બોલિવૂડની વાત હોય કે ટીવી ઈન્ડસ્ટ્રીની વાત, બંનેના કલાકારો પોતાના શ્રેષ્ઠ અભિનયથી લાખો દર્શકોનું દિલ જીતી લેતા હોય છે. ઘણા ટીવી કલાકારો તો તેમના દમદાર અભિનયને કારણે હવે બોલિવૂડમાં પણ છવાઈ ગયા છે. પરંતુ કેટલાક સ્ટાર્સ એવા છે કે જેમનો અભિનય તો દમદાર હતો, તેમના ચાહકો પણ ઘણા હતા, પણ હવે તેઓ આ દુનિયામાં નથી રહયા. તો આજે આપણે એવા જ કેટલાક કલાકારો વિશે વાત કરીશું કે જે ખૂબ જ નાની ઉંમરમાં આ ફાની દુનિયાને છોડીને જતા રહયા, તેનું મૃત્યુ કોઈ માર્ગ અકસ્માતમાં થયું કે પછી પ્લેન ક્રેશમાં થયું, પણ હવે આપણી પાસે માત્ર તેમની યાદો જ છે.
1. દિવ્યા ભારતી –

સૌથી પહેલા વાત કરીએ 16 વર્ષની ઉંમરમાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી દિવ્યા ભારતી વિશે. દિવ્યા ભારતીએ 22 વર્ષની ઉંમરે જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના મૃત્યુથી બોલિવૂડને ઘેરો આઘાત લાગ્યો હતો. આજે પણ તેના મૃત્યુનું કારણ રહસ્ય જ છે. દિવ્યાનું મૃત્યુ 5 એપ્રિલ 1993ના રોજ મુંબઇના વર્સોવા વિસ્તારમાં આવેલા તેમના ફ્લેટ બારીમાંથી પડીને થઇ ગયું હતું. કેટલાક લોકોએ તેમના મૃત્યુને આત્મહત્યા ગણાવી તો કેટલાક લોકોને આ મોત પાછળ ષડયંત્ર દેખાતું હતું.
2. સૌંદર્યા –

ફિલ્મ ‘સૂર્યવંશમ્’ માં અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકામાં સૌંદર્યા રઘુ જોવા મળી હતી. તેમનો જન્મ 18 જુલાઈ 1972 માં થયો હતો. 31 એપ્રિલ 2004 ના રોજ 31 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું. તેઓ બીજેપીમાં જોડાયા હતા. એ સમયે પાર્ટીના પ્રચાર માટે તેમણે બેંગ્લોરથી એક હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી, પરંતુ એ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું અને એ જ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. મૃત્યુના સમયે સૌંદર્યાના પેટમાં 7 મહિનાનું બાળક હતું.
3. તરુણી સચદેવ –

‘રસના ગર્લ’ તરુણી સચદેવે ફિલ્મ ‘પા’માં અમિતાભ બચ્ચનના મિત્રની ભૂમિકા ભજવી હતી. 14 મે, 2012 ના રોજ નેપાળમાં પોતાના 14મા જન્મદિવસ પર વિમાન દુર્ઘટનામાં તેનું અવસાન થયું. આ અકસ્માતમાં તેની માતા ગીતા સચદેવનું પણ મોત નીપજ્યું હતું. ફ્લાઇટમાં બેઠા હતા ત્યારે તરૂણીએ મજાકમાં તેના મિત્રોને કહ્યું કે આ તેની છેલ્લી મુલાકાત છે. પરંતુ તેને પણ શું ખબર હતી કે તેનું આ મજાક વાસ્તવિકતામાં ફેરવાઈ જશે.
4. જસપાલ ભટ્ટી –

‘ઉલ્ટા-પુલ્ટા’ અને ‘ફ્લોપ શો’ જેવા કોમેડી શો અને ‘આ અબ લૌટ ચલે’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’ જેવી ફિલ્મોમાં જોવા મળેલા હાસ્ય કલાકાર અને અભિનેતા જસપાલ ભટ્ટીનું ઓક્ટોબર 2012 માં જલંધરમાં રોડ અકસ્માતમાં નિધન થયું હતું. 57 વર્ષીય ભટ્ટી પુત્ર જસરાજ સાથે તેમની ફિલ્મ ‘પાવર કટ’ના પ્રમોશન માટે બથિંદા જઈ રહ્યા હતા. તેમણે પોતાની કોમેડીથી લાખો લોકોને હસાવ્યા હતા અને એ જ કારણે લોકો આજે પણ તેમણે યાદ કરે છે.
5. ભૂપતિ ભરત રાજ –

સાઉથના અભિનેતા રવિ તેજાના ભાઈ ભુપતિ ભરત રાજનું જૂન 2017માં એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. 49 વર્ષીય ભૂપતિની કાર હૈદરાબાદમાં એક રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રકમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં ભૂપતિના ચહેરાની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે પોલીસને તેમણે ઓળખવામાં થોડો સમય લાગ્યો હતો.
6. રેખા સિંધુ –

22 વર્ષીય રેખા સિંધુ તમિલ અને કન્નડ ટીવી કાર્યક્રમો માટે ઓળખવામાં આવતી હતી. મે 2017માં ચેન્નઇ-બેંગલુરુ હાઇવે પર એક કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની સાથે આ કારમાં અન્ય ત્રણ લોકો પણ હતા અને તમામ અકસ્માતનો ભોગ બન્યા હતા.
7. સોનિકા ચૌહાણ –

પ્રો-કબડ્ડીની એન્કર રહી ચુકેલી સોનિકા અભિનેત્રી, મોડેલ અને ટીવી હોસ્ટ પણ હતી, જેનું 28 વર્ષની ઉંમરે એપ્રિલ 2017માં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેનો મિત્ર વિક્રમ ચેટર્જી કાર ચલાવતો હતો. આ પછીથી વિક્રમની દારૂના નશામાં ગાડી ચલાવવાની વાત પણ સામે આવી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304 A હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
8. ગગન કાંગ –

ટીવી સીરિયલ ‘મહાકાળી’માં ઈન્દ્ર દેવની ભૂમિકા નિભાવનારા ગગન કાંગનું 19 ઓગસ્ટ 2018માં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માત થયો ત્યારે 38 વર્ષીય કંગન પોતે મુંબઇ-અમદાવાદ હાઈવે પર કાર ચલાવી રહયા હતા.
9. અજિત લવાનીયા –

ટીવી સીરિયલ ‘મહાકાળી’ માં નંદીની ભૂમિકા ભજવી રહેલા અજિત લવાનીયા પણ ગગન કાંગની સાથે અકસ્માત સમયે એ જ ગાડીમાં હતા. તેમનું પણ મૃત્યુ આ અકસ્માતમાં થયું હતું. ગયા વર્ષે 19 ઓગસ્ટ 2018 રોજ જ્યારે અજિત લવાનીયાની કાર અકસ્માત થયો હતો, ત્યારે તેની ઉંમર 30 વર્ષની આસપાસ હતી.
10. શિવલેખ સિંહ –

ટેલિવિઝનના પ્રખ્યાત બાળ કલાકાર શિવલેખ સિંહ ઉર્ફે અનુ સિંહનું પણ રાયપુરમાં માર્ગ અકસ્માતમાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. શિવલેખ પરિવાર સાથે કારમાં જઇ રહ્યો હતો. એ દરમિયાન સામેથી આવતા ટ્રેઇલરે કારને ટક્કર મારી હતી. શિવલેખ સિંહે ‘બાલવીર’, ‘સંકટમોચન હનુમાન’ અને ‘સસુરલ સિમર કા’ જેવી ટીવી સિરિયલોમાં શાનદાર અભિનય આપ્યો હતો.
11.સુશાંત સિંહ રાજપૂત

ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પ્રસિદ્વ થનારા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી બધા જ લોકો શોકમાં છે. 34 વર્ષની વયે સુશાંતે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુશાંતે તેના ઘરે આ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે ઘણી બૉલીવુડ ફિલ્મમાં પણ કામ કર્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.