ખબર મનોરંજન

મનીષ પોલથી લઈને ઉર્વશી ધોળકિયા સુધી, નેહા કક્કર-રોહનપ્રિતના લગ્નમાં શામેલ થયા આ સિતારા

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કરે અને રાઇઝિંગ સ્ટાર ફેમ સિંગર રોહનપ્રીત સિંહના લગ્ન હાલમાં જ સંપન્ન થયા છે. બંનેએ 24 ઓક્ટોબરના બપોરે દિલ્લીના ગુરદ્વારમાં આનંદ કારજની રસમ બાદ સાંજે સંબંધીઓ અને નજીકના દોસ્તો અને ઇન્ડસ્ટ્રીઝના ગણ્યા-ગાંઠ્યા લોકો માટે લગ્નનું સેલિબ્રેશન રાખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

ખબર આવી હતી કે, નેહા અને રોહનપ્રિત દિલ્લીમાં લગ્ન કરશે અને બાદમાં પંજાબમાં ગ્રાન્ડ રિસેપ્સન રાખશે. નેહા અને તેનો પરિવાર ફ્લાઈટમાં દિલ્લી ગયો હતો. નેહાના લગ્નની ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં લોકોનું આકર્ષણ બની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neha kakkar🌏 (@neheart.era) on

નેહા અને રોહનપ્રિતના લગ્નનું ફંક્શન 2 દિવસ પહેલા જ શરૂ થયું હતું. હલ્દીથી લઈને મહેંદી અને સગાઈને યાદગાર બનાવવા માટે નેહા અને રોહનપ્રિતએ કોઈ કસર છોડી ના હતી. આવો જાણીએ નેહા-રોહનપ્રિતના લગ્નના કોણ-કોણ શામેલ થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by NK♥️👸 (@neheart_saharsh) on

ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા તેની ફ્રેન્ડ નેહા કક્કરનાં લગ્નમાં પહોંચી હતી. દુલ્હનને સાત ફેરા માટે ખુદની ગાડીમાં ગુરુદ્વાર લઈને ગઈ હતી. આ તસ્વીર ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું હતું કે. હું મારી નેહુંને ખુદની ગાડીથી ગુરુદ્વાર લઈને ગઈ હતી. ઘણા બધા ઈમોશન્સ હતા, ખુશી હતી. હું મારી બેબીના લગ્ન જોઈને ખુશ છું. લગ્ન જીવનની શુભેચ્છા નેહું.

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia) on

ઇન્ડિયન આઇડલના હોસ્ટ અને એક્ટર મનીષ પોલ પણ નેહા કક્કરનાં લગ્નમાં હાજર રહ્યો હતો. મનીષ અહીં બ્લેક આઉટફિટમાં પહોંચ્યો હતો. નેહા અને મનીષની આ તસ્વીર ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. આ સાથે જ તસ્વીર વાયરલ પણ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by FILMY ISHQ™ (@filmyishq) on

નેહા કક્કરનાં લગ્નમાં ટીવી એક્ટ્રેસ અવનિત કૌર પણ શામેલ થઇ હતી. અવનિત કૌરએ નેહાના લગ્નમાં ડાન્સ પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @team_kakkars_15 on

ટિક્ટોક સ્ટાર, ફેશન બ્લોગર અને એક્ટર રિયાઝ અલી પણ નેહા-રોહનપ્રિતના લગ્નમાં જોવા મળ્યો હતો. રિયાઝ અલીએ પણ ખુબ ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by RIYUSH🔥 (@riyush.08) on

નેહા કક્કરનાં લગ્નમાં બોલીવુડની ખુબસુરત એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ પહોંચી હતી. ઉર્વશી રૌતેલાએ લગ્નમાં પહોંચીને મસ્તી અને ડાન્સ કર્યો હતો. લગ્નમાં પહોંચીને નેહા કક્કરના ભાઈ અને સિંગર ટોની કક્કર સાથે ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on