મનોરંજન

કોઈ બસ કંડક્ટર હતું તો કોઈ વેઈટર, ફેમસ થયા પહેલા આ 13 સ્ટાર્સ જાણો શું કામ કરતા

કોઈ પણ વ્યક્તિને શરૂઆતમાં જ સફળતા નથી મળી જતી. તેમને સફળતા મેળવવા માટે મહેનત કરવી પડે છે, ધીરજ રાખવી પડે છે. બોલિવૂડમાં પણ ઘણા એવા કલાકારો છે કે જેઓ ઘણી મહેનત કર્યા પછી આ મુકામ પર પહોંચ્યા છે. બોલિવૂડમાં કામ કરવું દરેકનું સપનું હોય છે પણ એ માટે મહેનત કરવા કે ધીરજ રાખવા કોઈ તૈયાર નથી હોતું, રોજ ઘણા નવા ચહેરાઓ મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા માટે આવે છે, પણ તેમને એવું જ હોય છે કે તેમને તરત જ કામ મળી જશે, પણ એવું નથી હોતું. કેટલાક ફિલ્મો સિતારાઓ અત્યારે જે મુકામ પર છે એ માટે તેમને ઘણી મહેનત અને દમદાર અભિનય કર્યો છે.

Image Source

જો કે અભિનયની દુનિયામાં પગ મુકતા પહેલા તેમને ઘણી મહેનત કરવી પડી અને પૈસા માટે તેમને બીજા કામો પણ કરવા પડયા, તો ચાલો આજે જાણીએ એવા સિતારાઓ વિશે કે જેઓ ફિલ્મોમાં આવતા પહેલા જુદા જ કામ કરતા હતા.

1 – સોનમ કપૂર –

સોનમ કપૂરને અત્યારે બોલિવૂડની ફેશન ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. સોનમ જયારે અભ્યાસ માટે સિંગાપોર ગઈ હતી, ત્યારે તેને પોકેટમની ખૂબ જ ઓછી મળતી હતી, જેથી સોનમ કપૂર સિંગાપોરના રેસ્ટોરન્ટમાં વેઈટરનું કામ કરતી હતી.

2 – અમિતાભ બચ્ચન –

છેલ્લા ઘણા સમયથી સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથે સાથે જ ટેલિવિઝન પર પણ દર્શકોનું મનોરંજન કરે છે, પણ ફિલ્મોમાં આવતા પહેલા તેઓ કોલકાતાની એક શિપિંગ કંપનીમાં ભાડા બ્રોકર તરીકે કામ કરતા હતા.

3 – રણવીર સિંહ –

 

View this post on Instagram

 

Ae Chikne 😉🤳🏾

A post shared by Ranveer Singh (@ranveersingh) on

રણવીર સિંહને હંમેશાથી જ અભિનેતા જ બનવું હતું, પણ ઇન્ડિયાના યુનિવર્સીટીથી બેચલર ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેમને એક પ્રસિદ્ધ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કોપીરાઇટરનું કામ કર્યું હતું. એ પછી બોલિવૂડમાં એન્ટ્રી કરીને બોલીવૂડના સુપરસ્ટાર બની ગયો.

4 – અક્ષય કુમાર –

 

View this post on Instagram

 

🚇 #DabbooRatnaniCalendar 📷 : @dabbooratnani @manishadratnani

A post shared by Akshay Kumar (@akshaykumar) on

ફિલ્મોમાં આવતા પહેલા અક્ષય કુમાર બેંગકોકમાં વેઈટર તરીકે કામ કરતા હતા. ત્યાં રહીને જ તેમને માર્શલ આર્ટની ટ્રેનિંગ પણ લીધી હતી, એ પછી તેમને બોલિવૂડમાં પ્રવેશ કર્યો.

5 – રણદીપ હુડ્ડા –

રણદીપ હુડ્ડાએ ફિલ્મી દુનિયામાં પગ મુક્યો એ પહેલા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ફિલ્મોમાં આવતા પહેલા તેને વેઈટર, ટેક્સી ડ્રાઈવર, અને કારની સફાઈ કરનાર કામદાર તરીકે કામ કર્યું છે.

