દુનિયામાં સૌથી મોટું સુખ છે માં બનવાનું. માં બનવાનો અહેસાસ કંઇક અલગ જ છે. ગર્ભાવસ્થાની લઈને માં બનવાની પ્રક્રિયા બહુજ ખાસ છે. પહેલાના સમયમાં બંમ્પને ઢાંકીને રાખતા હતા. અને હાલના સમયમાં ફોટો શૂટ માટે અને અદભુત અહેસાસને કાયમી યાદગીરી રાખવા માંગે છે. આ બદલવા માટે સૌથી અહમ ભૂમિકા હોય તો છે. દુનિયા ભરના સેલિબ્રિટીની.
આજે આપણે વાત કરીશું એવી એક્ટ્રેસની જે તેના બેબી બમ્પને લઈને ચર્ચામાં આવી હતી.
સમીર રેડ્ડીએ વર્ષ 2014માં બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા. 2015માં સમીરાએ પુત્ર હંસને જન્મ આપ્યો હતો. સમીરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સમીરા તેની જિંદગી અને બાળકો બાબતે ફેન્સને જણાવતી રહે છે. થોડા સમય પહેલા સમીરાએ બેબી ફ્લોન્ટ કરતી એવું ફોટો શૂટ કરાવ્યું હતું. સમીર રેડ્ડીનું અંડર વોટર ફોટોશૂટ ઘણું ચર્ચામાં રહ્યું હતું. આ માટે તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

કરીના કપૂર. કરીના કપૂર ખાને બેબી બમ્પ દેખાડતી તસ્વીર શેર કરી હતી. જે લોકોને બહુજ પસંદ આવી હતી. જયારે કરીના કપૂર પ્રેગ્નેન્ટ હતી ત્યારે તે ખુલીને પ્રેગનેંન્સીને લઈને વાત કરતી હતી. તેણીએ ઘણા ફોટોશૂટ પણ કરાવ્યા હતા. આ દરમિયાન કરીનાએ કહ્યું હતું કે,’ ગર્ભાવસ્થાને કારણે મારું કરિયર અને મારુ કામ પ્રભાવિત નહીં થાય. હાલ તો કરિનાનો પુત્ર પણ 2 વર્ષનો થઇ ચુક્યો છે.
માં બન્યા પહેલા લીઝા હેડને તેની ઇન્સ્તાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. સાથે જ એલ મેગેઝીન માટે પોઝ આપ્યો હતો. 2016માં લીઝાએ તેના બોયફ્રેડ ડિનો સાથે લગ્ન કર્યા હતા. 2017માં તેણીએ પહેલા બાળકને જન્મ આપ્યો હતો. લઝ હેડન જયારે બીજી વાર માતા બનવા જઈ રહી હતી. ત્યારે તેની જાણકારી ખુદે ઇન્સ્ટાગ્રામ દ્વારા દીધી હતી. લીઝા તેના પતિ અને પુત્ર સાથે ફોટો શેર કરી હતી. જેમાં તે ત્રણેય બીચ પર જોવા મળ્યા હતા.લીઝાએ આ દરમિયાન સ્વીમશુટ પહેર્યું હતું. જેમાં બેબી બંપ દેખાતું હતું.

હોલીવુડ એક્ટ્રેસ બિયોન્સે પણ માં બન્યા પહેલા તેની તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ફૂલોથી ઘેરાયેલા ઝીના ઘૂંઘટ ઓઢીને બિયોન્સ બહુજ ખુબસુરત લાગી રહી હતી. હવે બિયોન્સ માં બની ગઈ છે.

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે પણ તેની પ્રેગ્નેન્સીની જાણ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. પપ્રેગ્નેન્ટ સેરેના વિલિયમ્સની આ તસ્વીર ફેર મેગેઝીનના કવર પેજ પર આવી હતી. તો તેને તેના ફેન્સ માટે પણ શેર કરી હતી.
પ્રેગ્નેન્સીની જાણકારી દીધા બાદ એમી જેક્શન ચર્ચામાં રહી છે. ક્યારેક તે ફોટો શૂટને લઈને તો ક્યારેક તેના મંગેતર સાથે મસ્તીના મૂડમાં. એમી માટે હાલમાં જ તેના મંગેતરે બેબી શાવરનો કાર્યક્રમ રાખ્યો હતો. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. એમી અને તેનો મંગેતર 2020માં ડેસ્ટિનેશન વેડિંગ કરી શકે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks