પ્રિયંકા આવી નજર, દીપિકા-રણવીરે લૂંટી મહેફિલ- જુઓ તસવીરો

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટરમાં મોટી મોટી હસ્તીઓનો જમાવડો, જુઓ અંદરની બધી જ તસવીરો

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે NMACCનું ભવ્ય ઉદઘાટન થઈ રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી, નીતા અંબાણી, દંપતિના ત્રણ પુત્રો અને પુત્રવધુઓ એટલે કે આખો પરિવાર ભવ્ય લોન્ચિંગ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. ઇશા અંબાણી અને મુકેશ અંબાણી સાથે ઉદ્યોગપતિ અજય પીરામલ પણ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઘણી મોટી હસ્તીઓ અને બોલિવુડ સેલેબ્સે હાજરી આપી હતી.

ફિલ્મમાં સ્પાઈડરમેનની ભૂમિકા ભજવનાર ટોમ હોલેંડ, અભિનેત્રી ઝેન્ડાયા, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર અને તેમની પત્ની તેમજ દીકરી, સલમાન ખાન, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર, શાહરૂખ ખાનની પત્ની, દીકરો આર્યન અને દીકરી સુહાના, અનુષા દાંડેકર, ઉદ્ધવ ઠાકરે પરિવાર, તેમજ ક્રિકેટર યુવરાજનો સમાવેશ થાય છે. યુવરાજ સિંહ આ ઇવેન્ટમાં પત્ની હેઝલ કીચ સાથે આવ્યો હતો.

આ ઉપરાંત પણ ઘણી હસ્તિઓ ઇવેન્ટમાં સામેલ થઇ હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન શુક્રવારે દેશી અને વિદેશી કલાકારો, ધાર્મિક નેતાઓ, રમતગમત અને વેપારી હસ્તીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના હોસ્ટ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી હતા.

NMACCના લોન્ચિંગ સમયે નીતા અંબાણીએ કહ્યું, ‘સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા જે સમર્થન મળી રહ્યું છે તેનાથી હું અભિભૂત છું. તે વિશ્વના શ્રેષ્ઠ સાંસ્કૃતિક કેન્દ્રોમાંનું એક છે. તમામ કલા અને કલાકારોનું અહીં સ્વાગત છે. અહીં નાના શહેરો અને દૂરના વિસ્તારોના યુવાઓને પણ તેમની કલા દર્શાવવાની તક મળશે. મને આશા છે કે વિશ્વના શ્રેષ્ઠ શો અહીં આવશે.

આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું, ‘તે મુંબઈની સાથે દેશ માટે કલાના મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવશે. અહીં મોટા શો યોજી શકાય છે. હું આશા રાખું છું કે અહીંના ભારતીયો તેમની સંપૂર્ણ કલાત્મકતા સાથે મૂળ શોનું નિર્માણ કરી શકશે. આ કાર્યક્રમમાં ભારત રત્ન સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા. ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રા, લૉન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને એથ્લેટ દીપા મલિક પણ કલાકારોને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર પહોંચ્યા હતા.નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગમાં બોલિવૂડ અને સાઉથ સિનેમાના અનેક કલાકારો હાજર રહ્યા હતા.

આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, વરુણ ધવન, સોનમ કપૂર, અનુપમ ખેર, જાવેદ અખ્તર, શબાના આઝમી, સુનીલ શેટ્ટી અને શાહિદ કપૂર તેમજ તેની પત્ની મીરા કપૂર હાજર રહ્યા હતા. આ સિવાય વિદ્યા બાલન પતિ સાથે, આલિયા ભટ્ટ પરિવાર સાથે, દિયા મિર્ઝા, શ્રદ્ધા કપૂર, શ્રેયા ઘોષાલ, રાજુ હિરાણી, તુષાર કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ સિવાય દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, સ્મૃતિ ઈરાની જેવા રાજનેતાઓ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં સદગુરુ જગ્ગી વાસુદેવ, સ્વામી નારાયણ સંપ્રદાયના રાધાનાથ સ્વામી, રમેશ ભાઈ ઓઝા, સ્વામી ગૌર ગોપાલ દાસ જેવા આધ્યાત્મિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. NMACC દરમિયાન મુકેશ અંબાણીનો આખો પરિવાર રોયલ લુકમાં જોવા મળ્યો હતો. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનાસ સાથે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટર ઓપનિંગ ઈવેન્ટમાં આવી પહોંચી હતી. આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા પફી સ્લીવ્ઝ સાથે ગોલ્ડન શિમરી ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરેલી જોવા મળી હતી.

પતિ નિક જોનાસ સાથે પોઝ આપતી વખતે પ્રિયંકા ચોપરાની ઘણી ક્યૂટ પળો કેમેરામાં કેદ થઈ હતી. બંનેએ સાથે મળીને કેમેરા માટે ઘણા રોમેન્ટિક પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન નિક અને પ્રિયંકાની ધમાકેદાર કેમિસ્ટ્રી જોઈને બધા તેમના મુરીદ થઇ ગયા હતા. આ ઇવેન્ટમાં શાહરૂખ ખાનનો પરિવાર પણ હાજરી આપવા પહોંચ્યો હતો. જો કે શાહરૂખ ખાન પોતે હાજર ન હતો. શાહરૂખના ખાસ મિત્ર સલમાને તેના પરિવાર સાથે પોઝ પણ આપ્યા હતા. સલમાન ખાને પોતે શાહરૂખ ખાનના પરિવારને તેની સાથે પોઝ આપવા માટે બોલાવ્યો અને પેપરાજીની સામે પોઝ આપ્યા.

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના અને પુત્ર આર્યન ખાન સાથે પોઝ આપતો શાહરૂખનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આર્યન ખાનનો ડેશિંગ લુક અને સલમાન ખાનની ક્યૂટ સ્માઈલ દરેકનું દિલ જીતી રહી છે. જો કે આ વીડિયોમાં શાહરૂખ ખાન જોવા મળ્યો ન હતો, પરંતુ તેની ગેરહાજરી આર્યન ખાન પૂરી કરી રહ્યો હતો. આ ઇવેન્ટમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા કપલ્સ… NMACC ઇવેન્ટમાં ન્યુલી વેડ કપલ સિદ્ધાર્થ અને કિયારાએ લોકોનું ધ્યાન ખોંચ્યુ હતુ. કિયારા અને સિદ્ધાર્થ બંને મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

કિયારા અડવાણીએ ગોલ્ડન ટચ સાથે સુંદર સિલ્વર લહેંગા પહેર્યો હતો જ્યારે સિદ્ધાર્થ જેકેટ સાથે સફેદ શેરવાનીમાં મેચ કર્યુ હતું. આ ઉપરાંત બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ ખૂબ જ ગોર્જિયસ અંદાજમાં પહોંચ્યા હતા. આ બંને સ્ટાર્સનો રેડ કાર્પેટ લુક જોઈને બધા દંગ રહી ગયા હતા. દીપિકા પાદુકોણ અને રણવીર હળવા રંગના આઉટફિટમાં પહોંચ્યા હતા. રણવીરે ક્રીમ કલરની શેરવાની તો દીપિકા ગ્રે જમ્પસૂટમાં જોવા મળી હતી. દીપિકાનો આ જમ્પસૂટ ખૂબ જ હેવી વર્કનો હતો અને તેમાં હેવી સિક્વન્સ વર્ક ગોલ્ડન કલરમાં કરવામાં આવ્યુ હતુ. આ સાથે અભિનેત્રીએ પોતાના ખભા પર દુપટ્ટો કેરી કર્યો હતો.

Shah Jina