6 – નવાઝુદ્દીન સિદ્દીકી –

નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મોમાં આવ્યા એ પહેલા કેમિસ્ટ તરીકે કામ કરતા હતા અને દિલ્હી આવ્યા પછી લગભગ દોઢ વર્ષ સુધી ચોકીદાર તરીકે કામ કર્યું હતું, એ પછી તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાથે જોડાયા અને તેમને ફિલ્મોમાં ચાન્સ મળ્યો.

7 – દિલીપ કુમાર –

 

View this post on Instagram

 

Dilip Kumar sahab celebrating #Diwali 💛🧚‍♀️💜 #dilipkumar #yusufkhan

A post shared by Timeless Indian Melodies (@timelessindianmelodies) on

કદાચ તમને એ જાણીને વિશ્વાસ નહિ આવે પણ હિન્દી સિનેમાના ટ્રેજિદી કિંગ માનવામાં આવતા અભિનેતા દિલીપ કુમાર ફિલ્મોમાં આવ્યા એ પહેલા ફળ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

8 – આર માધવન –

આર માધવન એક્ટર બનતા પહેલા એક સારા વકતા હતા. તેમને પોતાની આ જ કલાના જોરે એક નેનો બિઝનેસ શરુ કર્યો હતો, જેમાં તેઓ વર્કશોપ આયોજિત કરીને કોમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગ શીખવતા હતા.

9 – અરશદ વારસી –

 

View this post on Instagram

 

Marble-licious much?! 🤓 #Pagalpanti at promotions

A post shared by Arshad Warsi (@arshad_warsi) on

સર્કિટના પાત્રથી પ્રસિદ્ધ અભિનેતા અરશદ વારસી ફિલ્મોમાં આવ્યા એ પહેલા ઘરે-ઘરે જઈને કોસ્મેટિક સેલ્સમેન તરીકે કામ કરતા હતા. આ સિવાય તેમને એક ફોટોલેબમાં પણ કામ કર્યું છે.

10 – સોનાક્ષી સિંહા –

 

View this post on Instagram

 

Go green!! #OOTN Styled by @sanamratansi (tap for deets) 💚

A post shared by Sonakshi Sinha (@aslisona) on

સોનાક્ષી સિંહાએ ફિલ્મ દબંગથી બોલિવૂડમાં એન્ટ્રી કરી એ પહેલા તે એક કોસ્ચ્યુમ ડિઝાઈનર હતી અને તેને ફિલ્મ મેરા દિલ લેકે દેખોંમાં કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા.

11 – દેવ આનંદ –

 

View this post on Instagram

 

97th birth anniversary of the legend, Dev Anand. An ambitious youngster paved his own way into the world cinema and created space among the million hearts of the people. A jovial and timeless personality for whom age was never a barrier to try, experiment or work. After working with prominent directors and giving numerous blockbuster hits he went on to make his own creations. His ageless thirst for work and the charming personality is loved by us till date. His style of dialogue delivery, the mannerism, looks, the captivating smile and a strong personality continue to be loved by people even today. He has left behind the legacy of iconic films and memorable roles forever. #devanand #oldactor #indiancinema #indianpersonality #bollycinema #actor #blackandwhitetocolor

A post shared by Voice from the past (@voice_from_the_past) on

પોતાના જમાનાના રોમેન્ટિક ગણાતા અભિનેતા દેવ આનંદ ફિલ્મોમાં આવ્યા એ પહેલા તેઓ એક કલાર્ક તરીકે નોકરી કરતા હતા.

12 – શાહરુખ ખાન –

 

View this post on Instagram

 

Shooting for @icicibank Been sometime since I went so ‘Gerua’.

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

કિંગ ખાન ફિલ્મોમાં આવ્યા પહેલા દિલ્હીમાં થતા લાઈવ કોન્સર્ટમાં એટેન્ડન્ટનું કામ કરતા હતા, આ સિવાય એક થિયેટરમાં ટિકિટ સેલ્સમેન તરીકે કામ કરતા હતા, તેમને મહેનતના રૂપે 50 રૂપિયા મળતા હતા.

13 – જેકલીન ફર્નાન્ડિસ –

શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિઝ બોલિવૂડમાં આવી એ પહેલા શ્રીલંકામાં એક ટેલિવિઝન રિપોર્ટર તરીકે કામ કરતી હતી.

14 – સિદ્ધાર્થ મલ્હોત્રા –

 

View this post on Instagram

 

Haaye main Marjaavaan 😉

A post shared by Sidharth Malhotra (@sidmalhotra) on

સિદ્ધાર્થે 18 વર્ષની ઉંમરથી જ મોડેલિંગ શરુ કરી દીધું હતું અને 4 વર્ષ સુધી કામ કર્યા બાદ તેને કરણ જોહરની ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

15 – અર્જુન કપૂર –

ફિલ્મોમાં આવતા પહેલા અર્જુન કપૂર સહાયક નિર્માતા તરીકે કામ કરતો હતો. તેને બોની કપૂરના નિર્માણમાં બનેલી ઘણી ફિલ્મોના સેટ પર જોવામાં આવ્યો હતો.

16 – સની લિયોની –

બોલિવૂડની હોટ હસીના સની લિયોની એક સ્ટાર રહી ચુકી છે એ તો સૌ કોઈ જાણતું જ હશે પણ એ ફિલ્મોમાં આવી એ પહેલા જર્મન બેકરીમાં અને એક ટેક્સ અને રિટાયરમેન્ટ ફર્મમાં કામ કરી ચુકી છે.

17 – બોમન ઈરાની –

બોલિવૂડમાં આવ્યા પહેલા બોમન ઈરાની મુંબઈના તાજ પેલેસ હોટલમાં વેઈટર અને રૂમ સર્વિસ અટેન્ડરનું કામ કરી ચુક્યા છે.

18 – વરુણ ધવન –

 

View this post on Instagram

 

Style Woh jo apne liye bola @fossil Gen5 #fossilsmartwatch

A post shared by Varun Dhawan (@varundvn) on

વરુણ ધવન ફિલ્મોમાં આવતા પહેલા પોતાના પિતા ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી લગભગ દરેક ફિલ્મમાં સેટ પર સહાયક નિર્દેશક તરીકે પિતાની મદદ કરતા હતા.

19 – રજનીકાંત –

 

View this post on Instagram

 

Vanakkam! Vandhuten nu sollu!

A post shared by Rajinikanth (@rajinikanth) on

સાઉથમાં ભગવાન તરીકે પૂજાતા અભિનેતા રજનીકાંતનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે, ફિલ્મોમાં આવ્યા એ પહેલા તેઓ બેંગ્લોર પરિવહન સેવામાં બસ કંડકટર તરીકે કામ કરતા હતા.

20 – જોન અબ્રાહમ –

 

View this post on Instagram

 

Cast your vote !!!

A post shared by John Abraham (@thejohnabraham) on

જોન અબ્રાહમ પડે એમબીએની ડિગ્રી છે, તેને મોડેલીંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પણ બોલિવૂડમાં આવ્યા એ પહેલા જોન એક મીડિયા એન્ટરટેનમેન્ટ કંપનીમાં મીડિયા પ્લાનર તરીકે કામ કરતા હતા.

21 – હ્રિતિક રોશન –

 

View this post on Instagram

 

This one’s all about the iphone. #ShotonIPhonePro . Good morning !

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

હ્રિતિક રોશન ફિલ્મોમાં આવતા પહેલા કેમેરા વર્ક, નિર્દેશન અને સંપાદન કરતા હતા. તેમને કોયલ અને કરણ અર્જુન જેવી ફિલ્મોમાં પોતાના પિતા રાકેશ રોશનની સહાયતા કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.